જમ્મુ-કાશ્મીરની સુરક્ષામાં સંઘ પરિવારનું યોગદાન

    ૩૧-જાન્યુઆરી-૨૦૨૦

rss on kashmir_1 &nb
 
આજે કલમ ૩૭૦ અને ૩૫એ ભૂતકાળ બની ચૂકી છે અને રાષ્ટવાદી નાગરિકોનું સપનું સાકાર થયું છે ત્યારે જમ્મુ-કાશ્મીર (  ( ( Jammu Kashmir )ની સુરક્ષામાં રાષ્ટીય સ્વયંસેવક સંઘે (Rashtriya Swayamsevak Sangh ) આપેલા યોગદાનને યાદ કરવું ઘટે. સંઘની દૃષ્ટિએ જમ્મુ અને કાશ્મીર પંજાબ પ્રાંતનો એક ભાગ છે. શ્રી બલરાજ મધોક લાહોરમાં અભ્યાસ કરતા હતા અને ત્યાં જ સ્વયંસેવક બન્યા હતા. વેકેશનમાં તેઓ પોતાના પિતાજી પાસે જમ્મુમાં આવ્યા અને ૧૯૩૯માં જમ્મુના દીવાન મંદિરમાં જમ્મુની પ્રથમ શાખા ખોલવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ધીરે ધીરે જમ્મુમાં સંઘકાર્યનો વિસ્તાર થવા લાગ્યો.
 
સન ૧૯૩૯માં બધી શાખાઓમાં વિજયાદશમીનો તહેવાર ઊજવવામાં આવ્યો, જેથી અધ્યક્ષતા પંડિત ડોગરાએ સંભાળી. ત્યાર બાદ ૧૯૪૯માં તેમને સરસંઘચાલક ઘોષિત કરવામાં આવ્યા.
 
જમ્મુમાં ચાર પ્રભાત શાખા ( Prabhat Shakha ) ઓ અને ચાર સાયં શાખાઓ શરૂ થઈ ગઈ હતી. ૧૯૪૯માં સરસંઘચાલક પરમ પૂજનીય શ્રી ગુરુજી જમ્મુ પધાર્યા. તે પછી જમ્મુ અને નગરક્ષેત્રમાં સંઘકાર્યે વેગ પકડ્યો. ૧૯૪૪ સુધી જમ્મુમાં શ્રીનગરમાં સંઘ (RSS )ની પ્રથમ શાખાનો પ્રારંભ થયો. ૧૯૪૬માં શ્રી ગુરુજીની શ્રીનગરના ડી.ડી.વી. કોલેજના પ્રાંગણમાં એક વિશાળ સભા થઈ, જેમાં એક હજારથી વધુ ગણવેશધારી સ્વયંસેવકો ઉપસ્થિત હતા.
 

રિયાસત કાશ્મીરના વિલયમાં સંઘનો પ્રયાસ

 
# ૧૯૪૭માં ભારત-પાક.ના વિભાજન પછી જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી રામચંદ્ર કાક, જે પોતાની અંગ્રેજ પત્નીના પ્રભાવમાં હતો અને મહારાજા સાથે ગદ્દારી કરતો હતો, તેણે યેન કેન પ્રકારેણ મહારાજાને સમજાવી દીધું કે રાજ્યનું ભારત કે પાક.માં વિલીનીકરણ ના કરવું અને સ્વતંત્ર રહેવું. સંઘે આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ઠેરઠેર સભાઓ યોજી અને મહારાજા હરિસિંહ પાસે અનેક પ્રતિનિધિમંડળો મોકલીને કાકની દેશદ્રોહી પ્રવૃત્તિને ઉજાગર કરી અને કાકને ખદેડ્યો.
 
# સંઘે રાજ્યના ભારતમાં વિલયના પક્ષમાં વ્યાપક જનજાગરણ અને હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું. જમ્મુના સંઘચાલક પંડિત પ્રેમનાથ ડોગરાએ તે હસ્તાક્ષરયુક્ત નિવેદન મહારાજાને સોંપ્યું અને તેમને તેમની રિયાસતનો વિલય ભારતમાં કરવા માટે આગ્રહ કર્યો.
 
# પંજાબ પ્રાંતના સંઘચાલક અને ખ્યાતનામ વક્તા રાયબહાદુર બદ્રીદાસ મહારાજાની મહત્ત્વપૂર્ણ બાબતોના કેસ અદાલતમાં સંભાળતા હતા, તેમણે પણ મહારાજાને વિલય માટે મનાવવાનો પ્રયાસ કર્યો.
 
#  ઉત્તર પ્રદેશ (પૂર્વ)ના સંઘચાલક બેરિસ્ટર નરેન્દ્રજીત સિંહનું સસુરાલ મહારાજાના દીવાનને ત્યાં હતું. તેમણે પણ મહારાજાને વિલય માટે સમજાવ્યા.
 
