દીપિકા તો કઠપૂતળી છે તે ફિલ્મના પ્રમોશન માટે નિર્ભયાની માતા પાસે કે એસિડ અટેકની પીડિતાઓ પાસે જઈ શકતી હતી…

    ૦૯-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

vivek agnihotri_1 &n
 
 
દીપિકા પાદુકોણ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા જેએનયુ પહોંચી અને વિવાદ શરૂ થઈ ગયો છે. દીપિકાની તરફેણમાં અને વિરોધમાં બન્ને બાજુના મંતવ્યો આવી રહ્યા છે ત્યારે એક જાણીતી ન્યુઝ ચેનલ એબીપીને જાણીતા ફિલ્મ નિર્દેશક વિવેક આગ્નિહોત્રીએ આ સંદર્ભે પોતાની વાત મૂકી હતી જે અહીં રજૂ કરવામાં આવી છે.
 

વિવેક અગ્નિહોત્રીએ આ મુલાકતામાં જણાવ્યું કે…

 
દીપિકાનું જેએનયુમાં જવું એ કોઈ નવાઈની વાત નથી. તેની ફિલ્મ આવી રહી છે, તેના વિશે ચર્ચા થઈ રહી નથી. કોઈ હાઈપ મળી રહી નથી. એક સરસ વિષય પર ફિલ્મ બની છે. ઘણા વર્ષ પછી લોક જાગૃતિ માટે ફિલ્મ બની છે તો મને એવું લાગી રહ્યું હતું કે દીપિકા નિર્ભયાની માતા સાથે ફોટો પડાવશે, એસિડ અટેકના પીડિતો સાથે ફોટો ખેંચાવશે, કંગના રાનાવતની બહેન પર પણ એસિડ ફેંકાયો હતો... આ બધાને મળી ફિલ્મ પ્રમોટ થાય એ જરૂરી હતું. આ ફિલ્મ પ્રમોશનની યોગ્ય રીત છે. પરંતુ તેમની માર્કેટીંગ કંપની (જનસંપર્ક કરવાની કંપની) એ દીપિકાને કહ્યું હશે કે આ વિષય ટ્રેન્ડ કરી રહ્યો નથી. મીડિયામાં છવાવું હોય તો આવું કંઈક કરવું પડે. આમાં દીપિકાની કોઈ ભૂલ નથી. એ તો માત્ર એક કઠપૂતળી છે.
 
તમારે એ જાણવું જોઈએ કે આ કઠપૂતળીની પાછળ કોણ છે. ભારતમાં ૩૦ કરોડ વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે? એક – બે લાખ વિદ્યાર્થીઓ? મતલબ એ છે કે આ દેશના 99.99 ટકા વિદ્યાર્થીઓ ભારત સાથે છે. 0.02 ટકા જેટલા વિદ્યાર્થી-લોકોને જ આ પ્રકારની આઝાદી જોઈએ છે.
 

deepika padukon_1 &n 
 
હવે આ 0.02 ટકા લોકો સાથે દીપિકા જઈને ઊભી રહી તો તેણે પોતાનો સપોર્ટ આ લોકોને આપી દીધો છે અને બાકીના 99.99 ટકા વિદ્યાર્થીઓ તેની સાથે નથી. એ વિદ્યાર્થીઓ જે ભણી-ગણીને એક થવું ભારત બનાવવા માગે છે, જે ભારતને વિશ્વગુરુ બનાવવા માગે છે, જે ભારત માટે જીવે છે, ભારત માટે મરે છે, મહેનત કરે છે તેવા વિદ્યાર્થી આ લોકો સાથે નથી.
 
આ બોલિવૂડની હસ્તીઓ પોતાની એસી ગાડીમાંથી ઉતરે છે, એસી રૂમમાં પ્લાન બનાવે છે. તેમને દુનિયા વિશે કઈ ખબર નથી અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી, બધાના વખાણ ઉઘરાવશે.
 
આ જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તેની ઉપર ૩૫ વર્ષ કરતા વધારે જોવા મળે છે. ૩૫ વર્ષનો સ્ટુડન્ડ ? એ તો ત્યાં ભણતો પણ નથી. ક્વાટર્સ રોડ પર જે પ્રદર્શન થઈ રહ્યું હતું તેના વિદ્યાર્થીઓ ક્યાં હતા ? ત્યાં તો બોલિવૂડની હસ્તીઓ હતી.
 

દીપિકા કઠપૂથળી કેમ ? એ તેનો વિચાર ન મૂકી શકે?

 
આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, શું દીપિકા હોલિવૂડમાં, અમેરિકામાં જઈ કોઈ કોમ્યુનિસ્ટ સ્ટુડન્ટને સપોર્ટ કરી શકી ? કરી બતાવે, વાત પૂરી ! ત્યાં તમે આવું નહીં કરી શકો, અને અહીં જે દેશને તોડવાની વાત કરે છે તેની સાથે તમે ઊભા છો.
 
બીજી એક વાત. બોલિવૂડના કેટલા લોકો હતા પ્રદર્શનમાં ? ફરાન અખ્તર, સ્વરા ભાસ્કર, ઋચા ચડ્ડા, આ આઠ-દસ લોકો હતા. બોલિવૂડમાં કેટલા લોકો કામ કરે છે ? પાંચ લાખ રજિસ્ટર્ડ લોકો છે. જે અહીં કામ કરે છે. શું બોલિવૂડના બધા લોકો કનૈયા કુમારને સપોર્ટ કરે છે ? આ પ્રદર્શનને સપોર્ટ કરે છે ? 99.99 ટકા લોકો ભારતને સપોર્ટ કરે છે. કમ્યુનિઝમને નહીં.
 
જો દીપિકા પોતાના મનથી ગઈ હતી તો દીપિકા અમેરિકામાં પણ આવું કરી શકે ? અને જો કોઈના કહેવાથી ગઈ તો તેને માફ કરો તેનું તો કોઈ અસ્તિત્વ જ નથી.
 
આ બધાનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે. આ પાકિસ્તાનનો ગેમ પ્લાન છે. ભારત હિન્દુ આતંકવાદ ફેલાવે છે લેવું પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સ્તરે સાબિત કરવા માટે છે અને આવા લોકો પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે. કનૈયાકુમાર અને એ બધા અર્બન નક્સલવાદ ફેલાવે છે. તેમને અઢળક ફંડ આવે છે. પણ સામાન્ય વિદ્યાર્થીઓનું શું ?દીપિકાને બાળક થાય તો શું ને કનૈયા કુમાર જેવા લોકો સાથે તેને જેએનયુમાં ભણવા મોકલશે ? કે ત્યાં મોકલશે જ્યાં કોમી લોકોને મંજૂરી નથી. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા…