ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતાં કોણ અટકાવે છે ?

    ૨૩-જાન્યુઆરી-૨૦૨૦

indian economy_1 &nb
 
આજે વિશ્વભરના નામાંકિત અર્થશાસ્ત્રીઓ ભારતના અર્થતંત્રને અત્યંત આશાસ્પદ ષ્ટિથી જોઈ રહ્યા છે. ગત વર્ષે ઇંગ્લેન્ડને પણ પછાડીને હવે ભારતનું અર્થતંત્ર વિશ્વના પ્રથમ ત્રણ અર્થતંત્ર બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર (૫,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલર્સ રૂ. નહીં)નું અર્થતંત્ર બનાવવા કટિબદ્ધ થયા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ઇઝ ઓફ ડૂઇંગમાં ભારતે ૫૦થી પણ વધુ અંકો ઊછળીને ભારતીય અર્થતંત્રની સુઢતાનો વિશ્વને પરિચય આપ્યો છે. વિશ્વભરના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ પ્રધાનમંત્રી મોદીના દૃઢ નિર્ધારની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે ભારતમાં મોદીદ્વેષીઓ નરેન્દ્ર મોદી સરકારના હવનમાં હાડકાં નાંખીને આપણા અર્થતંત્રને અસ્થિર કરવાનાં ષડયંત્રો કરી રહ્યા છે. પ્રસ્તુત છે આ ષડયંત્રકારીઓનાં ભારત વિરોધી કરતૂતો ઉપર પ્રકાશ પાડતો લેખ...
 
વર્ષ ૨૦૨૦ના પ્રારંભે ભારતના અર્થતંત્રનો વિચાર કરીએ તો ગત વર્ષ ૨૦૧૯નાં કેટલાંક નામો મુદ્દાઓ સ્વાભાવિક રીતે જ ધ્યાન ખેંચે છે. યોગાનુયોગ એ છે કે આ નામો - મુદ્દાઓની સૂચિનો આરંભ અંગ્રેજી મૂળાક્ષર A થી અને અંત Z થી થાય છે. એટલે કે ભારતના અર્થતંત્રની દિશાનું સંપૂર્ણ ચિત્ર A to Z આ સૂચિ દ્વારા સ્પષ્ટ થાય છે. મારી આ સૂચિ આ પ્રમાણે છે.
 

અર્થતંત્રની દિશાનું સંપૂર્ણ ચિત્ર 

 
A અંબાણી અદાણી, આરામ્કો, B- બેન્ક ગોટાળા, - ચંદા કોચર, કારોનું વેચાણ CBI, D- DHFL, ડિસઇન્વેસ્ટમેન્ટ, E ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ), F - ફ્રોડ્યુલન્ટ વેપારીઓ, ફેક ન્યૂઝ, G - GST H આવે (ચીનની 5G કપની), I- ઇન્ડિયન એરલાઇન્સ, IFHL, J - જેટ એરવેઝ, K કપીલ સિબ્બલ આણિ મંડળી, L - લોનના ગોટાળા, M - મુદ્રા, મેક ઇન ઇન્ડિયા, N NPA, NBFC, NCLT, O - ઓનિયન ઓનલાઈન શોપિંગ, P - પી. ચિંદબરમ્, PMC, બેન્ક, જાહેર ક્ષેત્રની બેન્કસ, Q - ક્વોટ્રોચી (રાલના મામા) R રાલ ગાંધી, રાલ બજાજ, રીઝર્વ બેન્ક, S સર્વોચ્ચ ન્યાયાલય, સ્ટાર્ટ અપ T ટ્રાઈ, U અર્બન નક્સલ, V - વોડાફોન, W વોટસેપ, Y Yes બેન્ક, Z ઝવેરી ત્રિવોવન ભીમજી.
 

