કાશ્મીરી પંડિતોની વ્યથા-કથા | ૩૨ વર્ષ બાદ શરણાર્થી કાશ્મીરીઓને મળી નાગરિકતા

    ૩૧-જાન્યુઆરી-૨૦૨૦

kashmiri pandit_1 &n
 
કાશ્મીર છોડી દો, ભાગી જાઓ, ચાલ્યા જાઓ આવા ભયાનક નારાઓ ક્યાંથી આવતા તે સમજાતું નહોતું. મોટી આફત તો એ હતી કે કાશ્મીરી મહિલાઓને ત્યાં જ રોકાવાનું અને પુરુષોને ભાગી જવાનું વારંવાર કહેવાતું હતું. એ કાળી રાતો કોઈ હજુ સુધી ભૂલી શક્યું છે ? અંતે કાશ્મીરી પંડિતો પોતાનો જીવ બચાવવા ઘાટીમાંથી ભાગી છૂટ્યા.
 

શરણાર્થીઓનું કલંક લઈને આવ્યા... !?

 
૨૩મી જાન્યુઆરી, ૧૯૯૦ની એ કાળીડિબાંગ રાત, જ્યારે સમગ્ર કાશ્મીર ઠડીથી ઠુઠવાઈ રહ્યું હતું, મસ્જિદોમાંથી ધમકીઓ તોપગોળાની જેમ છૂટતી હતી કે કાશ્મીર છોડી દો, નીકળી જાવ, ભાગી જાઓ આવા ભયંકર અવાજો તન-મનને ધ્રુજાવી દેતા હતા. કાશ્મીરી મહિલાઓને રોકાઈ જવાનું કહેવાતું. પુરુષોને ભાગી છૂટવાનું કહેવાતું. આખરે કાશ્મીરી પંડિતો જીવ બચાવીને ભાગી છૂટ્યા. પોતાની બહેન-વ-દીકરીઓની ઇજ્જત બચાવવા જમ્મુ તથા દેશના અન્ય ખૂણાઓમાં ભાગી છૂટી રહેવા લાગ્યા. કાશ્મીરથી ભાગીને આવ્યા તો ખરા, પણ શરણાર્થીનું કલંક લઈને આવ્યા હતા. વિધિની વિચિત્રતા તો જુઓ પોતાના જ દેશમાં તેઓ શરણાર્થી તરીકે ઓળખાવા લાગ્યા, પરંતુ હવે ૭૧ વર્ષો પછી ૫ ઓગસ્ટના રોજ શરણાર્થીનું કલંક ભારત દેશની નાગરિકતા મળતાં માથા પરથી ભૂંસાઈ ગયું. સૌ પ્રથમ સમસ્ત કાશ્મીરી બિરાદરી, હિંદી-કાશ્મીરી સંગમ, બધા વતી હું પ્રધાનમંત્રી શ્રી મોદીજી, સાથે સાથે અમિતજી શાહનો આભાર માનું છું કે તેમણે અમારા માથા પરથી આટલું મોટુ કલંક દૂર કર્યું.
 

૧૯૬૦ વખતનું વિસ્થાપન કાંઈક અલગ જ પ્રકારનું હતું

 
આઝાદી અને વિસ્થાપન-ઘણી બધી વાતો છે. કાશ્મીરીઓનું ઘણી વાર વિસ્થાપન થયું છે. પંડિતોએ કાશ્મીર ૧૯૪૭માં પણ છોડ્યું હતું. તે પછી પણ છોડ્યું છે અને એક એવો સમય આવ્યો કે કાશ્મીરી પંડિતોના ફક્ત ૧૫ જ પરિવારો કાશ્મીરમાં રહેતા હતા. ૧૯૬૦ વખતનું વિસ્થાપન કાંઈક અલગ જ પ્રકારનું હતું. અહીં એ સ્વજનો, જેમની સાથે અમે બચપણ માણ્યું, જવાનીનાં સુખ-દુઃખ માણ્યાં અને સહ્યાં, સુખ-દુઃખભરી રાત્રીઓ સાથે વિતાવી અને સુખનાં સ્વપ્નાં અમે સાથે જ ઘાટીમાં બેસીને જોતાં હતા ત્યાં કોણ જાણે કયા લોકોએ આવીને ઝેર ફેલાવી દીધું કે કોઈ ને કોઈ પર વિશ્વાસ ના રહ્યો અને બધા પોતાનો જીવ હથેળીમાં રાખીને બહાવરા બહાવરા ભાગી રહ્યા હતા. ભાઈ ભાઈને કહેવા ઊભો ના રહ્યો, બહેને બહેનને ના પૂછ્યું ચારેકોર એક જ હાહાકાર મચ્યો હતો કે કોઈ પણ રીતે જીવ બચાવી ભાગી છૂટો. બસ લાચાર કાશ્મીરી પંડિતો ભાગી છૂટ્યા. ઘણી વાર રાજનીતિના ચક્કરમાં કાશ્મીર પાછા જવાના સમાચારો સાંભળવા મળતા, પણ તે નારાબાજી સુધી જ સીમિત રહેતું. આજ સુધી કોઈ અમને કાશ્મીરમાં પાછા લઈ જઈ શક્યું નથી, કે ના તો અમારા માથેથી શરણાર્થીઓનું કલંક દૂર થયું છે, પણ શત શત વંદન છે શ્રી મોદીજીને જેમના લીધે અમારી પરનું સંકટ આજે દૂર થઈ ગયું છે. અમારા દુર્ભાગ્યનો અંત આવ્યો છે. જો કે હજુ અમે માનસિક રીતે આઝાદી અનુભવી શકતા નથી. છેલ્લાં ૩૨ વર્ષથી અમે શરણાર્થીની જિંદગી જીવીએ છીએ. હવે નોર્મલ થતાં થતાં કદાચ બીજા પણ એટલાં જ વર્ષો નીકળી જાય ! એ વખતે જે બાળક ૫ વર્ષનું હતું તે આજે ૩૭ વર્ષનો યુવક થઈ ગયો છે. તેણે જે દુઃખો વેઠ્યાં છે તેના લીધે આજે પાછા જવામાં તેને ગભરામણ થશે જ. તેના પગ ફરીથી ડગમગવા લાગશે. ક્યાંક ફરીથી તેની સાથે દગાબાજી તો નહીં થાય ને ? કેમ કે કદમ કદમ પર દગો થાય છે. તે સમય અને જોરજુલમ, ધોખાબાજીનો પ્રભાવ આજે પણ તેના મન-મસ્તિષ્ક પર છે. ન જાણે કેટલાય લોકો રાત્રે ઊંઘમાંથી ઝબકી જઈને ચીસો પાડતા હશે. કેટલાક ચિત્તભ્રમ થયેલા લોકો આજ પણ પોતાને કાશ્મીરમાંની પોતાની હવેલીઓમાં હોવાનો ભ્રમ સેવી રહ્યા છે. તેઓ ભૂલી ગયા છે કે તેમનો વૈભવ તેઓ ૩૨ વર્ષ પહેલાં ગુમાવી ચૂક્યા છે. 
  
 
kashmiri pandit_1 &n

કાશ્મીરમાંના રાજનેતાઓમાંના કેટલાક લંડન ભાગી ગયા હતા

 
નાગપંચમીના પાવન દિને મોદીજીએ આ કામ પૂરું પાડ્યું છે. આ કોઈ નાનું કામ નથી. ૧૯૯૦માં જ્યારે ચારે તરફ દહેશત ફેલાઈ ચૂકી હતી, લોકો બેમોત મરી રહ્યા હતા ત્યારે કાશ્મીરમાંના રાજનેતાઓમાંના કેટલાક લંડન ભાગી ગયા હતા, કેટલાક ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમતા હતા. તેમણે એ પણ ના વિચાર્યું કે કાશ્મીરીઓનું શું થશે ? આ પંડિતોનું શું થશે ? જો કે આજે પણ કાશ્મીર ઘાટી અંદર ને અંદર ખોખલી થઈ ચૂકી છે. આજે ત્યાંના મુસ્લિમ પરિવારનાં બાળકો લંડન, બેંગલુરુ કોણ જાણે ક્યાં ક્યાં ફેલાઈ ગયા છે. ત્યાં તેઓ સ્થિર-સ્થાયી થઈ ગયા છે. કાશ્મીર ઘાટીમાં બુઝુર્ગો રહી ગયા હતા. અમારા માટે તે રસ્તો બંધ થઈ ગયો છે. અમે ક્યાં જઈએ ? ૧૯૯૦માં જ્યારે કાશ્મીર છોડ્યું ત્યારે પાછા જવાની કલ્પના પણ સ્વપ્નવત્‌ હતી. ઉપર આભ,નીચે ધરતીનો અહેસાસ હતો.
આ ઉપરાંત ૧૯૯૮માં પણ શ્રીનગરથી ૨૬ કિ.મી. દૂર આવેલા વંધા ગામમાં ૨૩ કાશ્મીરી પંડિતોની હત્યા થઈ. ઉધમપુરમાં ૨૮ સભ્યોની હત્યા અને સૌથી મોટુ બલજરાલાનમાં ૧૯ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ એક મોટો હત્યાકાંડ થયો. સ્ત્રીઓ પર અત્યાચાર થયા. અને કાશ્મીરી પંડિતોને મારી મારીને તગેડી મૂકવામાં આવ્યા.
 

