અમદાવાદ -  મુંખ્યમંત્રી કાર્યાલયથી હોસ્પિટલમાં ગયેલા એક ફોનના કારણે એક બિમાર વ્યક્તિને નવું જીવન મળ્યું છે, તેનો જીવ બચી ગયો છે. થયું એવું કે સીએમ ડેસબોર્ડ જનસંવાદ કેન્દ્ર દ્વાર હોસ્પિટલમાં એક ફોન કરવામાં આવ્યો અને આ બિમાર વ્યક્તિનું નિદાન મફતમાં કરી દેવામાં આવ્યું. દર્દીને પેટની એક ગંભીર બિમારી હતી.
 
દર્દી હતા જગદીશભાઈ ત્રેવેદી. તેઓ દહેગામના છે. ત્યાં જ રહે છે અને અમદાવાદના કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કામ કરે છે. થોડા સમય પહેલા તેમની તબિયત બગડી, અશક્તિ જેવું લાગવા લાગ્યું એટલે તેઓ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયા. અહીં ખબર પડી કે તેમને પેટની ગંભીર બિમારે છે. જગદીશભાઇનું લીવર માત્ર ૧૨ ટકા જ કામ કરી રહ્યું હતું. જેના કારણે શરીરમાં નવુમ લોહી બનતું ન હતું. શરીરમાં લોહી ઓછુ થઈ ગયુ અને તેમના શરીરમાં કમજોરી ઘર કરી ગઈ. તેમને ૧૨ લોહીના યુનિટ ચડાવવા પડ્યા. ત્યાર પછી એમની એન્ડોસ્કોપી કરવાની સલાહ આપવામાં આવી. પણ એન્ડોસ્કોપી કરાવી શકે તેવી તેમની સ્થિતિ ન હતી એટલે જગદીશભાઇ તે ન કરાવી.
 
આ બધાની વચ્ચે  સીએમ ડેસબોર્ડ જનસંવાદ કેન્દ્ર તરફથી જગદીશભાઇને ફોન આવ્યો.  તેમને જણાવવામાં આવ્યું કે તેઓ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં જઈ ડો. શશાંક પંડ્યાને મળે તેમનો ઉપચાર એકદમ મફતમાં થઈ જશે.
 
જગદીશભાઇએ પછી એવું જ કર્યુ અને સાચેજ તેમની બધી જવાબદારી પછી હોસ્પિટલે ઉપાડી લીધી. ડો. શશાંક પંડ્યાને મળ્યા પછી જગદીશભાઇની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. એન્ડોસ્કોપી પણ કરવામાં આવે અને તેમા જે રોગ પકડાયો તેનું એક ઓપરેશન પણ કરવામાં આવ્યું. ૧૦ યુનિટા લોહી પણ તેમને ચડાવવામાં આવ્યું. હવે ધીરે ધીરે જગદીશભાઇ સ્વસ્થ થઈ રહ્યા છે. 
આ સંદર્ભે ડો. શંશાક પંડ્યાએ મીડિયાને જણાવ્યું કે સીએમ ઓફિસમાંથી ભલામણ માટેના આવા ફોન ઘણીવાર આવે છે. પછી હોસ્પિટલમાં તે દર્દીને નિશુલ્ક સેવા આપવામાં આવે છે.
 
જગદીશભાઇના પરિવારનું કહેવું છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિ છે. તે જરૂરિયાતવાળા લોકોની થાય એટલી મદદ કરે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવેલા એક ફોને અમારી બધી ચિંતા દૂર કરી દીધી. જગદીશભાઇને એક નવું જીવન મળ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સીએમ ડેસબોર્ડ કેન્દ્ર થકી ગુજરાતાના નાના-નાના ગામડાઓ સુધી નજર રાખવામાં આવે છે. એક ફોનથી આવું સરસ કામ થતું હોય તો આવા ફોન થતા રહેવા જોઇએ…