વલ્લભગઢ હત્યાકાંડ – બે વર્ષ પહેલા આરોપીને માફ કરવાની ભૂલ ન કરી હોત તો આજે નિકિતા આપણી વચ્ચે હોત

    ૨૮-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ballabhagardh case_1 
 
 
ફરીદાબાદ – હરિયાણાના ફરીદાબાદનું બલ્લભગઢ એક દુઃખદ ઘટનાને લઈને સોશિયલ મીડિયાથી લઈને મેઈન મીડિયા સુધી ચર્ચામાં છે. કેમ છે? તેનું કારણ તો તમને ખબર જ છે. છતાં જણાવી દઈએ કે અહીં કોલેજથી પરીક્ષા આપીને પાછી ફરતી નિકિતા તોમરનું તૌસીફ નામના આરોપીએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી નાંખી. જેનો વીડિઓ પણ ખૂબ વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં પણ લોકોને આને લવ જિહાદ ગણાવે છે. નિકિતાને ન્યાય અપાવવા દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોમાં ગુસ્સો છે. એક તરેફી પ્રેમમાં પાગલ તૌસીફની વાત નિકિતાએ ન માની એટલે તેને આવું પરિણામ ભોગવું પડ્યું છે.
 
જોકે આ ઘટનાનો વીડિયો સામે આવતા આ કેસના બે આરોપીઓને પોલીસે પકડી લીધા છે. હવે આ આરોપીઓની જુદી-જુદી વાતો સામે આવી રહી છે. મીડિયાના અનેક અહેવાલો કહી રહ્યા છે કે આરોપી તૌફિકના કાકા આફતાબના કનેકશન રાજનેતાઓ સાથે વધારે છે. તેમની બે તસવીર પણ વાઇરલ થઈ છે જેમાં તે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોવા મળે છે.
 

ballabhagardh case_1  પોલીસે બન્ને આરોપીની ઘરપકડ કરી છે...
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ સંદર્ભે બે વર્ષ પહેલા પણ એક ઘટના ઘટી હતી. તૌસીફ પહેલાથી ક નિકિતાને હેરાન કરતો રહ્યો છે. તે નિકિતાના એકતરફી પ્રેમમાં હતો. માટે તે તેને અવાર – નવાર હેરાન પણ કરતો, પણ નિકિતાને તેની સાથે લગ્ન કરવા ન હતા. તેનેતો ભણી ગણી આઈએએસ બનવું હતું. આથી બે વર્ષ પહેલા જ્યારે તૌફિકની હેરાનગતી વધી ગઈ તો તોમર પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. મીડિયા સાથે વાત કરતા નિકિતાના ભાઇ નવીન તોમરનું કહેવું છે કે હત્યાનો આરોપી તૌસીફ કોંગ્રેસ વિધાયક આફતાબ અહમદનો ભત્રિજો છે. આ મોટા અને પહોંચેલા લોકો છે. તેમની કોંગ્રેસના મોટા-મોટા નેતાઓ સુધી પહોંચ છે. તેમનું કઈ બગડે એવું નથી. બે વર્ષ વહેલા પણ તૌસીફે નિકિતાને હેરાન કરી હતી. આ સંદર્ભે અમે પોલીસ ફરિયાદ પણ કરી હતી, આ લોકો પહોંચેલા લોકો છે, અમે ડરી ગયા અને પંચાયતની સામે અમે બધું સમાધાન કરી લીધું.
 
ઉલ્લેખનીય વાત એ છે કે બે વર્ષ પહેલા સમાધાન કરીને જો નિકિતાના પિતાએ પોલીસ ફરિયાદ પાછી ન ખેંચી હોત તો આજે નિકિતા આપણી વચ્ચે હોત…