રાહુલ ગાંધીએ કેમ કહેવું પડ્યું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે? પાકિસ્તાનને આમા કોઇ લેવા દેવા નથી!

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૯

 
 
જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ થયા પછી કોંગ્રેસ અને તેના તેનાઓના એવા નિવેદનો આવ્યા છે જે તમે સાંભળો તો એવું લાગે કે આ લોકો પાકિસ્તાન તરફી છે અથવા વિપક્ષે સત્તા પક્ષનો વિરોધ કરવાનો હોય એટલે ૩૭૦ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યો છે. Article 370 ની નાબૂદી પછી જે માહોલ દેશમાં જોવા મળ્યો તેના પરથી લાગે છે કે માત્ર મોદી સરકાર જ નહી પણ દેશની જનતાની પણ ઇચ્છા હતી કે Jammu Kashmir માંથી Article 370 હટે.
 
હવે ધાર ૩૭૦ હટી ગઈ છે. કોંગ્રેસ અને તેના નેતાઓએ કરી શકાય એટલો વિરોધ આ સંદર્ભે કર્યો. એનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ રાહુલ ગાંધીના અને કોંગ્રેસના કેટલાંક નેતાઓના બયાનો પોતાની સંસદમાં ટાંકવા લાગ્યા. એટલે અહીં એવું સાબિત થયુ કે ભારતની એક મુખ્ય પાર્ટીના મુખ્ય નેતા પણ પાકિસ્તાનને “ગમે” તેવી ભાષા બોલે છે. જે પાકિસ્તાનની સંસદમાં કોર્ટ થાય છે.
 

 
 
જેના પડધા સોશિયલ મીડિયામાં પડ્યા. સોશિયલ મીડિયાની જનતાએ કોંગ્રેસના તેનાઓને આડે હાથ લીધા. પાકિસ્તાનને આપણા જ તેનાઓનો ઉપયોગ કર્યો. તેણે આપણા જ નેતાઓના વિચારોને રજૂ કરી અમેરિકા અને યુનોમાં કહ્યું કે ભારતના પ્રતિષ્ઠિત અને લોકમાન્ય નેતા જ ૩૭૦ ન હટે તેના પક્ષમાં છે. આ વાતનું ભાન હવે વિપક્ષને થયું લાગે છે.
 

 
 
મોદી સરકાર જમ્મુ- કાશ્મીરમાંથી ૩૭૦ નાબૂદ થયા પછી અહીં હિંસા ન થાય અને કાશ્મીર મુખ્યધારામાં આવી જાય તે માટે થાય એટલા પ્રયાસો કરી રહી છે. પણ કેટલાંક નેતાઓ અહીં જઈ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એટલે તેમને પણ ઇરાપૂર્વક સરકર દ્વારા અહીં જવા દેવામાં આવતા નથી. તેમને રોકવામાં આવે છે. રાહુલ ગાંધી હોય કે તેમનું પ્રતિનિધિ મંડળ હોય બધાને જમ્મુ-કાશ્મીર એરપોર્ટ સુધી જ જવા દેવાયા છે. મંશા એવી છે કે જમ્મુ-કાશ્મીરમાં જ્યા સુધી સામન્ય માહોલ ન બને ત્યાં સુધી અહીં રાજનીતિ ન થાય.
 
પણ હવે રાહુલ ગાંધીને આ બધુ અને દેશની જનતાનો મિજાજ સમજાયો લાગે છે. આજે તેમણે બે ટ્વીટ કરી બધાને ચોંકાવી દીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે કાશ્મીર ભારતનો આતંતિક મામલો છે. આ બાબતે પાકિસ્તાને કે અન્ય કોઇ દેશે વચ્ચે આવવાની જરૂર નથી. કાશ્મીરમાં હિંસા પાકિસ્તાન દ્વારા ફેલાવાઈ રહી છે. પાકિસ્તાન દુનિયામાં આતંકવાદનો સમર્થક દેશ છે.
 
રાહુલ ગાંધીએ એ પણ લખ્યું કે અનેક મુદ્દા પર હું સરકાર સાથે અસહમત છું પણ હું એ સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આ બાબત અમારી આતંરિક છે તેમાં કોઇ પણ દેશે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી
 
જો કે સોશિયલ મીટિયા અને મુખ્ય મીડિયાના આને રાહુલ ગાંધીનું યુ-ટર્ન માને છે. કદાચ એવું હોય શકે કે રહી રહી ને તેમને લાગ્યું હોય કે આખો દેશ પાકિસ્તાન અને ૩૭૦ વિરોધી છે અને અમે પાકિસ્તાન અને ૩૭૦ના પક્ષમાં બોલી રહ્યા છે…