કારવાં સામયિક , તુલસી ગેબાર્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

    ૨૨-ઓગસ્ટ-૨૦૧૯
 
 
કારવાં મેગેઝિનના નવા અંકમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની આગામી ચૂંટણીમાં તુલસી ગેબાર્ડ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનવાની છે અને તે રા.સ્વ.સંઘની એક વ્યુહરચના છે. તુલસી હુન્દુ છે. તો આવો જાણીએ હકીકત શું છે? શું લખ્યું છે આ સ્ટોરીમાં? શું તુલસી ગેબાર્ડ ખરેખર હિન્દું છે? 
 
દિલ્હીમાંથી કે માસિક પત્રિકા નીકળે છે. નામ છે The Caravan. ચંપક, સરિતા, મુક્તા, ગૃહશોભા પ્રકાશિત કરનાર “દિલ્હી પ્રેસ”ની આ એક પત્રિકા છે. જે એકવાર ૧૯૮૮માં બંધ થઈ ગઈ હતી પરંતું વર્ષ ૨૦૦૯માં તેને મજબૂત ફંડિગ મળ્યું અને એક નવા રૂપે આ સામયિક ફરી શરૂ થયું. વર્ષ ૨૦૧૦માં “કારવાં” નવા ક્લેવર સાથે સામે આવ્યું.
 
આ પત્રિકાના અહેવાલો વાંચો તો તમને લાગશે કે આ પત્રિકા હિન્દુ વિરોધી છે. જ્યારે “The Caravan” સામયિકનું નવું રૂપનું લોકાર્પણ થયુ ત્યારે તેના તંત્રી પણ વિનોદ જોસેફ ને પસંદ કરવામાં આવ્યા. શ્રીમાન જોસેફ કેરળના છે અને દિલ્હીની જામિયા મિલિયા યૂનિવર્સિટીમાંથી ડોક્ટર થયેલા છે. એમની વિચારધાર કયા પ્રકારની છે એ સમજવું હોય તો તેમની એક સ્ટોરીનું શીર્ષક આ પહેલા વાંચી લો…
 
‘Moist India : The Search for Economic Justice’. એટલે કે ‘નબળું ભારત: આર્થિક ન્યાયની શોધ’. જોસેફે આ સ્ટોરી પેસિફિક રેડિઓ માટે કરી હતી. વામપંથી જોસેફ હિન્દુત્વના મજબૂત વિરોધી રહ્યા છે.
 

 
 
હવે વાત કરીએ “કારવાં” સામયિકની, તો મીડિયા જગતમાં તેનો દબદબો કાયમ છે. સનસનાટી ફેલાવનારું આ સામયિક છે. ગમેતેવા રીપોર્ટ તે પ્રકાશિત કરે છે. ‘India’s First Long-Form Narrative Journalism Magazine’ આ તેમની ટેગ લાઇન છે. જોકે તેની બહુ કોપી વેચાય છે એવું નથી. આ સામયિક બે ભાષામાં છપાય છે. અંગ્રેજીની ૩૦ હજાર અને હિન્દીની ૧૦ હજાર કોપીઓ છપાય છે. જરા વિચારો દિલ્હી જેવા શહેરમાં માત્ર આટલી કોપી સાથે બજારમાં ટકી શકવું કેટલું મુશ્કેલ છે. આમા વળી જોસેફ ન્યૂયૉર્કર સામયિકને છોડીને અહીં જોડાયા છે. પગાર તો ઢગલો જ આપવો પડ્યો હશે. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે આ સામયિક ફંડિંગથી ચાલે છે. ચાલે એમા વાંધો પણ નથી પણ દેશવિરોધી લખાણો લખવા બહારથી આવેલા પૈસા થકી આવું કામ ચાલતું હોય તો વિચારવું રહ્યું.
 
તમે કહેશો કે આ બધું તો ઠીક છે પણ અત્યારે આ બધું લખવાની શી જરૂર છે? લખવાની જરૂર એટલા માટે પડી છે કે આ વખતની એટલે કે ઓગષ્ટ મહિનાના અંકની કવર સ્ટોરીમાં ફરી કારવાં એ પોતાની ન મૂકવા જેવી વાત મૂકી છે. તેની કવરસ્ટોરીનું શીર્ષક છે Tulsi Gabbard – How the Sangh built up the first Hindu candidate for US President. બહુ રોચક રીતે આ સ્ટોરી લખાઇ છે. અમેરિકાની સાંસદ તુલસી ગેબાર્ડને ચાલાકીથી રા.સ્વ.સંઘ સાથે જોડવાનો પ્રયાસ થયો છે.
 
