હિન્દુત્વ એ જ ભારતની ઓળખ છે હિન્દુ શબ્દ આ રાષ્ટનું વિશેષણ છે !

    ૦૬-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

hindutva_1  H x
 

હાલના કોંગ્રેસના નેતાઓમાં રાષ્ટીય ભાવનાનો અભાવ

 
હિન્દુત્વની સંકલ્પના મૂલતઃ સર્વસમાવેશક હોવાથી સૌને જોડનારી છે. તેમાં ભેદભાવને સ્થાન જ નથી. ભારતીય લોકોના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક તથા વ્યાવસાયિક જીવનમાં હિન્દુત્વ નિરંતરપણે અભિવ્યક્ત થતું રહે છે. ૨૦૧૯ની લોકસભાનાં ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને મળેલી સતત બીજી ધોબીપછાડના સંદર્ભમાં એક વામપંથી પત્રકારે મને પ્રશ્ન કર્યો હતો કે કોંગ્રેસની આવી દુર્દશાનું કારણ શું ?
 
એ વામપંથી પત્રકારના પ્રશ્નના ઉત્તરમાં મેં તેમને સામો પ્રશ્ન કર્યો, કોંગ્રેસનું પૂરું નામ શું છે ? ક્ષણભર વિચાર કરીને તેમણે કહ્યું, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. મેં તેમને બીજો પ્રશ્ન પૂો, આ નેશનલ શબ્દનો તમે શું અર્થ કરો છો ? પેલા પત્રકાર મૂંઝાઈ ગયા, કેમ કે તેમની પાસે કોઈ ઉત્તર નહોતો. મેં તેમને સમજાવ્યું કે ઇન્ડિયન શબ્દ ભારત અને ભારતને લગતા બધા જ સંદર્ભોના અર્થમાં વપરાય છે તથા તે ભૌગોલિક પદ છે, પરંતુ નેશનલ શબ્દ ગુણાત્મક છે. ભારતીય સંદર્ભમાં નેશન શબ્દનો અર્થ ભારતની પ્રજા એવો થાય છે, હજારો વર્ષોથી ચાલી આવેલી ભારતીય પ્રજાની જીવનપદ્ધતિ એ જ આ રાષ્ટની ઓળખ છે. તેથી રાષ્ટીય નેશનલ એ શબ્દમાં આ ઓળખને આત્મસાત્‌ કરવી તથા તેને ઢ કરવી એ અર્થ અભિપ્રેત છે. પરંતુ કોંગ્રેસની સ્થાપના પછી લગભગ ૨૦ વર્ષ સુધી કોંગ્રેસે અંગ્રેજોની વિરુદ્ધ કામ કરવાનું નક્કી કર્યું અને કોંગ્રેસમાં આવેલા આ આમૂલ પરિવર્તનનું કારણ હતું કે તે સમયે રાષ્ટીય વિચારધારાથી યુક્ત નેતાઓનો પહેલીવાર કોંગ્રેસમાં મોટા પાયે પ્રવેશ થયો હતો. રાષ્ટીય ગુણોથી યુક્ત કોંગ્રેસના આ નેતાઓને અનાદિકાળથી ચાલી આવેલી અને હજારો વર્ષોનાં વિદેશી આક્રમણોની સામે પણ અડગ રહેલી ભારતની રાષ્ટીયતા - ઓળખ પ્રત્યે ભારોભાર આદર હતો. આજે કોંગ્રેસના નેતાઓમાં આવી ભાવનાનો અભાવ હોવાથી રાષ્ટના મતદાતાઓએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે. આ સાંભળીને તે વામપંથી પત્રકાર દિશાશૂન્ય ચાલ્યા ગયા.
 
આધ્યાત્મિકતા એ ભારતીય જીવનપદ્ધતિનું અભિન્ન અંગ હોવાથી તે સર્વસમાવેશક છે. ભારતીય સમાજ જેવું લચિલાપણું અને સહજ સર્વસમાવેશકતા વિશ્વના અન્ય કોઈ પંથ સમાજમાં જોવા મળતાં નથી. તેનું કારણ પણ એ જ છે કે તેમાં આધ્યાત્મિકતાને સ્થાન નથી. ભારતમાં વસતા સેંકડો જાતિ, પંથ, ભાષાના લોકોને આધ્યાત્મિકતા ગળથૂથીમાં જ મળતી હોવાથી તે સૌ કોઈને સહજતાથી સ્વીકારે છે. આપણા આ ભારતીય સમાજનાં ઊડીને આંખે વળગે એવાં ચાર પરિમાણોને આપણે સદાસર્વદા ધ્યાનમાં રાખવાં જોઈએ.
 
