નવરાત્રી - નવદિવસ-નવદુર્ગા- તેના સ્વરૂપ અને આ રીતે કરો માતાજીની પૂજા...

    ૧૭-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

navratri_1  H x
 

શુભ નવરાત્રી Shubh Navratri

 
નવરાત્રી દરમિયાન દુર્ગાદેવીનાં આ જુદાં જુદાં સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે, આવો જાણીએ નવદુર્ગા વિશે
ભગવતી દુર્ગાનાં નવ મહત્ત્વનાં સ્વરૂપો છે, જે નવદુર્ગા કહેવાય છે. નવરાત્રી દરમિયાન અનિષ્ટના વિનાશ માટે અને ધર્મના સંરક્ષણ માટે દુર્ગાદેવીનાં આ જુદાં જુદાં સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. આ નવદુર્ગાના પ્રકાર આ મુજબના છે.
શૈલપુત્રી
 
નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. જે હિમાલયની પુત્રી છે. બે હાથ ધરાવતી આ માતાના એક જમણા હાથમાં ત્રિશૂળ અને બીજા (ડાબા) હાથમાં કમળ છે. તેમની સવારી નંદી ઉપર છે. પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી મનને ‘મૂલાધારચક્ર’માં સ્થિત કરે છે. મા પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યારૂપે જન્મ્યાં હતાં અને તેમનું નામ પાર્વતી - હેમવતી પણ કહેવાય છે. કહેવાય છે કે, આ દેવીએ હેમવતી સ્વરૂપે દેવોનો ગર્વ ભાંગ્યો હતો.
 
બ્રચારિણી
 
મા નવદુર્ગાના બીજા સ્વરૂપનું નામ બ્રચારિણી કહેવાય છે. આ માતાના જમણા હાથમાં જપ્ની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. પૂર્વ જન્મમાં હિમાલયને ઘેર પુત્રી રૂપે ઉત્પ્ન્ન થયાં અને નારદના કહેવાથી શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા તપશ્ર્ચર્યા કરી હતી જેના પરિણામે બ્રચારિણી દેવીના નામથી ઓળખાય છે. તેમની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને વિજય પ્રાપ્તિ થાય છે.
 
ચંદ્રઘંટા
 
મા નવદુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ‘ચંદ્રઘંટા’ કહેવાય છે. જે કનક જેવી ક્રાંતિ ધરાવે છે. માના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ હોઈ તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેમની કૃપાથી સાધકનાં અને ભક્તોનાં કષ્ટોનું નિવારણ થાય છે. તેમના દસ હાથ છે અને દરેક હાથમાં ખડ્ગ વગેરે શસ્ત્ર, બાણ વગેરે અસ્ત્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન સિંહ છે. તેમના ધ્યાનથી ભક્તો - સાધકોનું ઇહલોક - પરલોકમાં કલ્યાણ અને સદગતિ થાય છે.
કુષ્માંડ
 
મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે. તેમની શક્તિ બ્રાંડને પેદા કરનારી છે, તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.
સ્કંદમાતા
મા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ ‘સ્કંદમાતા’ કહેવાય છે. તેઓ શૈલપુત્રી બ્રચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયાં તેથી સ્કંદ તેમના પુત્રરૂપે પ્રગટ થયા તેમની માતા હોવાથી ‘સ્કંદ માતા’ કહેવાયા. આ સ્કંદ દેવોના સેનાપતિ હતા, પુરાણો અનુસાર તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે. સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તો - સાધકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ - સુખનો અનુભવ મળે છે.
 