આ કવરસ્ટોરી કેટલા પાનાની છે ખબર છે? ૫૭ પાનાની. લેખક છે પીટર ફ્રેડ્રિક. આમનો પરિચય આપુ તો આ લેખક વાયર (The Wire) , ક્વિન્ટ (The Quint) જેવા માઓવાદી વિચારધાર ધરાવતા ન્યુઝ પોર્ટલ પર નિયમિત લખે છે. પીટરે એક પુસ્તક પણ લખી છે. ‘Captivating the Simple-Hearted : A struggle for Human Dignity in the Indian Subcontinent’. આ પુસ્તકમાં તેણે બ્રાહ્મણોએ અહીંના મૂળ નિવાસોઓ ને કેવી રીતે દબાવી રાખ્યા છે તે વિશે વિશ્રૂતમાં લખ્યું છે. હિન્દુત્વ વિરુધ જેટલું ઝેર ઓકી શકાય તેટલું ઓક્યું છે. આ જ તેમની લેખનશૈલી છે.
 
હવે આ મહાશયે કારવાં સામયિક માટે તુલસી ગેબાર્ડ ને લઈને એક સ્ટોરી લખી છે. અને આ સ્ટોરીમાં તેને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવી છે કે તે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ તરફથી તૈયાર કરાયેલી ઉમેદવાર છે.
અમેરિકામાં હવે રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ શરૂ થઈ ગયો છે. અહી બે પ્રકારની ચૂંટણી થાય છે. પહેલા પક્ષો પોતાની પાર્ટીમાંથી પોતાનો રાષ્ટ્રપતિના પદ માટેનો ઉમેદવાર પસંદ કરે છે અને પછી આ ઉમેદવારે લોકોના મત મેળવી રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું પડે છે. અમેરિકામાં બે જ પ્રમુખ પાર્ટીઓ છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન.. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે. આ વખતે પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પ જ માનવામાં આવે છે.
 
હવે વાત કરીએ ડેમોક્રેટિક પાર્ટીની. ઓબામાં આ પાર્ટીના જ હતા. ઓબામા પછી હિલેરી ક્લિન્ટન આ પાર્ટીની ઉમેદવાર બની પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારવું પડ્યું હવે આ વખતની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી તુલસી ગેબાર્ડને મજબૂત ઉમેદવાર ગણવામાં આવે છે. ચારવાર સેનેટમાં તે ચૂંટાયેલી નેતા છે. તે અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ છે.
પરંતુ મહત્વની વાત એ છે કે ૩૮ વર્ષની તુલસી ગેબાર્ડ મૂળરૂપે હિન્દુ નથી. તેમના માતા પિતા પણ હિન્દુ નથી. માઈક ગેબાર્ડ તેમના પિતા છે. તેમના પહેલા પતિ હતા એદુઆર્દો તામયો અને તેમના હાલના પતિ છે અબ્રાહમ વિલિયમ્સ. એટલે કે દૂર દૂર સુધી તુલસી ગેબાર્ડનો સંબંધ હિન્દુત્વ સાથે નથી. તો તમે કહેશો કે તુલસી નામ તો હિન્દુ જેવુ છે. તેને અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તમે કેવી રીતે કહો છો?
 

 
 
તો વાત જાણે એમ છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના વિચારોથી તે પ્રેરિત થઈ છે. હિન્દુત્વની સંકલ્પનાઓ તેને ગમે છે. તેણે શાકાહાર અપનાવ્યો છે. પોતાની જીવનશૈલીને હિન્દુત્વમાં ઢાળવાનો એણે પ્રયાસ કર્યો છે. ખૂબ વિચારી તેણે નામ પણ તુલસી રાખ્યું. તેમના ભાઇઓના નામ પણ સંસ્કૃત આધારિત છે. અમેરિકન સેનેટમાં ગીતા પર હાથ મૂકીને તેણે સીનેટરની શપથ લીધી હતી. અને તે ખૂબ ગર્વ સાથે પોતાને હિન્દુ ગણાવે છે.
 
હવે કલ્પના કરો કે જો તુલસી ગેબાર્ડ અમેરિકાની રાષ્ટ્રપતિ બની જાય તો? વિચારો વિશ્વ આખાનો નજરીયો કેવો હશે? ભારતની આમા ભૂમિકા કેવી હશે? આ વિચારથી ગંભરાઈને કેટલીક મોટી લોબી આ સમયએ દુનિયામાં એક્ટિવ થઈ ગઈ છે. આશય એટલો જ છે કે તુલસી ગેબાર્ડ ગમેતે રીતે ડેમોક્રેડિક પાર્ટીની રાષ્ટ્રપતિની ઉમેદવાર ન બનવી જોઇએ. આ જ તેમનું લક્ષ્ય છે. The Caravana માં છપાયેલી ૫૭ પાનાની કવરસ્ટોરી આ લક્ષ્ય મેળવવા માટે ધડાયેલી વ્યુહરચનાની એક નાનકડી કડી છે.
 