કાશ્મીર ફક્ત તે થોડાક લોકો માટે જ રહી ગયું છે

 
અહીં ખાવાનું નહોતું. અમારા ત્યાંનાં મહેલ જેવાં મકાનો પાણીના ભાવે વેચી દેવા પડ્યાં હતાં. અમારી પાસે પૈસા નહોતા. આજનો યુવક જે ગઈ કાલે બાળક હતો તે એન્જિનિયર છે. કામ કરવા માગે છે. મને આશા છે કે મોદીજીની આ મહેરબાનીથી અમારી બદતર હાલતની છબી જરૂર બદલાશે, પણ સમય લાગશે. પણ તેમણે એક કામ તો એ કર્યું જ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે જાણે કાશ્મીર અમારું છે જ નહીં. જો કે હું ૨૦૧૨માં કાશ્મીર ગઈ હતી ત્યાં મેં સંગોષ્ઠી કરી હતી. ત્યાંનું સાહિત્ય મેં ફરી આલેખ્યું અને પૂરા ભારતના સાહિત્યકારોએ પોતપોતાની ભાષાઓમાં તેનો અનુવાદ કર્યો. ઘણાં ગામડાંઓમાં હું ગઈ છું. મેં ઘણાં કામ કર્યાં છે. લગાતાર કર્ફ્યુ અને હડતાળ વખતે પણ હું સાહિત્યનું કામ કરતી રહી છું. મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મારી સાથે પણ આવું બનશે. મેં કાયમ એમ માન્યું છે કે આ ઘર મારું છે, આ કાશ્મીર મારું છે. મને કોઈ શું કરી શકવાનું છે ? મોત તો ગમે ત્યાં થઈ શકે છે અને હવે ? કાશ્મીર ફક્ત તે થોડાક લોકો માટે જ રહી ગયું છે. વિભિન્ન ભાષાઓમાં કાશ્મીર વિશે સાહિત્ય લખાયું અને વિશ્વભરમાં પ્રસર્યું. કાશ્મીરના પહેલા રાજા કશ્યપ ઋષિ હતા. તેઓ નાગ જાતિના પહેલા રાજા હતા. તેમની પત્ની કદ્રુ દ્વારા જ નાગ વંશની ઉત્પત્તિ થઈ.

kashmiri pandit_1 &n 
 
નાગ જાતિના એ કાશ્મીરમાં અમને લાગેલું શરણાર્થીનું કલંક નાગપાંચમના દિવસે નાબૂદ થયું. મોટાભાગે કાશ્મીર ડિસેમ્બર મહિનામાં જ્યારે ચારે બાજુ બરફથી છવાયેલું હોય ત્યારે અમે પંડિતો અમારા દેવતાની પૂજા કરતા હતા. દરેક ઘરમાં મકાનના ધાબે માછલી - ભાત મૂકવામાં આવતા. એક પવિત્ર પૂજા-પાઠ કરનાર સંસ્કૃતિવાળું કાશ્મીર હતું. ઘણી મુસ્લિમ મહિલાઓએ હિન્દુ બાળકોને સ્તનપાન કરાવ્યું છે, તેમ જ ઘણી હિન્દુ સ્ત્રીઓએ મુસ્લિમ બાળકોને પાળ્યાં-પોષ્યાં છે તથા સ્તનપાન કરાવ્યું છે. એક જ થાળીમાં ખાતા-પીતા હતા, આનંદ કરતા હતા. આ બધાને કયું ગ્રહણ આભડી ગયું કાંઈ જ ખબર ના પડી. ત્યાં એવા લોકો આવી ચડ્યા જેમને તેમની ખુરશી-સત્તા વધુ પ્યારી હતી. ખુરશી માટે તેઓ ગમે તેને દાવ પર લગાવી દેતા હતા. તેમણે પૂરા કાશ્મીરને દાવ પર લગાવી દીધું. બાકી પહેલાં કાશ્મીરમાં આવું નહોતું. ખુશીઓથી ભર્યું ભર્યું રહેતું કાશ્મીર તેઓના કારણે સ્મશાન જેવું લાગતું હતું. શું હું દહેશત ફેલાવનારાઓને પૂછી શકુ કે પાકિસ્તાનમાં ખાવા નથી, તો તેઓ તે માટે શું કરશે ? પરંતુ ત્યાં તેમની પોતાની બનાવેલી કહેવત છે ખાઈશું, પીશું હિન્દુસ્તાનનું અને જીવ આપી દઈશું પાકિસ્તાન માટે. ત્યાં જે મોટા મોટા નેતાઓ છે, તેમણે પોતાના બાળકોને આલીશાન મકાનોમાં પરદેશમાં રહેવાની સગવડ કરી લીધી છે. તેઓ પોતે પણ ત્યાં રહેતા હોય છે. ત્યાં બેઠા રહી તોડફોડ કરાવી શકે છે. જો તેઓને કાશ્મીર પર એટલો પ્યાર છે તો પોતાના બાળકોને કાશ્મીરમાં કેમ નથી રાખતા ? પોતાના પરિવારને કાશ્મીરમાં કેમ નથી રાખતા ? પોતાના બાળકોને, પરિવારને સુરક્ષિત હાલતમાં પરદેશમાં મોકલી દીધાં અને બીજાઓના માળા તોડી રહ્યા છે.
 