મોદીદ્વેષી ગેંગ યોજનાબદ્ધ રીતે હાડકાં નાખી રહી છે 

 
મારી આ સૂચિ કેવળ એક નિર્દેશન માટે જ છે. તેથી તેમાં ઘણા સુધારા-વધારા-ઉમેરા કાપકૂપ શક્ય છે જ. આપણે અંબાણી અને આરામ્કો કપની વચ્ચે વિવાદના ઉકેલના પરિણામે ભારત સરકારને કુલ મળીને રૂા. ૩૦૦૦૦ કરોડની આવક થશે. તે જ પ્રમાણે GST ને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. પરંતુ તેની સાથે જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિ. બેન્ક-લોન ગોટાળા, જાહેર ક્ષેત્રનાં સાહસોની સ્થિતિ વગેરે પરિબળો આપણા અર્થતંત્ર સામેના મોટા પડકારો છે. એક આડવાત કરીએ તો સેક્યુલર ગેંગના કપિલ સિબ્બલ બરખા દત્ત વચ્ચેના આર્થિક વિવાદની સાથોસાથ NDTV ની આર્થિક ગરબડો અને DNA દૈનિકનું બંધ થવું જેવી ઘટનાઓએ પણ ભારતના અર્થતંત્ર ઉપર કઈક અંશે વિપરીત અસર કરી જ છે. પરંતુ આપણા અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું તોતીંગ અર્થતંત્ર બનાવવા માટેના પ્રધાનમંત્રી મોદીના હવનમાં મોદીદ્વેષી ગેંગ યોજનાબદ્ધ રીતે હાડકાં નાખી રહી છે.
 

indian economy_1 &nb 
 

ઘૂસણખોરોને કારણે ભારતના અર્થતંત્રને ૨૦ બિલિયન ડોલરનું નુકસાન દર વર્ષે થાય છે

 
આ ગેંગ ભારતમાં ઘૂસી આવેલા લાખો બાંગ્લાદેશથી ઘૂસણખોરોનું ખુલ્લેઆમ સમર્થન કરે છે. મોટા ભાગના બાંગ્લાદેશી ઘૂસણખોરો અસામાજિક તત્ત્વો હોવાથી દેશભરમાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર, તોડફોડ જેવી જઘન્ય અપરાધી પ્રવૃત્તિઓ આચરતા હોય છે. આ ઘૂસણખોરો ભારતીય યુવાનોની નોકરી પણ છીનવી લે છે. આમ છતા સેક્યુલર ટુકડે ટુકડે ગેંગ બાંગ્લાદેશી ઘૂસણખોરોના પક્ષે રહીને ભારતીય અર્થતંત્રને ભારોભાર નુકસાન પહોંચાડી રહી છે. એક સર્વે પ્રમાણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે ભારતના અર્થતંત્રને ૨૦ બિલિયન ડોલરનું નુકસાન દર વર્ષે થાય છે. વામપંથી લીબરલ સેક્યુલર જિહાદી મિશનરી અને મીડિયાની બનેલી ગેંગ ભારતીય યુવા માનસને ભારત વિરુદ્ધ વિષવમન કરીને સતત ઉશ્કેરવાનું કાર્ય કરે છે. CAA તથા NRC જેવા બંધારણીય મુદ્દાઓની વિરુદ્ધમાં આ ગેંગ દ્વારા મોટે ભાગે ભાજપ NDA શાસિત રાજ્યોમાં મોટા પાયે તોફાનો કરાવ્યાં અને દેશના અર્થતંત્રને અબજો રૂપિયાનો ફટકો પડાવ્યો. આ ગેંગ ભારતમાં સતત ગૃહયુદ્ધની સ્થિતિ રહે તે માટે જનસમૂહોને ઉશ્કેરવાનું કાર્ય કરતી રહે છે. ૮મી તારીખના કામદાર રેલી પણ આ ગેંગનું જ એક ષડયંત્ર છે. NRC અને CAA ના મુદ્દે હિંસા કરાવીને આ ગેંગ હવે કામદારો, કિસાનો, આશા વર્કર્સ વગેરેને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે.

કોંગ્રેસ પ્રેરિત હિંસા બંધ થઈ તે પણ અત્યંત સૂચક છે 

 બંગાળ, કેરળ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં આજે કામદારો, કિસાનો, આશા વર્કર્સને કોઈ સમસ્યા જ નડતી ન હોય તેમ આ રાજ્યોમાં આ ગેંગ મૌન રહે છે. આ ગેંગ દ્વારા NDA-ભાજપ શાસિત રાજ્યોમાં કરવામાં આવેલાં તોફાનોને કારણે માલ-સંપત્તિને અબજો રૂા.નું નુકસાન ગયું. તો સાથેસાથ પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો, પરંતુ જેવી યોગી સરકારે કટ્ટરવાદી મુસ્લિમ સંસ્થા PFI ગુંડાઓની ધરપકડ કરીને નુકસાની વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરી તે પણ વામપંથી કોંગ્રેસ પ્રેરિત હિંસા બંધ થઈ તે પણ અત્યંત સૂચક છે.
 

