CAA ના સમર્થનામાં જૂહી ચાવલાએ જે કહ્યું તે ટ્રેન્ડ થઈ રહ્યું છે…

    ૦૯-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

juhi chawla_1  
 
અનુરાગ કશ્યમ, વિશાલ ભારદ્વાજ, તાપસી પન્નુ, ગોહર ખાન, ઋચા ચડ્ડા જેવા ફિલ્મી કલાકારોએ CAA અને NRC જેવા કાયદાઓનો વિરોધ કર્યો છે ત્યારે હવે દીપિકા પાદુકોણે પણ JNUમાં જઈને અહીંના વિદ્યાર્થીઓનોને સપોર્ટ કર્યો છે. જેનો વિવાદ થયો અને હવે એક્ટર જુહી ચાવલા આ લડાઈમાં આવી છે.
 
CAA, NRC વિરુધ્ધ મુંબઈમાં થોડા દિવસ પહેલા એક પ્રદર્શન થયું જેમાં “”ફ્રી કાશ્મીર”ના બેનર દર્શાવવામાં આવ્યા. જેના વિરોધમાં બીજું એક પ્રદર્શન થયું. જેમાં બોલીવુડની એક્ટર્સ જૂહી ચાવલા અને કેટલાક મોટાનામો પણ જોડાયા. અહી વિરોધ કરવા ઉપસ્થિત થયેલા લોકોને જુહી ચાવલાએ સંબોધન પણ કર્યું. અહી જૂહી ચાવલા શું બોલી તેનો એક વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જુહી ચાવલાએ જે કહ્યું તે લોકો ટ્વીટર પર આગળ વધારી રહ્યા છે.
 

જૂહી ચાવલા આ વીડિઓમાં કહે છે કે,

 
જેમણે છેલ્લા પાંચ વર્ષમાં એક પર રજા નથી લીધી. હું કોઇ રાજકીય પક્ષની કે રાજનીતિની વાત કરી રહી નથી. હું એક વ્યક્તિ વિશે વાત કરી રહી છું જે આપણા વડાપ્રધાન છે અને સતત આપણા દેશને આગળ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. અમે કોઇ શૂટિંગ કરી રહ્યા હોય ત્યારે મીડિયા અચાનક આવી જાય છે અને CAA અને NRC વિશે અમારું મંતવ્ય પૂછવા લાગે છે. પરંતું આપણે આ મુદ્દાને યોગ્ય રીતે સમજ્યો જ નથી તેમ છતાં કેમ આ લોકો અમારી પ્રતિક્રિયાની રાહ જોવે છે. બધા જ લોકો સરકારને કેમ આટલી ઝડપથી દોષી જાહેર કરી દે છે? હું કહું છુ કે તમે કોઇની તરફ એક આંગળી ચીંધો છો તો બાકી ત્રણ આંગળી તમારી તરફ હોય છે. તમે પોતે સમસ્યાના નિરાકરણ માટે શું કરો છો?
 

સાંભળો...