અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટમાં જોરદાર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે પહેલી મુશ્કેલી મુસ્લિમ પક્ષના વકિલને પડી છે...

    ૦૯-ઓગસ્ટ-૨૦૧૯

 
 
અયોધ્યા કેસ હવે કોર્ટમાં છે. મધ્યસ્થી પેનલ કઈ સમાધાન ન લાવી શકી એટલે સમાચાર આવ્યા કે હવે અઠવાડિયામાં ૫ દિવસ કોર્ટ ચાલશે અને સુનવણી થશે. સુપ્રીમ કોર્ટે કાલે એટલે કે ૮ ઓગષ્ટએ સુનવણી કરતા જણાવ્યું હતું કે હવે અઠવાડિયામાં પાંચ દિવસ આ બબતે સુનવણી થશે. હવે આ બાબતે મુસ્લિમ પક્ષના વકિલને તકલીફ થવા લાગી છે. તેને આ સમસ્યા લાગે છે. આજે એટલે કે ૯ ઓગષ્ટે મુસ્લિમ પક્ષના આ વકિલ રાજીવ ધવન મીડિયા સામે આવ્યા અને લોકોને તથા કોર્ટને જણાવું કે સળગ પાંચ દિવસ આ રીતે સુનવણી થાય એ શક્ય નથી.
 
સમસ્યા ગણાવતા તેમણે જણાવ્યું કે આ મામલે અનેક દસ્તાવેજો ઉર્દૂમાં છે. જો રોજ કોર્ટમાં કાર્યવાહી થાય તો તેને ઉર્દૂમાંથી હિન્દીમાં અનૂવાદ કરવું અધરું કામ છે. રાજીવ ધવને પોતાની અરજી નોંધાવતા ટોર્ચર શબ્દનો ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ રાજીવ ધવનની આ વાતને કાને ધરી છે અને કહ્યું છે કે આ વાત પર ધ્યાન અપાશે. અને આ બબતે તરત જવાબ આપવામાં આવશે.