indian economy_1 &nb 
 

આવી પ્રવૃત્તિઓ દેશના વિકાસયજ્ઞમાં હાડકાંરૂપ બની રહી છે 

 
ટુકડે ટુકડે ગેંગ ભારત સરકારના આર્થિક સહયોગથી જ ઊછરી રહી છે. કેમ કે JNU, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્માઇલિયા તથા જાદવપુર યુનિ. જેવી સંસ્થાઓને દર વર્ષે કેન્દ્ર સરકાર અબજોનું રૂા.નું અનુદાન આપે છે. આ સંસ્થાઓમાંથી કનૈયા કુમાર તથા ઉમર ખાલિદ જેવા ઉપદ્રવીઓ જ બહાર પડતા હોય છે. દેશના વિકાસમાં આ તત્ત્વો વિઘ્નો જ નાખતાં હોય છે. છાશવારે હડતાલો, ધરણાં, રસ્તા રોકો, તોડફોડ, હિંસા, જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં રચ્યા-પચ્યા રહેતા આ અનિષ્ઠ તત્ત્વોને રાલ ગાંધીથી લઈને બધા જ કોંગ્રેસીઓ, સીતારામ યેચુરીથી લઈને બધા જ વામપંથીઓ ઇરફાન હબીબ અને રામચંદ્ર ગુહા જેવા સ્વઘોષિત (વિકૃત ?) ઇતિહાસકારો, કેજરીવાલ જેવા અરાજકતા પ્રેરકો ખુલ્લેઆમ સમર્થન આપતા રહે છે, જેને કારણે આ અર્બન નક્સલીઓ દેશના યુવાનોને ભ્રમિત કરતા રહે છે. આવી પ્રવૃત્તિઓ દેશના વિકાસયજ્ઞમાં હાડકાંરૂપ બની રહી છે.
 
- દેશના અર્થતંત્રને ચૂનો લગાડવામાં જેમનો સિંહફાળો રહ્યો છે. તેવા માલ્યા, નીરવ મોદી સહિતના મોટા આર્થિક ગુન્હેગારોને કોંગ્રેસ પ્રેરિત સરકારોના શાસનમાં મોકળું મેદાન મું હતું, પરંતુ મોદી સરકારે કાયદાઓ બદલીને માલ્યા-મોદીને જેલ ભેગા કરવામાં સફળતા મેળવી છે.
 
- મોદી દ્વેષી ગેંગ ભારતના અર્થતંત્રને અસ્થિર કરવા નીતનવાં ષડયંત્રો અમલમાં મૂકે છે. તો પ્રાકૃતિક આપદાઓ પણ મોદી સરકારના પાંચ ટ્રિલિયન ડોલર અર્થતંત્રના નિર્ધારમાં અંતરાયરૂપ બની રહી છે. દેશભરમાં ગત વર્ષોમાં આવેલાં વિનાશક પૂર, વાવાઝોડાં, અતિવૃષ્ટિ વગેરેને કારણે ભારતની અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર પડી છે વર્ષ ૨૦૧૯માં ભારતે સાત મોટાં વાવાઝોડાંનો સામનો કર્યો હતો, જેના પરિણામે અબજો રૂા.નું નુકસાન થયું હતું.
 
- આમ, માનવસર્જિત (ટુકડે ટુકડે ગેંગ) આપદાઓ તથા પ્રાકૃતિક આપદાઓની વચ્ચે પણ ભારતના અર્થમંત્રી નિર્મલા સીતારામનને ભારતના અર્થતંત્રને વેગવાન બનાવવા અનેક નક્કર પગલાંઓ હાથ ધર્યાં છે. વર્ષાન્તે GST ની આવક પણ વધી છે. આ સંજોગોમાં વર્ષ ૨૦૨૦માં ભારતના અર્થતંત્રનો પતંગ ઊંચા આકાશમાં અજેય બનીને વિહરશે એ નિશ્ચિત છે. પરંતુ શરતો લાગુના નિયમ અનુસાર મોદીદ્વેષી વામપંથી જેહાદી ટુકડે-ટુકડે ગેંગ કેટલા અને કેવા લંગસિયાં નાખીને મોદીના પતંગને કેટલું નુકસાન પહોંચાડશે તે કહેવું મુશ્કેલ છે.
 
 - સંદીપ સિંઘ (આર્થિક અને રાજકીય વિશ્લેષક)
(સાભાર : ઓર્ગેનાઈઝર પ્રસ્તુતિ . અનુવાદ - જગદીશ આણેરાવ)