સક્સેસ મંત્ર - જીવન અતિ કીમતી વસ્તુ છે એ તમે કદીયે ભૂલશો નહીં

    ૨૧-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
success_1  H x
 
 

જીવનનાં મૂલ્યોનું જતન કરો – સફળાતા મળશે જ

એક જમાનામાં પ્રામાણિકતા, નીતિમત્તા, વફાદારી, સત્ય આચરણ, વિશ્વાસ, વચનપાલન વગેરે પાછળ જીવની બાજી લગાવતાં લેશમાત્ર ખચકાટ અનુભવાતો ન હતો. પૈસાને હાથનો મેલ ગણવામાં આવતો હતો. જીવનમાં જે મૂલ્યો નક્કી કરવામાં આવ્યાં હતાં તેનું પાલન ગમે તે ભોગે થતું હતું. પણ આજે ?
 
આજે તો જમાનાની તાસીર બદલાતી જાય છે. માનવ પાસે અન્ય સદ્ગુણોનો અભાવ હોય છતાં આર્થિક રીતે તે માતબર હોય તો તેનું સ્થાન સમાજમાં મોભાનું ગણાવા લાગ્યું છે. જીવનનાં મૂલ્યોને સાચવનાર અને આચરણમાં મૂકનારને વેદિયો ગણવામાં આવે છે.
 
જીવન એ કોઈ સસ્તી ચીજ નથી કે તેમાં કોઈ સિદ્ધાંત, આદર્શ કે મૂલ્યો ન હોઈ શકે. મન ફાવે તે રીતે વેડફી નાખવાની એ ચીજ નથી. જીવન અતિ કીમતી વસ્તુ છે એ તમે કદીયે ભૂલશો નહીં.
 
જીવનને ઉર્ધ્વગામી બનાવે, જીવનને સાચા અર્થમાં “જીવન” બનાવે એવાં મૂલ્યો અપનાવવાં જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. તમે અપનાવેલા ઊંચા મૂલ્યોને દૃષ્ટિ સમક્ષ રાખો. પ્રસન્નતાપૂર્વક જીવો, પણ તમે અપનાવેલાં જીવનનાં મૂલ્યોના ભોગે નહીં. એ મૂલ્યોનું જતન કરો. તેનું અદકેરું મૂલ્ય છે. એ મૂલ્યોને અપનાવવાથી તમે જરૂર સાધી શકશો, એમાં શંકાને સ્થાન નથી.