(૧) પ્રથમ પરિમાણ એ છે કે ભારતીય સમાજ એક સત્, વિપ્રાઃ બધા વદન્તિ એ બોધવાક્યને સંપૂર્ણપણે અનુસરે છે. સર્વવ્યાપી એક પરમ તત્ત્વને અનેક માર્ગોથી પ્રાપ્ત કરી શકાય છે એ સત્યને ભારતે અનુસરણ દ્વારા સિદ્ધ કર્યું છે. વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આ જ ઘોષણા કરીને પશ્ચિમના લોકોને સંદેશ આપ્યો હતો કે ભારત એટલો બધો સહિષ્ણુ છે કે તે પરમ તત્ત્વને પામવાના સર્વ માર્ગોનો સ્વીકાર કરે છે તથા ભારતમાં Inclusive શબ્દ માટે સર્વસમાવેશક શબ્દ તો છે, પરંતુ અન્ય પંથોમાં પ્રવર્તતો Inclusive શબ્દના વિરોધી શબ્દ Exclusive માટે એક પણ શબ્દ નથી. સંસ્કૃત ભાષા - સંસ્કૃતિની આ વિશેષતા છે !
 
(૨) અનેકતા વિવિધતામાં એકતા એ ભારતની બીજી વિશેષતા છે. માત્ર ભારત જ એવો દેશ છે કે જ્યાં વિવિધતા મતભેદ(differences)ના સ્વરૂપે જોવા મળતી નથી. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું હતું કે, અનેકતામાં એકતાનાં દર્શન કરીને વિવિધતામાં એકતાની સ્થાપના કરવી એ જ ભારતીય ધર્મનું મૂળભૂત લક્ષણ છે. ભારતીય સમાજની આ વિશેષતાને કારણે આપણે કોઈ પણ પંથ, શ્રદ્ધાને સહજતાથી સ્વીકારી શકીએ છીએ. આપણી મૂળભૂત સંસ્કૃતિને અનુસરીને આપણે અન્ય કોઈ પણ બાહ્ય પંથ-વિચાર-શ્રદ્ધાને આપણામાં સમાવી શકીએ છીએ. અભારતીય પંથોમાં આવી સર્વસમાવેશકતાને સ્થાન જ નથી.
 
(૩) ભારતીય સમાજની ત્રીજી વિશેષતા એ છે કે અહીં પ્રત્યેક પ્રાણીમાત્ર એ દિવ્યતાનો અંશ હોવાથી પ્રત્યેક જીવ-જાતિ, લિંગ, પંથથી નિરપેક્ષ રહીને આ દિવ્યતાની અભિવ્યક્તિ કરવા સર્જાયો છે તેવી શ્રદ્ધા ધરાવે છે. આવી દૃઢ શ્રદ્ધા ધરાવતા આપણા સમાજમાં એટલા માટે જ ધર્મ, અર્થ, કામ એ ત્રણ પુરુષાર્થની સાથે જ મોક્ષ એ ચોથા પુરુષાર્થને સ્થાન મું છે. ધર્મના માર્ગે અર્થ અને કામની પ્રાપ્તિ કરવામાં આવે તો જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે એ સત્ય ભારતીય સમાજ સ્વીકારે છે.
 
(૪) ભારતીય સમાજની સમાજની ચોથી વિશેષતાએ છે કે તે પરમતત્ત્વની પ્રાપ્તિ માટે વ્યક્તિ ગમે તે માર્ગને અનુસરવાની સ્વતંત્રતા આપે છે. આથી વ્યક્તિ પોતાની શક્તિ, ભક્તિ, રુચિ, પ્રકૃતિને આધારે પ્રભુપ્રાપ્તિ માટે એક અથવા તો એકથી વધુ માર્ગને અનુસરી શકે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પ્રબોધવામાં આવેલ જ્ઞાન, કર્મ અને ભક્તિ એ માર્ગોને અનુસરીને જ તમને મોક્ષ મળશે, અન્યથા નહીં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. એટલું જ નહીં, સમગ્ર ગીતાજ્ઞાન આપ્યા પછી પણ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને અંતે તો યથેચ્છસિ તથા કુરુ તારી ઇચ્છા હોય તે પ્રમાણે કર એમ કહે છે. આવું સ્વાતંત્ર્ય અન્ય કોઈ શ્રદ્ધા કે પંથમાં સ્વીકાર્ય નથી.
 