 
kashmiri pandit_1 &n 

આતંકીઓ માટે તેમને ખાવાનું પણ બનાવવું પડતું 

 
બાળકોમાં હિન્દુ વિરોધી માનસિકતાનાં બીજ રોપી રહ્યા છે. તેમની માનસિકતા તેમણે એટલી ખરાબ કરી દીધી છે કે તેમને સાચા-ખોટાની સમજ પણ નથી પડતી. પથ્થરબાજી કરવી તેમને માટે સરળ કામ હતું, કેમ કે તે કામ કરવાના સાંજે તેમને પૈસા મળતા હતા. તેમને આ કામ એકદમ સરળ લાગ્યું અને તેઓ હોંશેહોંશે કરતા રહ્યા. એનો અંજામ શું આવશે તેની તેમની બગાડી દેવામાં આવેલી માનસિકતાને લીધે જરાય ફીકર નહોતી. મદરેસાઓમાં પણ ધર્માંધ અને હિન્દુદ્વેષી શિક્ષણ અપાતું હતું. તેમના દિમાગમાં ફક્ત આતંક... આતંકને જ ઠાંસ્યા કરવામાં આવતો હતો. તેમના કોમળ-કોરી પાટી જેવા દિમાગ હોય તે વખતે તેમના હાથમાં બંદૂક થમાવી દેવામાં આવતી હતી. જ્યારે તે બંદૂકથી તેમના સ્વજનોનો જીવ ઊડી જતો કે તેમની ખુદની હસ્તી ખતમ થતી ત્યારે તેમને અહેસાસ થતો કે અરે! આપણે શું કરી રહ્યા છીએ ? જો કે આવું ક્યારેક જ બનતું. મુસ્લિમો માટે કોઈ ખરાબ બનાવ કે જબરજસ્તી થતી નહોતી. તેમણે હાથમાં બંદૂક થામી લીધી અને પડોશી દેશ સાથે હાથ મિલાવી દીધો. ત્યાંથી આવીને અહીં ગદ્દારી કરવા માંડ્યા. તેઓ સ્ત્રીઓ - કન્યાઓનાં અપહરણ કરતા. આતંકીઓ હિન્દુઓ પાસેથી જબરજસ્તી તેમના બાળકોને માગી લેતા હતા. પોતાનો જીવ બચાવવા લાચારીથી બાળકો સોંપી દેવાતા. તેઓને આતંકવાદી બનાવી દેવાતા. આટલું જ નહીં, આતંકીઓ માટે તેમને ખાવાનું પણ બનાવવું પડતું.
 

