આજે જ મરજાવાં ફિલ્મનું ટ્રેલર આવ્યુ ને પાંચ લાખ લોકોએ જોય પણ લીધુ ! તમે જોયુ કે નહી?

    ૨૬-સપ્ટેમ્બર-૨૦૧૯

 
સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતરિયા અને રિતેશ દેશમુખની ફિલ્મ મરજાવાનું ટ્રેલર આજે રિલીસ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનના રોલમાં હોય એવું આ ટ્રેલર પરથી લાગે છે. ઠીંગણ વિલન કેવો હોય તે જોવો હોય તો આ ફિલ્મમાં રિતેશ દેશમુખના રોલને જોવો પડે. આ ફિલ્મના ડાયરેક્ટર મિલાપ ઝવેરી છે. ટી-સીરીજ અને એમી ઍન્ટરટેન્મેન્ટ આ ફિલ્મના પ્રોડ્યુસરા છે. એક જ દિવસમાં સોશિયમ મીડિયામાં આ ટ્રેલર વાઈરલ થઈ ગયું છે. લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફિલ્મની હિરોઈન તો હાલ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે.
 
આ ટ્રેલર જોઇ એક યુજર્સે લખ્યું કે રૂવાડાં ઉભા કરી દે તેવું આ ટ્રેલર છે. એક યુજર્સે લખ્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રાના કેરિયરનું આ બેસ્ટ ફિલ્મ હશે.
 
 
 
ફિલ્મના ડાયલોગ પણ સરસ છે. સાઉથના ફિલ્મ જેવી આ ફિલ્મમાં એક્શન છે. એક્શન, રોમાંસ અને ડાયલૉગથી ભરપૂર ફિલ્મ હોય તેવી આ ફિલ્મના ટ્રેલર પરથી લાગે છે. ફિલ્મ આગામી ૮ નવેમ્બરે રિલીસ થવાની છે. જોઇએ ટ્રેલર જેવી સફળ થાય છે કે કેમ?
 
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ કે એક સાથે ફિલ્મ કરી હોય તેવી આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા બન્નેએ ૨૦૧૩માં બનેલી વેલન ફિલ્મમાં કામ કાર્યું હતું.