@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ મિશન કાશ્મીર પર મોદી સરકાર…ધારા ૩૭૦ કાશ્મીર છોડો

મિશન કાશ્મીર પર મોદી સરકાર…ધારા ૩૭૦ કાશ્મીર છોડો


 
ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવવાની જાહેરાત કરી છે. પહેલાથી મીડિયામાં ચાલી રહ્યુ હતું કે આજે અમિત શાહ રાજ્યસભામાં આવશે અને એક ઐતિહાસિક નિર્ણય લેવાની જાહેરાત કરશે. અને અવું જ થયું છે. ધારા ૩૭૦ હટાવવાની જાહેરાત કરી એક ઐતિહાસિક જાહેરાત પણ કરી છે. આ જાહેરાત સાથે બીજુ શું શું કહ્યું વાંચો…
 
#જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ની બધી જોગવાઈઓમાંથી માત્ર એક જ જોગવાઈ લાગૂ રહેશે. જે પણ પરિવર્તન કરવામાં આવ્યું છે તેને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે.
 
# આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીરમાંથી ૩૫એ પણ દૂર થઈ ગઈ છે.
 
# લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવાયું છે. તે હવે અલગ કેન્દ્ર શાસિત રાજ્ય હશે. એટલે કે તે હવે પહેલું વિધાનસભા વગરનું રાજ્ય હશે.
 
# જમ્મુ કાશ્મીર પણ અલગ રાજ્ય હશે. આ પણ કેન્દ્ર શાસિત રાજ્ય હશે. જો કે અહીં વિધાનસભા હશે.
 
# મીડિયાના અહેવાલ મૂજબ આગામી ૭ ઓગષ્ટે વડાપ્રધાન રષ્ટ્રને સંબોધિત કરી શકે છે.