પાકિસ્તાનની નવી ચાલ મોકલશે મોહનસિંહને આમંત્રણ

    ૩૦-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
ભારતના પંજાબની સરહદથી પાકિસ્તાનની સરહદને જોડતો કરતારપુર કૉરિડોર તૈયાર થઈ ગયો છે. આ કોરિડોરથી પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલ ડેરા બાબા નાનક સાહિબથી પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરૂદ્વારા દરબાર સાહિબ સુધી ભક્તોને પહોંચવું સરળ થઈ બની જશે.
 
હવે આ કોરિડૉર તૈયાર થઈ ગયો છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. આવા સમયે કરતારપુર કોરિડોરને લઈને પાકિસ્તાને એક નવી ચાલ ચાલી છે. પાકિસ્તાનની સરકારે જણાવ્યું છે કે તે આ કોરિડોરના ઉદઘાટનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમત્રંણ આપશે. ભારતીય સિખ તીર્થયાત્રીઓ માટે આગામી ૯ નવેમ્બરે આ કરતારપુર કોરિડોર ખુલ્લો મુકાશે.
 
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત ૨૨ સપ્ટેમ્બરે સિખ સમુદાયના એક પ્રતિનિતિમંડળને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળે આ કોરિડોર માટે વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. વડાપ્રધાને હ્યુસ્ટનમાં પણ સિખ સમુદાયના પ્રાતિનિધિ સાથે વાત કરી હતી.
 
 
 
જો કે બન્ને દેશ વચ્ચેના તણાવના કારણે આ કોરિડોર પર યોગ્ય નિર્યણ લેવાના બાકી છે પણ આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશીએ એન ન્યુઝ એજન્સીને કહ્યું છે કે કરતારપુર કોરિડોરના ઉદઘાટન માટે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને આમંત્રણ અમે મોકલશુ. કુરૈશીએ જણાવ્યું કે મનમોહનજી સિખ સમુદાયના છે અમે તેમને ઔપચારિક નિમંત્રણ મોકલીશું…