hindutva_1  H x 

ધર્મની સંકલ્પના જ મૂલતઃ ભારતીય છે

 
ભારતની મૂળભૂત પ્રકૃતિ જ ધર્મ છે. સ્વાભાવિક રીતે જ અહીં ધર્મ રીલીજન શબ્દને કે પૂજાપદ્ધતિ, કર્મકાંડો સાથે લેશમાત્ર સંબંધ નથી. અહીં ધર્મ તો સ્વને સમદૃષ્ટિ તરફ લઈ જાય છે, એટલે કે સ્વમાં પોતાની સાથોસાથ પરિવાર, સમાજ, ગામ, નગર રાજ્ય દેશ-વિશ્વ સહિત સચરાચર સૃષ્ટિને પણ સ્થાન છે. આ સર્વની મંગલ કામના કરવી એટલે જ ધર્મ એમ ભારત સ્વીકારે છે. એટલે જ ધર્મ શબ્દ ક્રિયાકલાપ, વિશેષ વસ્ત્રપરિધાન, વિશેષ પુજાપદ્ધતિ કે કર્મકાંડ ઇત્યાદિનો દ્યોતક નથી. હા, ઉપાસના પદ્ધતિ ધર્મમાર્ગના અનુસરણ માટે પૂરક હોય છે. ટૂકમાં પૂજાપદ્ધતિ એ કોઈ એક પંથ/ધર્મનું અંગ હોઈ શકે, પરંતુ તે જ ધર્મ છે એવું સર્વથા નથી.
 
આ સંદર્ભમાં જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ધર્મની સંકલ્પના જ મૂલતઃ ભારતીય છે. આ જ સંકલ્પનાને અનાદિ કાળથી ભારતીય સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય અને સમાજજીવનમાં સ્થાન મળેલું છે. આ સંકલ્પનાનો વિશ્વની કોઈ પણ ભાષામાં સમાનાર્થી શબ્દ નથી. Religion પણ નહીં કેમ કે Religion શબ્દમાં સીધી રીતે જ પૂજાપદ્ધતિ વણાઈ ગઈ છે. ધર્મ શબ્દને પૂજાપદ્ધતિ સાથે લેશમાત્ર સંબંધ નથી. તેથી જ આપણે કહીએ છીએ કે ઈશાવાસ્યમિદ સર્વમ્‌ ઉપનિષદના આ શ્લોક દ્વારા આપણે સમગ્ર સૃષ્ટિની એકાત્મા સિદ્ધ કરીએ છીએ. આ શ્લોક સ્વને સમષ્ટિ સાથે જોડે છે. તેથી જ માત્ર હિન્દુ સમાજમાં પાણીની પરબો, અન્નક્ષેત્રો તથા વિસામા જોવા મળે છે, અન્ય કોઈ પંથના સમાજમાં પરબ કે અન્નક્ષેત્રની કલ્પના પણ થઈ શકતી નથી. આમ સમગ્ર સચરાચર સૃષ્ટિને ઈશ્વરની નિર્મિતી ગણીને તેના હિત માટે કામ કરવું એટલે જ ધર્મ. ધર્મની આ ભારતીય સંકલ્પનામાં ઉપાસના પૂજાપદ્ધતિને પ્રત્યક્ષપણે કોઈ સ્થાન નહીં. હા, પરોપકારની પ્રક્રિયામાં એ પૂરક બની શકે છે. ટૂકમાં વૃક્ષારોપણ, દીનદુઃખિયાંઓને સહાય, જળાશયો તેમજ માર્ગોનું નિર્માણ, અંગદાન-દેહદાન આવાં બધાં જ કાર્યો એ જ ધર્મ, એ જ ભારતની શ્રદ્ધા છે. એટલે જ તેને ત્યક્તેન ભુંજીથાઃ કહીને ધર્મકાર્યમાં નાત-જાત-પંથના ભેદનો છેદ ઉડાડી દીધો છે. કોઈ પણ વ્યક્તિ આ ધર્મનું અનુસરણ પોતાની રીતે કરી શકે છે. ભારતીય ધર્મની આ છે વિશેષતા ! આ સંદર્ભમાં ભગિની નિવેદિતાનું વિધાન આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જો વ્યક્તિ પોતાના અર્થોપાર્જનનો માત્ર પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે તેના બદલે પરોપકાર પરમાર્થ માટે તેનો ઉપભોગ કરે તો તે વ્યક્તિની સાથોસાથ સમગ્ર સમાજ સુખી સંપન્ન બને છે. પરંતુ વ્યક્તિ પોતાનાં સંસાધનોનો ઉપભોગ માત્ર પોતાના માટે જ કરે તો માત્ર ગણ્યાગાંઠ્યા લોકો સાધનસંપન્ન બને છે, પરંતુ સમાજ તો ગરીબ જ રહે છે. ધર્મની ભારતીય સંકલ્પનામાં પરમાર્થ, પરોપકાર, સમષ્ટિનું કલ્યાણ એ જ અર્થ અભિપ્રેત છે, નહીં કે કોઈ વિશેષ વસ્ત્રપરિધાન કે પૂજાપદ્ધતિ.
 
