હાઉડી મોદીના જવાબમાં શશિ થરૂરે ટ્વીટર પર એક ફોટો શેર કર્યો અને ફસાઈ ગયા

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૯

 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ (Howdy Modi) કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.
 
હવે આના જવાબમાં કોંગ્રેસે કંઇક તો કરવાનું હતું. કોંગ્રેસના નેતાઓ એ પણ પોતાની બુદ્ધિ મુજબ કોંગ્રેસનું પલ્લુ ભારે કરવાનો પ્રયાસ કર્યો પણ ખરો. કરવો જ જોઇએ એમાં કંશુ ખોટું પણ નથી. પણ આ પ્રયાસમાં ખોટી માહિતી શેર કરેવી એ ખોટી વાત છે. શશિ થરૂરે આવું જ કંઈક કર્યુ. અને ટ્રોલ થઈ ગયા. 
 
હાઉડી મોદી કાર્યક્રમની નોંધ આખી દુનિયાએ લીધી. કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ લીધી અને ટ્વીટર પર પોતાનો વિચાર પણ શેર કર્યો. વિચાર એવો શેર કર્યો કે હવે તેમને જવાબ આપવો પડી રહ્યો છે.
 
તેમણે નેહરૂ અને ઈન્દીરા ગાંધીની એક તસવીર શેર કરી. તસવીર એવી છે કે વીદેશની ધરતી પર વીદેશી લોકો નેહરૂ અને ઇન્દીરાનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વાગત કરવા આવ્યા છે એવું તસવીરમાં દેખાય રહ્યું છે. હવે આ તસવીરની તુલના શશિ થરૂરે હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી દીધી અને ફોટા નીચે લખ્યું કે વર્ષ ૧૯૫૪માં પંડિત નેહરૂ અને ઈન્દીરા ગાંધીનું જનસંપર્ક માટેનો કોઇ વિશેષ પ્રયત્ન કર્યા વિના કે ભીડ પ્રબંધન કર્યા વિના પણ આટલું જોરદાર સ્વાગત થયું હતું. આ ટ્વીટ પછી શશિ થરૂર ટ્રેન્ડમાં આવી ગયા. ખોટી માહિતી બદલ ટ્રોલ થવા લાગ્યા. હકીકત એવી હતી કે જે ફોટો શશિ થરૂરે શેર કર્યો હતો તે અમેરિકાનો નહી પણ સોવિયત સંઘના પ્રવાસ દરમિયાનનો હતો.
 
આ પછી શશિ થરૂરના અલ્પજ્ઞાન પર સોશિયલ મીડિયા પર યૂજર્સે તો તેમની ખૂબ મજાક ઉડાવી. વિરોધ ખાતર વિરોધ કરવાનો કોઇ મતલબ નહી.