જમ્મુ-કાશ્મીરમાં કલમ-370, અનુચ્છેદ 35-A હટાવવા અંગેનું બિલ રાજયસભામાં 125 વિરુદ્ધ 61 મતે પસાર થઈ ગયું છે ત્યારે જાણો આ વિશે કોણે શું કહ્યું ?

    ૦૫-ઓગસ્ટ-૨૦૧૯

 
 
સરકાર કે સાહસપૂર્ણ કદમ કા હમ હાર્દિક અભિનંદન કરતે હૈ. યહ જમ્મુ-કાશ્મીર સહિત પૂરે દેશ કે હિત કે લિએ અત્યાધિક આવશ્યક થા. સભી કો અપને સ્વાર્થી એવમ્ રાજનીતિક ભેદો સે ઉપર ઉઠકર ઈસ પહલ કા સ્વાગત ઔર સમર્થન કરના ચાહિએ.
- મોહનજી ભાગવત, સરસંઘચાલક
- સુરેશ (ભૈય્યાજી) જોશી, સરકાર્યવાહ
 
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાત કરી હતી તેને દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં રજૂ કરી સૌના સ્વપ્નને પૂર્ણ કર્યંુ છે. આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ નાબૂદ કરવાનો જે સંકલ્પ પ્રસ્તુત કરાયો છે. તે દેશના લોકોની અપેક્ષા પૂર્ણ કરવા સમાન છે.
- પ્રદિપસિંહ જાડેજા (ગૃહમંત્રી, ગુજરાત)
 
છેવટે જમ્મુ-કાશ્મીરના ભારતમાં સંપૂર્ણ વિલયનું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું. ખરેખર આજનો દિવસ ગૌરવશાળી છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સહિત હજારો શહીદોની શહાદતનું આજે સન્માન થયું છે.
- રામમાધવ (રાષ્ટ્રીય મહાસચિવ ભાજપ)
 
એક સ્વપ્ન હતું જે આજે સરકાર થયું છે. એક સંકલ્પ હતો જે આજે પૂર્ણ થયો છે. એક દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાન નહીં ચાલે. આજે શ્રદ્ધેય શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય અને હજારો રાષ્ટ્રભક્તોનું સ્વપ્ન પૂર્ણ થયું છે.
- શિવરાજસિંહ ચૌહાણ (પૂર્વ મુખ્યમંત્રી, મ.પ્ર.)
 
દેશનો ૭૦ વર્ષનો ઇંતેજાર ખતમ થયો છે. પહેલાં એવી ધમકી આપી હતી કે કલમ ૩૭૦ને હાથ લગાવ્યો તો રમખાણો કરાવી દઈશું. હવે દમ હોય તો કરાવો રમખાણો આ પ્રકારની ધમકી ભરી ભાષા હવે બંધ થશે. દેશના ભષ્માસુરોનો વધ થયો છે.
- સંજય રાઉત (શિવસેના)
 
કેન્દ્ર સરકારે શ્યામાપ્રસાદ મુખર્જી અને બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન પૂર્ણ કર્યંુ છે. અમને વિશ્ર્વાસ છે કે પ્રધાનમંત્રીજી અખંડ હિન્દુસ્તાનનું સ્વપ્ન પર્ણ કરશે.
- ઉદ્ધવ ઠાકરે (શિવસેના)
 
અમારો પક્ષ સરકારનાં આ નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે ઇચ્છીએ છીએ કે ધારા ૩૭૦ને હટાવવાનું બિલ પાસ થાય અમારો પક્ષ ધારા ૩૭૦ અને અન્ય બિલોનો કોઈ જ વિરોધ કરતો નથી.
- માયાવતી (બ.સ.પા.)
 
અમે કેન્દ્ર સરકારનાં નિર્ણયનું સમર્થન કરીએ છીએ. હવે આશા રાખીએ કે સરકારનાં આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે સાથે વિકાસના કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવશે.
- અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્હી)
 
આજનો દિવસ દેશ માટે ખરા અર્થમાં સંપૂર્ણ સ્વતંત્રતાનો દિવસ છે. આજે ખરા અર્થમાં ભારત એક થઈ ગયું છે.
- પરેશ રાવલ (અભિનેતા)
 
જમ્મુ-કાશ્મીર અને ખરા અર્થમાં ભારતનો ભાગ બન્યું છે. અમારો પક્ષ સરકારનાં આ કદમનું સંપૂર્ણ સમર્થન કરે છે.
- પ્રસન્ના આચાર્ય (બીજેડી)
 
સરકારનો આ નિર્ણય એક તરફી છે. જમ્મુ-કાશ્મીરીઓ સાથે કપટ છે. હવેની લડાઈ લાંબી અને ઘણી જ મુશ્કેલ છે. અમે તેના માટે તૈયાર છીએ !
- ઉમર અબ્દુલ્લા (પૂર્વ મુખ્યમંત્રી, જમ્મુ-કાશ્મીર)
 
ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર હવે ભારતનું અવિભાજ્ય અંગ બની ગયું છે. હવે તે સ્વર્ગ અને જન્નતના ફરિશ્તા પણ દેશનાં સામાન્ય નાગરિકોના અવિભાજ્ય અંગ બની ભારતમાં ભળી જાય એવી કામના.
- ઉદયપ્રકાશ (સાહિત્યકાર)
 
આજે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરે ૧૯૪૭માં ભારત સાથે આવવાનો નિર્ણય લીધો હતો, તે ખોટો સાબિત થયો છે. ભારત સરકાર દ્વારા ધારા ૩૭૦ હટાવવાનો નિર્ણય ગેરબંધારણીય છે.
- મહેબૂબા મુફ્તિ (પીડીપી)
 
અમારી આ મુદ્દે અલગ વિચારધારા છે. અમારા નેતા નીતિશકુમાર, જે. પી. નારાયણ, રામ મનોહર લોહિયા અને જ્યોર્જ ફર્નાડિઝના વિચારોને માને છે અને મારા મતે ૩૭૦ ના હટાવી જોઈએ.
- કે. સી. ત્યાગી (જેડીયૂ)
 
ભાજપે મતની લાલચે જમ્મુ-કાશ્મીરનાં ટુકડી કરી નાખ્યા છે. આ દેશ માટે કાળો દિવસ છે. ભાજપે સંવિધાનની હત્યા કરી એક રાજ્યનાં ઇતિહાસને જ ખતમ કરી દીધો છે. લદ્દાખમાં હવે મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચે ટકરાવ પેદા થશે.
- ગુલામ નબી આઝા (નેતા, કોંગ્રેસ)
 
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના ઐતિહાસિક અને સાહસિક નિર્ણય માટે અભિનંદન કાશ્મીર ભારતનો મુગટ છે. આજનો ઐતિહાસિક દિવસ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ અધ્યાય બનશે. આ નિર્ણય શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે.
- વિજયભાઈ ‚પાણી (મુખ્યમંત્રી, ગુજરાત)
 
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવવાનાં ઐતિહાસિક અને સાહસિક નિર્ણય લીધો છે તે દેશ માટે ગૌરવની વાત છે. આ ઐતિહાસિક નિર્ણય માટે અભિનંદન. એક ભારત અખંડ ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ્.
- નીતિનભાઈ પટેલ (નાયબ મુખ્યમંત્રી)