navratri_1  H x 
કાત્યાયની
 
મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ ‘કાત્યાયની’ કહેવાય છે. કાત્યાયની અમોધ ફળદાયી છે. એવું કહેવાય છે કે, એમના નામથી કાત્યાયન આચાર્ય થયા છે, જેમણે પાણિનીની અષ્ટાધ્યાયીની પૂર્તિ કરવાને માટે વાર્તા બનાવી છે. તેમને ‘વરુરુચિ’ પણ કહે છે. કાત્યાયન ઋષિએ એવી આશાએ તપ કર્યુ કે તેમને પુત્રી થાય ને ભગવતી ઋષિની ભાવના પૂર્ણ કરવા તેમને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયાં, એથી તેમનું નામ કાત્યાયની પડ્યું છે. વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા માટે યમુનાકાંઠે કાત્યાયની પૂજા-તપ કર્યુ હતું તેથી તેઓ વ્રજમંડળની અધીશ્ર્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માના ભક્તો - સાધકોથી તેમની ઉપાસનાથી રોગ-શોક સંતાપ, ભયમુક્ત થાય છે અને ભક્તિથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. તેમનું વાહન સિંહ છે.
કાળરાત્રિ
 
મા દુર્ગાના સાતમા સ્વરૂપનું નામ ‘કાળરાત્રિ’ કહેવાય છે. આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી ‘કાળરાત્રિ’ કહેવાયા એમના માથાના વાળ છુટ્ટા છે અને એમના ગળામાં વીજળી જેવી ચમકતી માળા છે. એમનાં ત્રિનેત્ર બ્રાંડ જેવા ગોળ છે, નાકથી શ્ર્વાસ-પ્રશ્ર્વાસ લેતાં હજારો અગ્નિની જેમ જ્વાળાઓ નીકળતી રહે છે. તેઓનું વાહન ગર્દભ છે. (શીતળાનું વાહન પણ ગર્દભ હોય છે.) ઉપર ઉઠાવેલા હાથમાં ચમકતી તલવાર છે અને નીચેના હાથમાં વરદ મુદ્રા છે. જેનાથી ભક્તો-સાધકોને શુભ ફળ આપ્નારી છે. તેમનું એક નામ ‘શુભંકરી’ છે, ભક્તોએ કોઈપણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે મા ‘કાળરાત્રિ’ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે.
મહાગૌરી
 
મા દુર્ગાના આઠમા સ્વરૂપનું નામ ‘મહાગૌરી’ કહેવાય છે. એમનો વર્ણ ગૌર છે અને તેમને ચાર ભૂજાઓ છે, શુભ્ર વસ્ત્રધારી છે, એમને ત્રણ નેત્રો છે. તેમનું વાહન ‘વૃષભ’ (બળદ) છે, જમણા હાથમાં અભયમુદ્રા, અને નીચેના હાથમાં કરમુદ્રા છે, દક્ષિણ હાથમાં ડમરુ છે. નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો, જ્યારે શિવજીએ ગંગાજળ મસળી તેમના દેહને ધોયો, ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો તે અત્યંત ગૌર બની ગયો, તેથી વિશ્ર્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયાં
સિદ્ધદાત્રી
 
મા દુર્ગાના નવમા સ્વરૂપનું નામ ‘સિદ્ધદાત્રી’ કહેવાય છે. માર્કર્ંડય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે, એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધદાત્રી છે. બ્રવૈવત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્પા, મહિમા, ઈશિત્વવશિત્વ, સર્વ કામ સાધના પરકાયા-પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકત્વ, ભાવનાસિદ્ધિ, આ અઢાર સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. દેવી પુરાણ કહે છે કે, ભગવાન શિવે તેમની આરાધના સમયે બધી સિદ્ધિઓ આપી, તેમની કૃપાએ એમનું અડધું અંગ દેવીનું થઈ ગયું, જેથી એમનું નામ ‘અર્ધનારીશ્ર્વર’ પ્રસિદ્ધ થઈ ગયું. આ દેવી સિંહવાહિની છે. તેમને ચાર ભૂજા છે, તથા હંમેશાં પ્રસન્નવદના છે, દુર્ગાના આ સ્વરૂપ્નું દેવ, ઋષિ-મુનિ સિદ્ધ યોગી-સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે.