કોણ કહે છે કે, તુલસીદાસે શ્રીરામ જન્મભૂમિનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો ?

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૯

 
 
થોડા સમય પહેલાં જાણીતી ન્યૂઝ ચેનલ ‘ઝી ન્યૂઝ’ પર શ્રીરામ જન્મભૂમિ અંગે એક ચર્ચા ચાલી રહી હતી. તેમાં સમાજવાદી પાર્ટીના એક નેતા મહાશય નામથી તો હિન્દુ હતા, પરંતુ બાબરના સંતાનોને શરમાવે એ હદે રામમંદિરનો વિરોધ કરી રહ્યા હતા. તે વારંવાર રામમંદિરના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવી રહ્યા હતા. તેમની દલીલ હતી કે જો શ્રીરામ મંદિરને તોડી પડાયું હતું તો તેનો ઉલ્લેખ તુલસીદાસે રામાયણમાં કેમ નથી કર્યો ? તેમનો પ્રશ્ર્ન વાજબી પણ હતો, પરંતુ તેઓને કદાચ ખબર નથી કે તુલસીદાસજીએ પણ બાબરી મસ્જિદનો ઉલ્લેખ કર્યો છે. તુલસીદાસે બાબર તથા રામજન્મભૂમિ મંદિરનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પરંતુ આવી વાહિયાત વાતો કરનારા તુલસીદાસજીની તમામ રચનાઓથી કદાચ અજાણ છે. તેઓને કદાચ ખબર નથી કે ‘રામચરિત માનસ’ સિવાય પણ તુલસીદાસે અન્ય અનેક ગ્રંથોની રચના કરી છે. તુલસીદાસજી દ્વારા તુલસી શતકમાં આ ઘટનાનું વિસ્તારપૂર્વક વિવરણ આપ્યું છે. છતાં આપણા વામપંથી વિચારકો અને ઇતિહાસકારો જડબાં ફાડી ફાડી રાડો પાડી ભ્રમ ફેલાવી રહ્યા છે કે રામચરિત માનસમાં શ્રીરામ જન્મભૂમિ જેવી કોઈ ઘટનાનું વર્ણન જ નથી. શ્રી નિત્યાનંદ મિશ્રાએ એક પત્રવ્યવહારમાં ‘તુલસી દોહા શતક’નો અર્થ ઇલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. અહીં તેના અર્થોને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ.
 
मन्त्र उपनिषद ब्राह्मनहुँ बहु पुरान इतिहास|
जवन जराये रोष भरि करि तुलसी परिहास ॥
 
તુલસીદાસજી કહે છે કે ક્રોધથી ઓતપ્રોત યવનોએ મોટા પ્રમાણમાં મંત્ર (સંહિતા) ઉપનિષદ, બ્રાહ્મણગ્રંથો (જે વેદના અંગ હોય છે) તથા પુરાણ અને ઇતિહાસ સંબંધી ગ્રંથોનું અપમાન કરી તેમને બાળી નાખ્યા.
 
सिखा सूत्र से हीन करि बल ते हिन्दू लोग |
भमरि भगाये देश ते तुलसी कठिन कुजोग ॥
 
શ્રી તુલસીદાસજી કહે છે બળપૂર્વક હિન્દુઓને શિખા (ચોટલી) અને યજ્ઞોપવીત રહિત કરી તેમને ગૃહવિહીન કરી પૈતૃક દેશમાંથી ભગાડી દેવાયા.
 
बाबर बर्बर आइके कर लीन्हे करवाल |
हने पचारि पचारि जन तुलसी काल कराल ॥
 
શ્રી તુલસીદાસજી કહે છે હાથમાં તલવાર લઈ બર્બર બાબર આવ્યો અને લોકોને લલકારી લલકારી તેમની હત્યા કરી. એ સમય અત્યંત ભીષણ હતો.
सम्बत सर वसु बान नभ ग्रीष्म ऋतु अनुमानि |
तुलसी अवधहिं जड़ जवन अनरथ किये अनखानि ॥
 
આ દુહામાં જ્યોતીષીય કાલગણનામાં અંક ડાબીથી જમણી બાજુ તરફ લખવામાં આવતા હતા. શર = ૫, વસુ = ૮, બાન (બાણ) = ૫, નભ = ૧ એટલે કે વિક્રમ સંવત ૧૫૮૫ અને વિક્રમ સંવતમાંથી ૫૭ વર્ષ ઓછાં કરી દેવાથી ઈ.સ. ૧૫૨૮ આવે છે.
 
राम जनम महि मंदरहिं, तोरि मसीत बनाय | 
जवहिं बहुत हिन्दू हते, तुलसी कीन्ही हाय ॥
 
રામ જન્મભૂમિનું મંદિર નષ્ટ કરી તેઓએ એક મસ્જિદ બાંધી અને અસંખ્ય હિન્દુઓની હત્યા કરી. તે વિચારી તુલસીદાસજી શોકાકુલ થયા.
 
दल्यो मीरबाकी अवध मन्दिर रामसमाज |
तुलसी रोवत ह्रदय हति त्राहि त्राहि रघुराज ॥
 
મીરબાંકીએ મંદિર તથા રામસમાજ (રામ દરબારની પ્રતિમાઓ)ને નષ્ટ કરી. રામ પાસે રક્ષાની યાચના કરતાં શોકાકુલ હૃદયે તુલસીદાસજી રડ્યા.
 
राम जनम मन्दिर जहॉं तसत अवध के बीच |
तुलसी रची मसीत तहँ मीरबाकी खाल नीच ॥
 
શ્રી તુલસીદાસજી કહે છે કે, અયોધ્યા મધ્યે જ્યાં રામમંદિર હતું ત્યાં નીચ મીરબાકીએ મસ્જિદ બાંધી દીધી.
 
रामायन घरि घट जँह, श्रुति पुरान उपखान |
तुलसी जवन अजान तँह, कइयों कुरान अज़ान ॥
 
શ્રી તુલસીદાસજી કહે છે કે, જ્યાં રામાયણ, શ્રુતિ, વેદ-પુરાણ સંબંધિત પ્રવચન થતાં હતાં, ઘંટના રણકાર સંભળાતા હતા ત્યાં અજ્ઞાની યવનોની કુરાન અને અજાન થવા લાગી.
 
આના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ગોસ્વામી તુલસીદાસજીની આ રચનાઓમાં રામજન્મભૂમિ વિધ્વંસનું વિસ્તૃત રૂ‚પે વર્ણન થયેલું છે, ત્યારે વામપંથીઓનું શ્રીરામે જન્મભૂમિનો તુલસીદાસજીએ ઉલ્લેખ ન કર્યો હોવાનું જુઠ્ઠાણું આપોઆપ બેનકાબ થઈ જાય છે.