ભારતના આ રાજ્યના ૧૩માંથી ૩૭ જિલ્લા થયા! કેમ ખબર છે? કારણ રાજકારણ તો નથી ને?!

    ૨૬-ઓગસ્ટ-૨૦૧૯

 
 

૨૦૨૧ની ચૂંટણી જીતવા આ રાજ્યના મુખ્યમંત્રીએ રાતો રાત રાજ્યના પાંચ જિલ્લા બધારી દીધા?!

 
વાત તમિલનાડુની છે. ૧૫ ઑગષ્ટે અહીંના મુખ્યમંત્રી એડાપ્પડી કે. પલાનીસ્વમી તમિલનાડુના વેલ્લોર જિલ્લાના ત્રણ ભાગ પાડી એક ના ત્રણ જિલ્લા ઘોષિત કરી દીધા. એટલે કે હવે વેલ્લોર, રાનીપેટ અને તિરૂપત્તૂર એમ એકમાંથી ત્રણ જિલ્લા થયા. મુખ્યમંત્રીનું કહેવું છે કે આ બધુ મારી ઇચ્છાથી નહી પણ મંત્રિઓ, ધારાસભ્યો અને જનતાની ઇચ્છાથી થયું છે. પણ કેટલાક લોકો આને બાટો અને રાજ કરોની નીતિ કહી રહ્યા છે. આવું એટલા માટે કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી એડાપ્પડી કે. પલાનીસ્વમીએ તમિલનાડુના તિરૂનેલવેલી અને કાંચીપૂરમ જિલ્લાને કાપીને તેનકાશી અને ચેંગલપટ્ટુ નામના બે જિલ્લા જાહેર કર્યા હતા. આ રીતે ૨૦૧૯માં અત્યાર સુધીમાં તમિલનાડુમાં પાંચ નવા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે.
 
એક વર્ષમાં એક રાજ્યમાં પાંચ જિલ્લા નવા બનાવ્યા હોય તેવો આ મુખ્યમંત્રીનો રેકોર્ડ છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ પાંચ જિલ્લા નવા તો જાહેર થયા પણ તેની સાથે બીજા અનેક વિસ્તારો એવા છે જે પોતાને અલગ જિલ્લો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. અહીંના મઈલાડુથુરૈના વેપારીઓ પોતાના આ વિસ્તરને નાગમપટ્ટિમ જિલ્લાથે અલગ કરી નવો જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે. આ માટે તેમણે હડતાલ પણ કરી હતી અને વિરોધમાં ત્રણ દિવસ માટે પોતાની દુકાન બંધ પણ રાખી હતી. આ ઉપરાંત અહીંના પોલાચી અને શંકરનકોલિવ વિસ્તાર પણ પોતાને અલગ જિલ્લો જાહેર કરવાને માંગ કરી રહ્યા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૬૯ માં આ રાજ્યનું નામ બદલીને તમિલનાડુ કરવામાં આવ્યું. આ પહેલા આ રાજ્યનું નામ મદ્રાહ પ્રાંત હતું. મદ્રાશ શહેરનું નામ એજ હતું પણ હવે તેને પણ બદલીને ચેન્નઈ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૯ સુધી આ રાજ્યના માત્ર ૧૩ જ જિલ્લા હતા. આજે તમિલનાડુ રાજ્યના કુલ ૩૭ જિલ્લા છે. પાંચ તો આમાં આ વર્ષે જ ઉમેરાયા. આવનારા સમયમાં આમા કેટલા ઉમેરાય એ કહેવાય નહી.
 
પ્રશ્ન એ થાય કે કોઇ જિલ્લાને તોડી બે જિલ્લા બનાવાથી શું થવાનું છે? આમા શું ફાયદો થાય? ફાયદો થાય તો કોને થાય? એક વાત તો સ્પષ્ટ છે કે રજનીતિને અહીં ફાયદો અવસ્ય થાય. વિસ્તારને તોડવાથી તેની સીધી અસર જે ને પક્ષની વોટબેંક પર થતી હોય છે. એટલે સીધી રીતે આ દેખીતો ફાયદો છે. એટલ તો તમિલનાડુના રાજકીય વિશ્લેષકો મુખ્યમંત્રી એડાપ્પડી કે. પલાનીસ્વમીની આ નીતિને બાંટો અને રાજ જરવાની નીતિ કહી રહ્યા છે. જોઇએ ૨૦૨૧માં આહી ચૂંટણી છે. પરિણામ આવે એટલે ખબર પડે કે કોને ફાયદો થયો. બાકી હાલ તમિલનાડુ તૂટી રહ્યું છે. નાનું થઈ રહ્યું છે. કેટલું થશે તે સમય બતાવશે…!