ધર્મની એક વ્યાખ્યા છે ધારણાત્‌ ધર્મઃ ધર્મો ધારયતે પ્રજાઃ એટલે કે જે સૌને એકસૂત્રતામાં જોડી રાખે છે તે જ ધર્મ. આથી જ ભારતમાં ધર્મ એ સર્વસમાવેશક છે. તેમાં સૌને સાથે રાખવાની વાત છે, કોઈને બહાર કાઢવાની exclusion ની વાત જ નથી. વિવેકાનંદ કેન્દ્રની પ્રાર્થનામાં એક શ્લોક ગાવામાં આવે છે.
 
જીવને યાવદાદાનં સ્યાત્‌ પ્રદાનં તતોધિકમ્‌ ।
ઇત્યેષા પ્રાર્થનાસ્માક ભગવન્‌ પરિપૂર્યતામ્‌ ॥
 
અર્થાત્‌ હે ભગવાન, ં જેટલું પ્રાપ્ત કરું છું તેનાથી અધિક સમાજને આપી શકુ એવી મારી મનોકમાનાને પૂર્ણ કર એ જ મારી પ્રાર્થના છે.
 

hindutva_1  H x 

પરમાર્થની ભાવના એ જ હિન્દુત્વ

 
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે આ જ પ્રાર્થનાનો વિસ્તાર તેમના સ્વદેશી સમાજ એ લેખમાં કર્યો છે. તેઓ લખે છે કે, કલ્યાણ રાજ્યની સંકલ્પના ભારતીય નથી જ, કેમ કે ભારતીય સમાજે પોતાની આવશ્યકતાઓ માટે રાજ્ય (શાસન, સરકાર) ઉપર ભાગ્યે જ આધાર રાખ્યો છે. ધર્મ આધારિત જીવન જીવતા ભારતીય લોકોએ પોતાના સમગ્ર સમાજના યોગક્ષેમની સતત ચિંતા કરી છે. આપણી લોકસભાના પ્રવેશદ્વાર ઉપર પણ અંકિત ધર્મચક્રપ્રવર્તનાય તથા રાજ્યસભાના પ્રવેશદ્વાર ઉપર સત્યં વદ, ધર્મંચર સૂત્રમાં ધર્મની ભારતીય સંકલ્પના જ અભિપ્રેત છે, નહીં કે Religionની. આપણી સંવિધાનની રચના માટે નિમાયેલી સમિતિના સૌ સભ્યોને પણ ધર્મની આ જ સંકલ્પના સ્વીકાર્ય હતી. આપણી સર્વોચ્ચ ન્યાયાલયનું ઘોષવાક્ય છે, યતો ધર્મસ્તતો જયઃ (જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે) આપણા રાષ્ટધ્વજમાં સ્થાન પામેલ ચક્ર એ `ધર્મચક્ર' છે, જે આપણને ધર્મના માર્ગે ગતિશીલ રહેવાની પ્રેરણા આપે છે. પરમાર્થથી જ ધર્મચક્રનું ચલન થાય છે.
 
