“અલ્લાહ કે વાસ્તે અભિનંદન કો છોદ દો નહીં તો…” પાકિસ્તાનની સાંસદે કહ્યું પોતાના વિદેશ મંત્રીના પગ ભારતના ડરથી કાંપી રહ્યા હતા

    ૨૯-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

abhinandan and paksitna_1
 
ભારતે આતંકવાદનો ખાત્મો બોલાવવા પાકિસ્તાનની ધરતી પર સર્જિકલ સ્ટ્રાઈલ કરી અને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. જોકે ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે પાકિસ્તાને પોતાની લાજ રાખવા હુમલાનો દેખાવ કર્યો પણ એ દેખાવમાં પણ આપણા વિંગ કમાન્ડર અભિનંદને મિગ-૨૧ વડે પાકિસ્તાની આર્મીનું એક F – 16 લડાકું વિમાન ફૂંકી માર્યુ હતું, પણ ત્યાર બાદ પાછા ફરતી વખતે અભિનંદનનું વિમાન ક્ષતિગ્રસ્ત થયુ અને તેમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પેરાસૂટ વડે ઉતરવું પડ્યું હતું અને  પાકિસ્તાની આર્મીએ તેમની ધરપકડ કરી હતી.
 
પણ આ ધરપકડના થોડા ક જ દિવસમાં પાકિસ્તાને આપણા વિંગ કમાન્ડરને છોડવા પડ્યા હતા. તે વખતે પાકિસ્તાનની ઇમરાન સરકારના અનેક બુદ્ધિજીવીઓ વખાણ કરવા લાગ્યા હતા. ભારતના પણ કેટલાંક બુદ્ધિજીવીઓએ ઇમરાન ખાનના આ ફેંસલાના વખાણ કર્યા હતા. પણ એ બધુ પાકિસ્તાનના વડપ્રધાન ઇમરાન ખાને કેમ કર્યુ તે પાછળનુ કારણ કોઇ પુછતું ન હતુ. પણ આજે પાકિસ્તાનની જ સંસદમાં તેમના જ એક નેતાએ આ સંદર્ભે બધી પોલ ખોલી નાંખી છે.
 
પાકિસ્તાનના રાજકીય પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના અયાજ સાદિક નામના સાંસદે ભારતીય વાયુ સેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદને કેમ છોડવો પડ્યો? તે વિશે તેમની જ સંસદમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સાંસદે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો કે ઇમરાન ખાને ભારતના હુમલાના ડરના કારણે માર્ચ ૨૦૧૯માં અભિનંદનને છોડ્યો હતો. આ સાંસદના કહ્યા પ્રમાણે જો અભિનંદનને છોડવામાં ન આવ્યો હોત તો ભારત બીજો હુમલો કરવા તૈયાર હતું.
 
અયાજ સાદિકે જણાવ્યું કે “વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક અહમ બેઠકમાં કહ્યું હતું કે આપણે જો વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત નહીં કરીએ તો ભારત રાત્રે ૯ વાગે પાકિસ્તાન પર હુમલો કરશે. પાકિસ્તાનની આ સાંસદનો આ વીડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તમે તેના આ વાક્યો સાંભળી શકો છો અને તેના પરથી પાક્સિતાનના વિદેશમંત્રીની તે વખતની હાલાત કેવી હતી તેનો અંદાજ પણ લગાવી શકો છો. જુવો...
 
આ ઉપરાંત સાંસદ આયાજ સાદિકે એ પણ કહ્યું કે આ ઘટના બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પીએમએલ-એન, પીપીપી અને પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ઉપરાંત બીજા અનેક નેતાઓની એક બેઠક યોજી હતી. સાંસદ આયાજ સાદિકે એ પણ કહ્યું કે “અમે યાદ છે કે જ્યારે આ બેઠકમાં આવ્યા ત્યારે પ્રમુખ બાજવા ખૂબ ડરેલા હતા. પરસેવાથી રેબ-જેબ હતા અને તેમના પગ પણ કાંપી રહ્યા હતા…”
 
તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તો આ બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને વિદેશ મંત્રી કુરૈશીએ સેના પ્રમુખને વિનંતી કરી હતી કે “અલ્લા કે વાસ્તે અભિનંદન કો છોડ દો નહીં તો ભારત કી સેના ૯ બજે હુમલા કર દેગી…”