જીભને સ્વાદ આપનારું, તાવમાં હિતકારક, જઠરના અગ્નિનું બળ જાળવનાર શ્રેષ્ઠ શાકભાજી એટલે - કંટોલા

    ૦૧-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kantola_1  H x
 
 
# શરીરને તરોતાજા અને નીરોગી રાખનાર શ્રેષ્ઠતમ શાક કંટોલા / કંકોડા.
 
# આ વેલાની વિશિષ્ટતા એ છે કે નર અને માદા એમ બે અલગ વેલા હોય છે અને તેનું સાથે હોવું જરૂરી છે.
 
# તેનો ઉપયોગી ભાગ ઝીણકુડા કાંટા જેવી રેખાઓ ઊપસી હોય તેવાં કાચાં ફળો. કાચાં ફળોમાં વિટામિન્સ, પ્રોટીન, પેકટીન તથા કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે.
 
# આ ફળોના વેલા જંગલમાં ખેતરના શેઢા પાળે, નદીકાંઠે આપમેળે ચોમાસામાં ઊગી નીકળે છે અને માત્ર ચોમાસા દરમિયાન જ આ શાક પ્રાપ્ય થાય છે.

 
# મુનિનિર્મિત એટલે ઋષિ મુનિઓએ જેનું નિર્માણ કર્યું છે - કેમ કે વાવ્યા વિના જ ઊગી નીકળે છે.
 
# રુંછાવાળું ફળ હોવાથી તેને રોમશફળ કહેવાય છે.
#  યોગેશ્ર્વરા : વિષનાશક યોગોની રાણી છે તેથી યોગેશ્ર્વરા કહેવાય છે.
 
# કંટોલાનું શાક તાવમાં બહુ જ હિતકારી જાણવામાં આવ્યું છે. વાંઝણી કંટોલીના મૂળનો લેપ કરવાથી દુઃખતા સ્તનની પીડા મટે છે.
 

kantola_1  H x
 
 
# કંટોલા રુચિ આપનારું શાક છે. જીભમાં બેસ્વાદ જેવું લાગ્યું હોય ત્યારે કંટોલાનું શાક ખાવાથી સ્વાદ આવી જાય છે.
 
# કંટોલાનો એક વિશિષ્ટ ગુણ છે કે તે ભેદન છે એટલે કે તેનું સેવન કરવાથી મળના ગાંઠાને ભેદીને તોડી નીચે સરકાવે છે. કબજિયાતવાળાએ નિયમિત કંટોલાનું શાક ખાવું જોઈએ.
 
# કંટોલા ઠંડા ગુણ ધરાવે છે તેથી તે પિત્ત તથા કફનું શમન કરે છે. ભાદરવાની ગરમીથી અને ચોમાસાના વાદળિયા તાપ અને ભેજવાળા હવામાનથી વધેલા પિત્તના શમન માટે કંટોલાનું શાક ખૂબ જ હિતકર છે.
 
# વર્ષાઋતુમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે તે કંટોલા ઠંડા હોવા છતાં જઠરાગ્નિ વધારનાર તથા રુચિ પેદા કરનાર છે.
 
# ચાતુર્માસ એક ટાણાં કરનાર તથા બીજાં વ્રતોમાં કંટોલાનું શાક અવશ્ય ખાવાનું જોઈએ. કંટોલાનું શાક ખાવાથી જઠરના અગ્નિનું બળ જળવાઈ રહે છે.
 
# જેને પેશાબ અટકતો હોય અને પથરી થઈ હોય તેઓએ કંટોલાનું શાક દરરોજ ખાવું જોઈએ. કંકોડીનું મૂળ લાવી તેને લસોટી રોજ પીવાથી પથરીની રેતી થઈને તે પેશાબ વાટે નીકળી જશે.
 
# રતવા તથા ઝેરનો નાશ કરનાર છે.
 
# કંટોલા મૂળભૂત રીતે વિષાણુઓ માટે કાળ સમાન છે તેથી કેન્સરના રોગપ્રતિકારક દ્રવ્યોમાં વાંઝ કંટોલીની ગણતરી કરવામાં આવે છે. કંટોલાના કંદના ટુકડા કરી તેને સૂકવી તેનું ચૂર્ણ કરીને તે પીવાથી ગાંઠો ઓગળે છે અને કેન્સરના ઘારાને રૂઝવે છે.