ગળાની બધી જ સમસ્યોના આયુર્વેદિક ઉપાયો જાણી લો

    ૨૭-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

throat pain_1  
 
 
આજકાલ ગળાનો દુઃખાવો સામાન્ય છે. ગળું દુઃખવાના અનેક કારણો હોય શકે છે. આખી રાત પંખા નીચે સૂઈ જાવ અને સવારે શર્દી થઈ જાય તો પણ ગળું દુઃખી શકે છે. બહું ઠંડું ખવાઇ ગયુ હોય તો પણ અને પેટમાં ગર્મી વધી ગઈ હોય તો પણ ગળું દુઃખી શકે છે. આવો આપણે આ માટેના ઘરેલું ઉપચાર જોઇએ... 
 
- ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવા.
- બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે. પેઢાં મજબૂત નિરોગી થાય.
- ગળું બેસી ગયું હોય તો મીઠાના કોગળા કરવા.
- દૂધમાં હળદર નાખી પીવાથી ગળું ખૂલી જશે.
- શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
- લવિંગને શેકી મોંમાં રાખી ચૂસવાથી ખૂલશે.
- તુલસીનાં પાન ચાવવાથી મોંની દુર્ગંધ મટે છે.
- ચણોઠીનાં પાન ચાવવાથી મોંનાં ચાંદા મટે છે.
- કોથમીર ચાવીને ચૂસવાથી ગળાનો દુખાવો મટે છે.
- જેઠીમધ, હળદર, કાથો, અરડૂસી પૈકી કોઈ પણ એક લેવાથી ગળું સાફ થાય છે.
- શિવામ્બુ કે ગૌમૂત્રથી પણ ગળું સાફ રહેશે. દુખાવો, ચાંદાં, દુર્ગંધ મટશે. ત્રણ વાર કોગળા કરવા. સવાર-બપોર-સાંજ.
- એક્યુપ્રેશર કરો. બિંદુ ન. 1થી 7 દબાવો.
- મેગ્નેટનો પટ્ટો ગળે બાંધવો, ભીની માટીનો ગળે લેપ કરવો. શિવામ્બુના કોગળા કરવા – ગળાની મેરિડિયન કસરત કરવી. સહેલુ તે પહેલું કરવું.
 
નોંઘ – અહીં આપેલી બધી જ વિગતો માત્ર તમને માહિતગાર કરવા, તમને માહિતી આપવા માટે છે. આ ઉપાયો વૈદ્યજીને એકવાર પુછીને અમલવા મૂકવા વધુ હિતાવહ છે.