કુદરત મહેરબાન । રાજયમાં સરેરાશ ૬૬.૪૪ ટકાથી વધુ વરસાદ । ૧૩ જળાશયો છલકાયા

    ૦૯-ઓગસ્ટ-૨૦૧૯

 
 
• સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૭૫.૯૯ ટકા પાણી
• ૧૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
• ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા
• દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૩.૨૬ ટકા વરસાદ
 
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૯ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૬.૪૪ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૩ જળાશયો છલકાયા છે. ૧૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૫.૯૯ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૩.૨૬ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.
 
રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪,૧૧,૪૯૦, ઉકાઇમાં ૪,૨૯,૦૬૩, કરજણમાં ૬૯,૩૬૦, હડફમાં ૬૯,૦૦૦, કડાણામાં ૩૯,૪૪૩, સુખીમાં ૩૫,૦૪૦.૬, મચ્છનાલામાં ૨૩,૦૪૯.૩, દમણગંગામાં ૨૨,૩૩૨, પાનમમાં ૨૨,૧૬૦, કાલી-૨ ૧૧,૭૭૩, વેર-૨માં ૯,૨૫૮ ક્યુસેકનો સમાવેશ થાય છે.
 
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૭૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૬૦.૩૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૮.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૪૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૮ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૬.૫૮ ટકા એટલે ૨,૫૯,૩૪૩.૧૩ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.