ઓગષ્ટ । ચાલો રમીએ કેબીસી, તમારી ચતુરાઈને ચકાશતા ૨૦ લેટેસ્ટ પ્રશ્નો અને જવાબ

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૯   
 
 
 
૧. આઈસીસી હૉલ ઓફ ફેમમાં કયા ભારતીય ખેલાડીનો છઠ્ઠા ભારતીય ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ?
 
(અ) વિરાટ કોહલી (બ) મહેન્દ્રસિંહ ધોની
(ક) સચિન તેંડુલકર (ડ) સૌરવ ગાંગુલી
 
૨. આચાર્ય દેવવ્રત ગુજરાતના કોણ છે ?
 
(અ) ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
(બ) સાહિત્ય પરિષદના પ્રમુખ
(ક) રાજ્યપાલ
(ડ) વિધાનસભાના અધ્યક્ષ
 
૩. વિમાન નિર્માતા કંપની બોઇંગ કયા પ્રકારના વિમાનને દુર્ઘટનાઓને કારણે બંધ કરી રહી છે ?
 
(અ) ૭૩૭ મેક્સ (બ) ૭૭૭ એક્સ
(ક) ઊંઈ ૭૬૭ (ડ) ૯૦૦ ઊછ
 
૪. અમેરિકન સ્પોર્ટ્સ મેગેઝિન ‘સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ’એ કયા ખેલાડીને વિશ્ર્વના સૌથી ફેશનેબલ ખેલાડી તરીકે પ્રથમ સ્થાન આપ્યું છે ?
 
(અ) મારિયા શારાપોવા (બ) સેરેના વિલિયમ્સ
(ક) વિનસ વિલિયમ્સ (ડ) રોજર ફેડરર
 
૫. ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને કયા દેશે ‘ઓફ ધ યર એવોર્ડ’ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે ?
 
(અ) ઇંગ્લેન્ડ (બ) ન્યુઝીલેન્ડ
(ક) ઓસ્ટ્રેલિયા (ડ) દ. આફ્રિકા
 
૬. બ્રિટનની ઇન્ટરનેટ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિસિસ ફર્મ યુગોવેએ આ વર્ષની સૌથી લોકપ્રિય મહિલાઓમાં કોને પ્રથમ સ્થાન આપ્યું છે ?
 
(અ) ઓપેરા વિન્ફ્રે (બ) એન્જેલિના જોલી
(ક) ક્વિન એલિઝાબેથ (ડ) મિશેલ ઓબામા
 
૭. ભારતના કુલ મીઠા ઉત્પાદનનું કેટલા ટકા મીઠું ગુજરાતમાં પાકે છે ?
 
(અ) ૫૦% (બ) ૮૦%
(ક) ૩૦% (ડ) ૭૦%
 
૮. કયા દેશમાં રાષ્ટ્રીય વૃક્ષારોપણના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે ?
 
(અ) તુર્કી (બ) ફિલિપાઈન્સ
(ક) ગ્રીસ (ડ) કેન્યા
 
૯. ‘સોલર સહેલી પ્રોજેક્ટ’થી કયા રાજ્યની મહિલાઓ ઘરને રોશન કરી રહી છે ?
 
(અ) ગુજરાત (બ) રાજસ્થાન
(ક) દિલ્હી (ડ) તમિલનાડુ
 
૧૦. વિશ્ર્વનું સૌપ્રથમ હાઇસ્પીડ ટ્રેન સાઉન્ડ બેરિયર કયા દેશમાં બનાવવામાં આવ્યું છે ?
 
(અ) રશિયા (બ) ભારત
(ક) ચીન (ડ) જાપાન
 
૧૧. ચંદ્રયાન-૨નું સફળ પ્રક્ષેપણ ક્યારે કરાયું ?
 
(અ) ૧ જુલાઈ, ૨૦૧૯ (બ) ૧૪ જુલાઈ, ૨૦૧૯
(ક) ૨૧ જુલાઈ, ૨૦૧૯ (ડ) ૨૨ જુલાઈ, ૨૦૧૯
 
૧૨. અહિકા મુખર્જીએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ આલેખ્યો ?
 
(અ) ચેસ (બ) ટેબલ-ટેનિસ
(ક) ટેનિસ (ડ) સ્કવોશ
 
૧૩. ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ૧૬ વર્ષ બાદ શેમાં વર્લ્ડકપ જીત્યો ?
 
(અ) ક્રિકેટ (બ) નેટબોલ
(ક) હોકી (ડ) ફૂટબોલ
 
૧૪. બે રાજ્યો છત્તીસગઢ અને ઓડિશાની સૌથી મોટી નદી કઈ છે ?
 
(અ) મહા (બ) મહિ
(ક) ગંગા (ડ) યમુના
 
૧૫. બોરિસ જોનસન કયા દેશના વડાપ્રધાન છે ?
 
(અ) નોર્વે (બ) ઓસ્ટ્રેલિયા
(ક) બ્રિટન (ડ) પોર્ટુગલ
 
૧૬. દેશમાં ‚ફટોપ સોલાર પેનલ લગાવવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
 
(અ) તમિલનાડુ (બ) ગુજરાત
(ક) મહારાષ્ટ્ર (ડ) મધ્યપ્રદેશ
 
૧૭. ભારતના ૭૦ વર્ષના ઇતિહાસમાં માત્ર ૧૫ વર્ષના આર્યન નહેરાએ કઈ રમતની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને સૌથી યુવા ખેલાડીનું બિરુદ મેળવ્યું ?
 
(અ) હોકી (બ) બેડમિન્ટન
(ક) બોક્સિગં (ડ) સ્વિમિંગ
 
૧૮. સ્પ્રિન્ટર હિમાદાસે એક માત્ર જુલાઈ માસમાં જ કેટલા ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા ?
 
(અ) ત્રણ (બ) સાત
(ક) ચાર (ડ) પાંચ
 
૧૯. પર્જન્ય યજ્ઞ શેના માટે કરવામાં આવે છે ?
 
(અ) ધનવર્ષા માટે (બ) સંકટ ટાળવા માટે 
(ક) વરસાદ લાવવા માટે (ડ) વિજેતા થવા માટે
 
૨૦. ઇન્ટરનેશનલ ચેસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 
(અ) ૨૩મી જુલાઈ (બ) ૨૦મી જુલાઈ
(ક) ૧૭મી જુલાઈ (ડ) ૨૫મી જુલાઈ
 
૧ (ક), ૨ (ક), ૩ (અ), ૪ (બ), ૫ (બ), ૬ (ડ), ૭ (ડ), ૮ (અ), ૯ (બ), ૧૦ (ક), ૧૧ (ડ), ૧૨ (બ), ૧૩ (બ), ૧૪ (અ), ૧૫ (ક), ૧૬ (બ), ૧૭ (ડ), ૧૮ (ડ),
૧૯ (ક), ૨૦ (બ).