પશ્ચિમ જગતમાં રાઈટ વિંગ અથવા રાઈટ એક્સટ્રિમિસ્ટ અથવા હાર્ડકોર નેશનાલિસ્ટ જેવા શબ્દોનો અર્થ સારો ગણવામાં આવતો નથી. ત્યાંના લોકો રાઈટ વિંગને “નાજી” વિચારધારા સાથે જોડે છે. માટે જો કોઇના પર એક્સટ્રિમ રાઈટ વિંગનું લેબલ લાગી જાય તો પછી ત્યાંનો સમાજ તેને સ્વીકરતો નથી. બસ આ લેબલ તુલસી ગેબાર્ડના માથે ચોટાડવાની કોશિશ આ કવરસ્ટોરી દ્વારા થઈ છે.
 
આની શરૂઆત થઈ આ વર્ષની શરૂઆતથી જ. અમેરિકાના પ્રખ્યાત શો “લાસ્ટ વીક ટુનાઈટ”માં જોન ઓલિવરે પહેલીવાર તુલસી ગેબાર્ડને એક્સટ્રિમ રાઈટ વિંગના રૂપે સ્થપિત કરવાની કોશિશ કરી હતી. HBO ના આ લોકપ્રિય શોમાંથી પ્રેરણા લઈને ભારતમાં શેખર સુમને “મૂવર્સ એન્ડ શેખર્સ” ટોક શો શરૂ કર્યો હતો.
 
આટલું થયા પછી નેટફ્લિક્સ પર પણ હસન મીનાજે પોતાના “પેટ્રિયટ એક્ટ” નામના કાર્યક્રમમાં આ રીતે જ તુલ્સી ગેબાર્ડની રજૂઆત કરી હતી. હસન મીનાજ ભારતીય અમેરિકન છે. તે પોતાના કાર્યક્રમોમાં ભાજપ અને વડાપ્રધાની મજાક ઉડાવતો રહે છે.આ બધાએ લાગે છે કે તુલસી ગેબાર્ડને આ રીતે રજૂ કરવાનું મિશન બનાવી લીધું છે. અને તેના પર કામ પણ ચાલુ થઈ ગયુ છે.
 

 
 
The Caravana સામયિકે ૫૭ પાનાના લેખમાં તુલસી ગેબાર્ડને સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકામાં યોજાયેલા સાર્વજનિક કાર્યક્રમોમાં સંઘ, ભાજપના નેતા સાથે તુલસી ગેબાર્ડ હાજર રહી હોય તેવા ફોટા પ્રકાશિત કરવામાં આવ્યા છે અને તેના વિશે લખવામાં આવ્યું છે. સંઘ સાથે જોડાયેલા લોકો કઈ રીતે તુલસી ગેબાર્ડને ફંડ આપી રહ્યા છે તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. અનેક અસત્ય વાત આ રીતે મૂકવામાં આવી છે…જેમ કે…
 
Sangh activists demolished the Babri Masjid in 1992, setting of communal violence across India. The same year, L K Advani decided that the BJP needed a global presence. He founded the Overseas Friends of BJP to help project ‘a positive and correct image’.
 
ગુજરાતીમાં સમજીએ તો….સંઘના કાર્યકર્તાઓએ ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી અને સમગ્ર ભારતમાં હિંસા ફેલાવી. ત્યાર પછી એલ કે આડવાણીને લાગ્યું કે ભાજપની વૈશ્વિક ઉપસ્થિતિ જરૂરી છે માટે તેમને ભાજપની સારી અને સકારાત્મક છબી ઉભી કરવા Overseas Friends of BJP ની સ્થાપના કરી.
 
આ તો સાવ ખોટી વાત છે. કેમ કે Overseas Friends of BJP ની સ્થાપના તો વર્ષ ૧૯૮૨માં થઈ છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે કઈ રીતે આ લોકો પોતાનો ગોલ સિધ્ધ કરવા જુઠ્ઠાણા ફેલાવે છે.
 
કુલ મિલાકે આ એક આયોજન પૂર્વક વિચારેલુ વૈશ્વિક ષડયંત્ર છે. જેમાં બધા જ વામપંથી, માઓવાદી, ખ્રિસ્તી સંસ્થાઓ એક થઈને તુલસી ગેબાર્ડને સંઘ સાથે જોડવા માંગે છે. તેમને એવું લાગે છે કે જો આવું થાય તો તુલસી ગેબાર્ડનું રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ થવું અધરું બનશે. આ જ તેમનું ગણિત છે.
 
મજાની વાત એ છે કે હવે વૈશ્વિક રાજનીતિમાં પણ “હિન્દુત્વ” અને “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” મહત્વના શબ્દો બની ગયા છે…
- પ્રશાંત પોલ
- Vskbharat.com