૧૯૮૬-૮૮નાં વર્ષોમાં ગુજરાતમાં સતત ત્રણ વર્ષ ભીષણ દુષ્કાળ હતો ત્યારે વડોદરામાં પ્રચારક હતો. સમાજસેવામાં સદા તત્પર એવા રા. સ્વ. સંઘ દ્વારા દુષ્કાળ પીડિત સમાજમાં સુખડીના પૌષ્ટિક આહારનું વિતરણ કરવાની યોજના બની હતી. એક વખત વડોદરાના કાર્યાલયમાં ભિક્ષુક જેવી લાગતી એક સ્ત્રી આવી અને અત્યંત ક્ષીણ સ્વરમાં એટલું જ બોલી સુખડી. આ સાંભળીને કાર્યકર્તાએ તે સ્ત્રીને સમજાવ્યું કે સુખડી તો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવા માટે છે, અહીંના લોકો માટે નથી. આ સાંભળીને પેલી મહિલાએ એટલા જ ધીમા પણ આનંદિત સ્વરમાં કહ્યું, બેટા, ં સુખડીના બે કકડા આપવા માટે આવી છું, લેવા માટે નહીં ! આમ, આ અત્યંત નિર્ધન એવી દીન-ક્ષીણ ભારતીય મહિલા ધર્મ શું છે તે જાણતી હતી ?!
 
થોડાં વર્ષો પૂર્વે તમિલનાડુના થિરુપુરમાં રા. સ્વ. સંઘ પ્રેરિત સક્ષમ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે એક કેમ્પનું આયોજન થયું હતું. આ સક્ષમના આયોજનથી પ્રભાવિત થઈને એક રિક્ષાવાળાએ બહારગામથી આવતા અનેક દિવ્યાંગ જનોને રેલવે કે બસ સ્ટેશનથી લાવવા લઈ જવાની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડી હતી. આ કેમ્પમાં ભાગ લેનારા દિવ્યાંગોને ફોર્મમાં ફોટો લગાવવાનો હતો. જેમની પાસે ફોટા ન હતા તે સૌને પાસેના સ્ટુડિયોવાળા ભાઈએ તાત્કાલિક ફોટા વિનામૂલ્યે પાડી આપ્યા હતા. આ રિક્ષાવાળા કે સ્ટુડિયોવાળા ભાઈઓએ પરોપકારનું જે કામ કર્યું તે જ ભારતીય સંકલ્પનાનો ધર્મ છે. તેમાં ક્રિયાકલાપ વિશેષ વસ્ત્રો કે પૂજાપદ્ધતિ ક્યાં આવી ?
 
આમ પરમાર્થની આવી કૃતિ એટલે જ હિન્દુ જીવનપદ્ધતિ એ જ હિન્દુત્વ. આથી જ કહી શકાય કે હિન્દુત્વ એ જ ભારતની ઓળખ છે અને ભારતીય સમાજ એટલે હિન્દુ. ભારતીય પ્રજાનો દ્યોતક શબ્દ એટલે હિન્દુ. હિન્દુ શબ્દ આ રાષ્ટનું વિશેષણ છે. હિન્દુ શબ્દમાં કોઈ પણ પ્રકારની પૂજાપદ્ધતિ, વસ્ત્રપરિધાન કે ઉપાસનાપદ્ધતિ સમાવિષ્ટ નહીં હોવાથી કોઈ પણ વ્યક્તિ પોતાને હિન્દુ ગણી શકે છે. આમ, હિન્દુ શબ્દ મૂળભૂત રીતે સર્વસમાવેશક છે. આ રાષ્ટના મહાપુરુષો, પૂર્વજો, સંસ્કૃતિ, ઇતિહાસ પ્રત્યે સાહજિક રીતે આદર ધરાવનાર સૌ કોઈ હિન્દુ જ છે. હિન્દુ સર્વના હિત અને કલ્યાણની કામના કરે છે. તેથી જ હિન્દુ કહે છે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્‌ દુઃખભાગ્‌ ભવેત્.
 