# સંઘની યોજના અનુસાર શ્રી ગુરુજી બેરિસ્ટર નરેન્દ્રજીત સિંહની સાથે ૧૭ ઓક્ટોબર, ૧૯૪૭ના દિવસે વિમાન દ્વારા શ્રીનગર પહોંચ્યા. તેઓ ત્યાં બેરિસ્ટરના સસુરાલ શાશ્વત ભવનમાં રોકાયા. ૧૮ ઓક્ટોબરના રોજ ગુરુજીની મહારાજા સાથે તેમના નિવાસ કર્ણમહેલમાં મુલાકાત થઈ. ચર્ચા પછી શ્રી ગુરુજીને વિદાય આપતી વખતે મહારાજાએ કહ્યું, હું આપના સુઝાવ પર વિચાર કરીશ. શ્રી ગુરુજીએ મહારાજાને સલાહ આપી કે તેઓ પોતે શ્રીનગરમાં રહે અને યુવરાજને જમ્મુમાં મોકલી દે, જેથી તેમનું મનોબળ ઓછું ના થાય. તેમણે મહારાજાને આશ્વસ્ત કર્યા કે સ્વયંસેવકો તેમના રક્ષણની વ્યવસ્થા કરશે. શ્રીનગરથી પાછા આવીને શ્રી ગુરુજીએ મહારાજાની અનુકૂળ મનઃસ્થિતિનો ચિતાર શ્રી વલ્લભભાઈ પટેલને આપ્યો.
 
# શ્રી ગુરુજીની મુલાકાત બાદ અંતે ૨૬ ઓક્ટોબરના રોજ મહારાજાએ પોતાના રાજ્યનો ભારતમાં વિલય કરવાનો નિર્ણય કરી લીધો અને વિલયપત્ર પર હસ્તાક્ષર કરી દીધા.
  
 
rss on kashmir_1 &nb

જાસૂસીથી માંડીને સશસ્ત્ર મોરચા સુધીની જવાબદારી સ્વયંસેવકોએ નિભાવી

 
ભારત વિભાજન વખતે સંઘે જમ્મુ-કાશ્મીરના મહારાજાને વિલય માટે સમજાવવાનું કામ કર્યું એટલું જ નહીં, પરંતુ હર સંભવિત ખતરા પર ચાંપતી નજર રાખીને મહારાજાને તેની ખબર આપતા રહ્યા. પાકિસ્તાનના આક્રમણની તૈયારીઓની સૂચનાની ખાતરી કરવા માટે બલરાજ મધોકે સ્વયંસેવકોને મુસ્લિમોના અડ્ડા પર જાસૂસી કરવા માટે તેમનો સંપૂર્ણ વેશપલટો પણ કરાવ્યો. ૧૨ ઓક્ટોબરના રોજ સેનાધ્યક્ષ બ્રિગેડિયર કશ્મીરસિંહે બલરાજ મધોકને કહ્યું કે સ્વયંસેવક દ્વારા આપેલી માહિતી સાચી છે, લશ્કરનાં સંપર્કસૂત્રોએ પણ તેવી જ માહિતી આપી છે. ૨૨મી ઓક્ટોબરે પાકિસ્તાને કરેલા મલા પછી ૨૩મી ઓક્ટોબરે મહારાજાએ બલરાજ મધોકને બોલાવ્યા અને ભારતીય સૈન્યની મદદ આવે ત્યાં સુધી શ્રીનગરની રક્ષા કરવાની જવાબદારી સંઘને સોંપી. ૨૪મી તારીખે ૨૦૦થી વધુ સ્વયંસેવકોને એકત્ર કરી બાદામી બાગ છાવણીમાં તેમને બંદૂક ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તે પછી પણ તેમને શ્રીનગરના વિભિન્ન સ્થળોએ તૈનાત કરી દેવામાં આવ્યા. ૨૬મી ઓક્ટોબરે ભારતીય સૈન્યની સહાય આવે ત્યાં સુધી સ્વયંસેવકોએ શ્રીનગરનું રક્ષણ કર્યું. એટલું જ નહીં, ભારતીય સૈન્યના આવી ગયા બાદ સેનાના દરેક અભિયાનમાં સ્વયંસેવકોએ સાથ-સહકાર આપ્યો. જ્યારે પુંછમાં ભારતીય ફોજને પહોંચવામાં હવાઈ પટ્ટીની સમસ્યાથી રુકાવટ આવવાની ઘડી આવી ત્યારે સ્વયંસેવકોએ ૭૨ કલાકમાં હવાઈ પટ્ટીનું નિર્માણ કરી દીધું. હવાઈ જહાજ દ્વારા ભારતીય લશ્કરે તાબડતોબ પુંછ પહોંચીને અભિયાન ચલાવ્યું અને શ્રીનગરને પાકિસ્તાનના હાથમાં જતું બચાવ્યું.
 
- વિરેન્દ્રજીત સિંહ