હું નથી જોડાયો કોઈ પક્ષમાં - હેમંત ચૌહાણ

    ૨૧-ઓગસ્ટ-૨૦૧૯

 
 
બે દિવસ પહેલાં જ ગાયક કલાકાર હેમંત ચૌહાણ સહિત ગુજરાતના અન્ય કલાકારો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આ લોકસાહિત્યકારો ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાયા હતા. આ સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવા કે હેમંત ચૌહાણ ,સંગીતા લાબડીયા ,બંકિમ પાઠક ,ગોપાલદાન બારોટ, કીર્તીદાન ગઢવી, સૌમિલ ગાયક, રાજેશ ઠક્કર, આરીફ મીર જેવા કલાકારો જીતુ વાઘાણીની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા.
 

 
 
આ જોડાણના બે દિવસ પછી જ ગાયક કલાકાર હેંમત ચૌહાણનો એક વીડિયો સામે આવ્યો છે. અને પોતે ભાજપમાં જોડાયાની ના આ વીડિઓમાં તેઓ પાડી રહ્યા છે. હેમંત ચૌહાણનું કહેવું છે કે અમે તો અભિનંદન આપવા ગયા અને પક્ષમાં જોડાયાની જાહેરાત કરી નંખાઈ.
 
હેમંત ચૌહાણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ લોકગાયક અને ભજનિક છે અને ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી કારણ કે તેઓ તો લોક કલાકાર છે અને તેઓ કોઈ એક પક્ષની વિચારધારાને વરેલા નથી. તેમને મન તો તેમના ચાહકો જ સર્વસ્વ છે અને તેઓ તો ચાહકોના દિલોમાં બિરાજમાન રહેવા માગે છે.
 
સાંભળો બીજું શું કહ્યું વીડિઓમાં....