૨૨ ડિસેમ્બર એટલે ઉત્તરાયણ...! તો આપણે ૧૪ જાન્યુઆરીએ કેમ ઉજવીએ છીએ?!

    ૧૩-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

22 december kite_1 &
ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્ત્વિક ભેદ છે તે સમજાવે છે. ઉત્તરાયણ એટલે સૂર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર-સંક્રાંત એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ સતત સરક્યા કરતી બંને ખગોળીય ઘટનાઓની ગણતરી પણ જુદી. નિરયન પદ્ધતિથી હાલના કાળમાં મકરસંક્રાંતિ ૧૪મી-૧૫મી જાન્યુઆરીએ ગણાય અને ખગોળીય પદ્ધતિથી હાલના કાળમાં ઉત્તરાયણ ૨૨ ડિસેમ્બરે ગણાય. ખગોળીય ઉત્તરાયણ પછી દિવસ ભલે વધતો હોય, પરંતુ તેમાં વધારો એટલો સૂક્ષ્મ થાય છે કે તે વૈજ્ઞાનિક સાધનો વગર નોંધવો કઠણ છે.
 

22 december kite_1 & 
 
જ્યારે આપણી ૧૪-૧૫ જાન્યુઆરીની મકર-સંક્રાંત પછી દિવસ મોટો થતો સામાન્ય માણસ પણ અનુભવી શકે છે. (૨૨ ડિસેમ્બરની ખગોળીય ઉત્તરાયણથી આપણી મકર-સંક્રાંત વચ્ચેના ૨૩ દિવસોમાં દિવસ માત્ર ૭ મિનિટ-૧૯ સેકંડ જ વધે, જ્યારે મકર-સંક્રાંત પછીના તેટલા જ ગાળામાં દિવસ ૧૯ મિનિટ-૯ સેકંડ વધે છે.) માટે, ભલે ખગોળીય ઉત્તરાયણની તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકરસંક્રાંતિ પછીથી જ દિવસ મોટો થતો અને રાત નાની થતી હોવાનો અનુભવ થાય છે અને તેથી જ તો દીર્ઘષ્ટા આપણા સંસ્કૃત દાતાઓએ આ બેઉ ઉત્સવો જોડીને આપ્યા છે.
 
 

International kite festival 2020 Ahmedabad