kashmiri pandit_1 &n 
 
થોડા વખત પહેલાં સૂર્યમંદિરમાં સ્વર્ણ માછલી જોવામાં આવતી ત્યારે લોકોમાં આશાનું કિરણ ઊગ્યું હતું કે કાશ્મીરની હાલત હવે સારી થશે. સ્વર્ણ માછલી કેટલાંય વર્ષો બાદ દેખાતી હોય છે. જૂન મહિનામાં ખીર ભવાની દેવીના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કાશ્મીર ઋષિઓનો દેશ કહેવાતો. મોક્ષના હેતુસર ઘણા ઋષિ-મુનિઓ કાશ્મીરમાં આવતા હતા.
જોકે કાશ્મીરી પંડિતોએ ઘણું બધું ખોયું છે. પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તેઓ પાછા તો આવવાના નથી. અલ્ઝાઇમર, કેન્સર જેવા રોગોથી પંડિતો પીડાય છે. હવે પછીની તેમની પેઢી કદાચ નવેસરથી ત્યાં જીવન જીવી શકે. કાશ્મીર ફરીથી સ્વર્ગ જેવું કદાચ કદાચ બની શકે. લલ્લેશરી અને નુંદ ઋષિઓના શ્લોકો કદાચ ઘાટીમાં ફરીવાર ગુંજી શકે. મંદિરનો ઘંટારવ અને અજાનના સૂરો એકસાથે કદાચ ગુંજી ઊઠે. કેસરક્યારીમાંથી ઠડી મહેકતી સુગંધ ફરીથી કદાચ મહેકી શકે. બોંબધડાકા અને આગજની ફરીથી જોવા કદાચ ના મળે. ભૂતકાળ ભૂલીને આગળ જીવવું પડશે. ત્યારે જ સ્વર્ગ જેવું પહેલાંનું કાશ્મીર ફરીથી સ્વર્ગ બની શકે.

kashmiri pandit panun _1& 

શું છે પનુન કાશ્મીર અને કેમ માગી રહ્યા છે પંડિતો માટે અલગ રાજ્ય

 
પનુન કાશ્મીર કાશ્મીરમાંથી બળજબરીપૂર્વક બેદખલ કરી દીધેલા પંડિતોનું સંગઠન છે. તેની સ્થાપના ૧૯૯૦માં ડિસેમ્બર મહિનામાં થઈ હતી. આ સંગઠન કાશ્મીરના હિન્દુઓ માટે કાશ્મીર ઘાટીમાં જ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ચળવળ ચલાવી રહ્યું છે. પનુન કાશ્મીરનો અર્થ થાય છે કે, અમારું ખુદનું કાશ્મીર તે કાશ્મીર જે અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે અને તેને પાછું મેળવવા માટે સંઘર્ષ કરવો. પનુન કાશ્મીર કાશ્મીરનો એ ભાગ છે જેમાં પંડિતો બમતીમાં હતા. આ સંગઠનનું માનવું છે કે કાશ્મીરમાં જે પ્રકારનું કટ્ટર ધાર્મિક રાજનૈતિક વાતાવરણ બની ગયું છે. તે જોતાં કાશ્મીરમાં પંડિતોની વાપસી પનુન કાશ્મીર વગર શક્ય નથી. આ સંગઠન કાશ્મીરમાં જેલમ નદીના કિનારે કે જ્યાં ૧૯૯૦ પહેલાં મોટા પ્રમાણમાં હિન્દુ પંડિતો વસતા હતા ત્યાં પંડિતો માટે અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ પીડીપી ગઠબંધનની સરકાર વખતે સેટેલાઈટ ટાઉન એટલે કે પંડિતો માટે વિશેષ સ્થાન બનાવવાની પ્રક્રિયા પર ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ત્યાંની નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ સરકાર દ્વારા આને વિભાજનકારી ગણાવી તેનો ભારે વિરોધ કરાતાં આ યોજના અટકી પડી હતી. આ યોજના એ પનુન કાશ્મીર તરફનું પ્રથમ પગલું હતું.
 
એક તરફ કાશ્મીરી પંડિતો કાશ્મીરમાં તેમનો સ્વતંત્ર રાજ્ય માગી રહ્યા છે તો બીજી તરફ અલગાવવાદી નેતાએ નેશનલ કોન્ફરન્સ પીડીપી અને કોંગ્રેસ જેવા રાજનૈતિક પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. આ સંગઠનની મુખ્ય માંગો છે. કાશ્મીરી પંડિતોને એક સ્થાને વસાવવા રાજ્ય વિધાનસભામાં પાંચ બેઠકો કાશ્મીરી પંડિતો માટે આરક્ષિત કરવી. કાશ્મીરી પંડિતો પર થયેલ હિંસા અત્યાચારની તપાસ માટે સ્પેશિયલ ક્રાઇમ ટ્રિબ્યુનલનું ગઠન, મંદિરો અને શ્રાઇનના સંરક્ષણ માટે અધ્યાદેશ, કાશ્મીરી પંડિત યુવાઓને સરકારી નોકરીમાં અનામત, જેનો સાઈડ એન્ડ એટ્રોસિટીઝ પ્રિવેન્શન બીલ ૨૦૨૦ ભારત સરકાર સંસદમાં પાસ કરાવે.
 
- ડૉ. બીના બુદકી