અહીં સર્વમાં આબાલવૃદ્ધ, સ્ત્રી, પુરુષ, શ્રીમંત, નિર્ધન, આસ્તિક-નાસ્તિક એમ સૌ કોઈનો સમાવેશ છે. સુખી થવા માટે કોઈ શરતો નથી. તેથી જ ભાષા, પંથ, આહાર, ઉપાસના પદ્ધતિ, વસ્ત્ર વગેરે બધી જ બાબતોમાં વૈવિધ્ય ધરાવતો ભારતીય સમાજ લાખો વર્ષોથી આજે પણ અજેય બનીને ટકી રહ્યો છે. આપણે ભારતીયો વિશ્વભરમાં સાહજિક રીતે જ હળીમળીને રહી શકીએ છીએ. તેનું કારણ આપણને વસુધૈવ કુટુમ્બકમ્‌ એ સૂત્ર ગળથૂથીમાં મળે છે. આવા પરમાર્થી ભારતને વિશ્વગુરુનું સ્થાન યુદ્ધ, હિંસા કે દમન દ્વારા પ્રાપ્ત થયું ન હતું. પરંતુ પોતાની કૃતિ દ્વારા વિશ્વમાં ભારતને ગુરુસ્થાને પ્રતિષ્ઠિત કર્યું હતું. આજે રાષ્ટીય સ્વયંસેવક સંઘ ભારતને વિશ્વગુરુ પદે પુનઃ પ્રસ્થાપિત કરવા માટે અવિરતપણે કાર્ય કરે છે.
 
ઘણા લોકો રાષ્ટીય અને રાષ્ટવાદી આ બે શબ્દોને સમાનાર્થી ગણવાની ગંભીર ભૂલ કરતા હોય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે રાષ્ટવાદ એ ભારતીય સંકલ્પના નથી જ. રાષ્ટવાદ શબ્દ તો ૧૬મી સદીમાં યુરોપમાં પ્રચલિત થયેલા Nation શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે તથા તેમાં રાજકીય ભૌગોલિક સંદર્ભો સમાહિત છે. ભારતની રાષ્ટની સંકલ્પના સાથે તેનો ક્યાંય મેળ બેસતો નથી. આવી જ સ્થિતિ Nation State ના સંદર્ભમાં પ્રવર્તે છે. ભારતમાં અનેક ગણરાજ્યો (States) હોવા છતાં તે સમાન સંસ્કૃતિ, ઇતિહાસ પરંપરાઓને સ્વીકારતું એક રાષ્ટ હતું, તેથી આ રાષ્ટની સંસ્કૃતિ, સમાજ, ઇતિહાસ, પરંપરાઓમાં શ્રદ્ધા રાખનાર સૌ કોઈ રાષ્ટીય National છે, નહીં કે Nationalist. આ સંદર્ભમાં જોતા એ સ્પષ્ટ થાય છે કે વર્ષ ૧૯૧૦ પછી કોંગ્રેસમાં જોડાયેલા સૌ કોઈ નેતાઓ National હતા, Nationalist નહીં, પરંતુ કાળક્રમે કોંગ્રેસમાં સામ્યવાદી વિચારધારા પ્રબળ બનવાને કારણે રાષ્ટીય નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. આજે પણ કોંગ્રેસમાં રાષ્ટીય નેતાઓનો અભાવ જોવા મળે છે.
 
રા. સ્વ. સંઘ દેશભરમાં આ જ સમાજ રાષ્ટીય ભાવનાનું જાગરણ કરી રહ્યો છે. નાત-જાત-પંથ-ભાષા-લીંગ-પ્રાંતના બધા જ ભેદભાવોનો ત્યજીને આપણે સૌ એક રાષ્ટના સંતાનો છીએ તેવી ભાવનાનું જાગરણ કરવું એટલે જ સૌ ભારતીયોને રાષ્ટીય બનાવવા. આવા રાષ્ટીય સમાજ દ્વારા જ ભારત વિશ્વગુરુ બની શકશે. રાષ્ટીય ભાવનાના અભાવથી ભારતનું પતન થયું હતું અને આવા રાષ્ટીય નેતાઓના અભાવથી ચૂંટણીઓમાં કોંગ્રેસનું !
 
* * *
 
- મનમોહન વૈદ્ય
(અ.ભા. સહસરકાર્યવાય, રા.સ્વ.સંઘ) 
 
(પ્રસ્તુતિ-અનુવાદ  : જગદીશ આણેરાવ)