આ છે ભારત, ભારતીયો અને મોદીનું મહત્વ । ઈમરાનને જાકારો, મોદી માટે લાલ જાજમ

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૯

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ખુદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે બીજી તરફ મોદીની જેમ જ સાત દિવસના અમેરિકાના પ્રવાસે પહોંચેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા ત્યારે કોઈએ તેમનો ભાવ પણ ના પૂછ્યો. અમેરિકાની સરકાર તરફથી તેમને આવકારવા સુધ્ધાં કોઈ ગયું હાજર નહોતું રહ્યું. મોદીને આવકારવા માટે અમેરિકાએ લાંબી લાલ જાજમ પાછરી હતી જ્યારે ઈમરાન તેમના પ્લેનમાંથી નીચે આવ્યા ત્યારે બે ફૂટની લાલ જાજમ પાથરેલી હતી. આ જાજમની વ્યવસ્થા પણ વોશિંગ્ટન ખાતેના પાકિસ્તાની દૂતાવાસ દ્વારા કરવામાં આવી હતી.
 

 
 
ઈમરાન પણ નરેન્દ્ર મોદીની જેમ અમેરિકામાં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી એટલે સામાન્ય સભાને સંબોધવાના છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિલ સલમાનના સ્પેશિયલ એરક્રાફ્ટમાં અમેરિકા પહોંચેલા ઇમરાન ખાન છેક 27 સપ્ટેમ્બરે એટલે કે શુક્રવારે યુએનની જનરલ એસેમ્બલીને સંબોધશે અને એ વખતે પણ મુખ્યત્વે કાશ્મીરનો જ ઉલ્લેખ કરશે એ કહેવાની જરૂર નથી. ઈમરાન શનિવારે જ અમેરા પહોંચી ગયા છે. ઈમરાન પોતાના સંબોધનના એક અઠવાડિયા પહેલાં અમેરિકામાં પહોંચી ગયા તે પાછળનું કારણ કાશ્મીર મુદ્દે અન્ય દેશોનું સમર્થન મેળવવાનું છે. જો કે અત્યાર સુધી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પછડાટ જ મળી છે. બધા દેશો આ મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવીને કાશ્મીરને ભારતનો હિસ્સો જ ગણાવે છે. આ વલણ જોતાં ઈમરાન ગમે તેટલા ધમપછાડા કરે પણ એ ફાવવાનો નથી.