હવે દેશનો કોઇ પણ નાગરિક કાશ્મીરમાં જમીન ખદીરી શકશે, કોણે કહ્યું કાશ્મીર વેંચાવા માટે તૈયાર છે!

    ૨૮-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

jammu kashmir_1 &nbs
 
જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ ની ઘારા નાબૂદ થયા પછી અહીં ઘણા પરિવર્તન આવ્યા છે, અનેક કાયદાઓ અને નિયમો હવે અહીં બદલાઇ ગયા છે. ૩૭૦ ની ધારા અહીં લાગુ હતી ત્યારે અહીં દેશનો કોઇ નાગરિક કાશ્મીરમાં મિલકત કે જમીન ખરીદી શકતો ન હતો પણ હવે આ શક્ય બન્યું છે. હવે દેશનો કોઇ પણ નાગરિક કાશ્મીરમાં જમીન ખદીરી શકશે અને અહીં પોતાનું નિવાસ્થાન બનાવી શકશે. હંમેશાં માટે સ્થાઈ પણ થઈ શકશે.
 
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે ગયા મંગળવારે આ સંદર્ભે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે જેમાં કહેવાયું છે કે દેશનો કોઇ પણ નાગરિક હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જમીન ખરીદી શકે છે. જો કે હાલ ખેતીની જમીન કોઇ ખરીદી નહી શકે. ગૃહ મંત્રાલયના મતે આ આદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ત્રીજો આદેશ ૨૦૨૦ કહેવામાં આવશે. આ આદેશ હાલ લાગુ કરી દેવામાં આવ્યો છે.
 

jammu kashmir_1 &nbs 
 
કેન્દ્ર સરકારના આ આદેશ પછી જુદી-જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ સરકારના આ આદેશને વધાવી લીધો છે પણ જમ્મુ-કાશ્મીરના કેટલાક નેતાઓને આ આદેશ ગમ્યો નથી. આ આદેશ પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ મંજૂર નથી. હવે જમ્મુ-કાશ્મીર વેચાવા માટે તૈયાર છે. જમીનના માલિક ગરીબની મુશ્કેલી વધશે.
 
 
 
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી કહ્યું કે રોટી અને રોજગાર આપવામાં નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર હવે આવા કાયદા બનાવી જનતાને દગો આપી રહી છે. અમે વિરોધ કરીશું.
 
તમને જણાવી દઈએ કે આ કાયદો લાગૂ કર્યા પહેલા દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સ્થાવર મિલકત ખરીદી શકતો ન હતો. માત્ર અહીંના નિવાસી જ અહી જમીન કે ઘર ખદીદી શકતા હતા. પણ હવે દેશનો કોઇ પણ નાગરિક અહીં જમીન ખરીદી શકશે. અહી વસી શકે છે અહી ઉદ્યોગ કરી શેક છે, ફેક્ટ્રી, દુકાન માટે કે રહેવા માટે ઘર બનાવવા જમીન ખરીદી શકે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના એક જ વર્ષમાં આ ફેંશલો લેવામાં આવ્યો છે. ૫ ઓગષ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ કરી હતી અને ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ આ રાજ્યને કેન્દ્રશાસિત જાહેર કર્યુ હતું.