ઉંમરને કારણે બાળકની વાતની ઉપેક્ષા ના કરવી જોઈએ સાંભળો અનેક રસ્તા મળશે

    ૨૧-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
chanakya_1  H x
 
 
બાલાદપ્યર્થજાતં શૃણુયાત્ ।
“બાળક પાસેથી પણ ઘણી વાત સાંભળવી જોઈએ”
 
ઉંમરમાં મોટા હોવાને કારણે બાળકની વાત મોટેરાં લક્ષમાં લેતાં નથી તે બરાબર નથી. બાળકની વાત હંમેશા બાલિશ જ હોય એવો મત મોટા માણસો ધરાવે છે. ખરેખર એવું નથી. નાનકડું બાળક પણ ક્યારેક મોટા માણસ જેવી અને સાચી વાત કહેતું હોય છે. એ બાળકની વાત બરાબર સાંભળી અમલમાં મૂકવા જેવી હોય છે. બાળક નિર્દોષ હોવાથી તે દોષ વગરની અને સાચી વાત કરતું હોય છે.
 
ઉંમરમાં મોટા હોવું એ એક અકસ્માત છે. ક્યારેક મોટા પણ બાલિશ વાત કરતા હોય છે, જ્યારે બાળક મોટા જેવી શાણપણભરી વાત ક્યારેક કરતાં હોય છે. તેથી ઉંમરને કારણે બાળકની વાત ઉવેખવાની જરૂર નથી. નાનકડું સિંહનું બચ્ચું મોટા હાથી સામે થઈ જાય છે. નાનકડા સૂર્યબિંબના કિરણો મોટા મોટા પર્વતો પર પડે છે. નાનકડો બાળક પ્રહ્લાદ તેના રાક્ષસ પિતા હિરણ્યકશિપુની સામે પડે છે. આમ મનુષ્યમાં રહેલા ગુણો પૂજવાલાયક છે, તે સ્ત્રી હોય કે પુરુષ તથા તે બાળક હોય કે વૃદ્ધ. માટે જ કહ્યું છે કે ગુણાઃ પૂજાસ્થાનં ગુણિષુ ન ચ લિંગ ન ચ વયઃ । અષ્ટાવક્ર જેવા નાનકડા બાળકે જનક રાજાની સભામાં જઈને પોતાનાથી ઉંમરમાં ઘણા મોટા પંડિતોને પોતાના શાસ્ત્રજ્ઞાનથી ચૂપ કરી દીધા હતા. બ્રિટિશ વડા પ્રધાન પિટ બહુ નાની વયે વડાપ્રધાન બનેલા. આવા ઘણા દાખલા આપી શકાય.
 
બાલાદપિ સુભાષિતં ગ્રાહ્મમ્ । અર્થાત્ બાળક પાસેથી પણ સારી વાત સ્વીકારવી જોઈએ. ઉંમરને કારણે બાળકની વાતની ઉપેક્ષા ના કરવી જોઈએ. બાળક પાસેથી ઘણી વાત સાંભળવાનો અનુરોધ પ્રસ્તુત સૂત્રમાં લેખકે કર્યો છે.
 
ચાણક્યનાં સૂત્રો…
 
આજના સ્પર્ધાત્મક જમાનામાં યુવાનોને સાચી સલાહ આપનાર જો કોઇ શ્રેષ્ઠ ગૂરૂ હોય તો તે ચાણક્ય છે. આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે જે સૂત્રો રચ્યાં છે તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ચાણક્યના બધા જ સૂત્રો, સુભાષિતોમાં આપણી વર્તમાનની દરેક મૂંઝવણનો ઉપાય મળી રહે છે. આજથી દરરોજ ચાણક્યના જીવન ઉપયોગી એક સૂત્ર અહીં પોસ્ટ કરવામાં આવશે. વાંચવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો…
 
Website - www.sadhanaweekly.com
 
Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik
 
Instagram - https://www.instagram.com/sadhanasaptahik/
 
Youtube - Sadhana Saptahik
 
Twitter - https://twitter.com/sadhanaweekly