જ્યારે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને જનતાના દિલમાં ઉતરવાની કળા શીખવી!

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
રવિવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમના અંતમાં મોદીએ જે કર્યુ તેનાથી ટ્રમ્પ પણ ગદગદ થઈ ગયા.
 
વડાપ્રધાને એવું કર્યુ કે તેમની સ્ક્રીપ્ટમાં ન હતું. આ કામ કરીને વડાપ્રધાને ટ્રમ્પને શીખવ્યું કે કઈ રીતે પ્રજાની વચ્ચે જવાય અને તેમના દિલ સુધી પહોંચાય. થયું એવું કે હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આ કાર્યક્રમ આયોજન પ્રમાણે ચાલી રહ્યો હતો. બધું જ નક્કી હતું. કોણ કેટલું બોલશે? કોણ પહેલા બોલશે અને બોલ્યા બાદ કોણ ક્યાં જશે? તે બધું જ નક્કી હતું. પણ બધુ જ ધારાધોરણ પ્રમાણે થાય એવું નરેન્દ્ર મોદી હોય ત્યાં બને ખરું? નરેન્દ્ર મોદી હંમેશાં કઈક હટકે કરવામાં માને છે. આ કાર્યક્રમમાં પણ એમણે કંઇક એવું જ કર્યુ.
 
કાર્યક્રમના આયોજન પ્રમાણે પહેલા નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડનો પરિચય આપવાનો હતો અને પછી સ્ટેજ નીચે જઈ બેસી ટ્રમ્પને સાંભળવાના હતા. ટ્રમ્પના ભાષણ પછી મોદીને બોલવનું હતું અને પછી મોદીને સ્ટેજ પરથી ઉતરીને હોલની બહાર નીકળી હવાનું હતું. આટલું થાય એટલે કાર્યક્રમ પૂર્ણ. પણ મોદીને આ મંજૂર ન હતું.
 
નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ પતાવ્યા પછી મંચ નીચે ઉતરીને હોલની બહાર જવાના રસ્તે આગળ ન વધ્યા પણ મંચ નીચે ટ્રમ્પ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયા. વડાપ્રધાને પ્રોટોકોલ તોડ્યો એટલે સિક્રેટ સર્વિસ અને NSG વાળા તો ગભરાઈ જ ગયા. મોદી પ્રોટોકોલ તોડી ટ્રમ્પ પાસે પહોંચ્યા એટલે ટ્રમ્પને પણ નવાઈ લાગી પણ મોદીએ તેમને કહ્યુ કે શું આપણે આ હોલમાં એક ચક્કર મારી શકીએ? ટ્રમ્પે કહ્યું ચાલો.
 
હાથમાં હાથ નાખી આ બન્ને નેતાઓએ આખા હોલમાં ચક્કર લગાવ્યું. ઉપસ્થિત લોકોએ આ બન્ને નેતાઓને નજીકથી જોયા. લોકોએ પણ આ બન્ને નેતાઓને હાથ ઉંચો કરી આવકાર આપ્યો. આ સમયે ટ્રમ્પની બોડી લેગ્વેજ જોવા જેવી હતી. તેમને મનમાં થતું હશે કે લોકોની નજીક જવાનો મોદીનો આ ઉપાય તો જોરદાર છે. આ તો તેમની સ્ક્રીપ્ટમાં કે પ્રચારમાં હતું જ નહી. એટલે કહેવાનો મતલબ એ છે કે આગામી અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ આ રીતે લોકોની વચ્ચે જઈ પ્રચાર કરે તો નવાઈ નહી. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને જનતાના દિલમાં ઉતરવાની કળા શીખવી દીધી છે….!!

જુવો વીડિઓ…..