આજે વાયુસેના દિવસ - . જ્યારે 30 વર્ષ પછી ભારતીય વાયુસેના યુદ્ધના મેદાને ઉતરી અને માત્ર ૧૨ કલાકમાં ઑપરેશન સફેદ સાગર પાર પાડ્યુ

08 Oct 2020 11:47:37

 operation safed sagar,_1
 
 
કારગીલ યુદ્ધ સમયે તત્કાલીન થલસેનાધ્યક્ષ જનરલ વી. પી. મલિકે હાલતની ગંભીરતાનો અંદાજ મેળવી 11 મે, 1999ના દિવસે વાયુસેનાને યુદ્ધમાં ઉતારવાની માંગ કરી અને થલસેના દ્વારા 30,000 સૈનિક સાથે ‘ઑપરેશન વિજય’ શરૂ કરવામાં આવ્યું. બીજી બાજુ વાયુસેનાને યુદ્ધમાં ઉતારવાની પરવાનગી મળતાં થલ સેનાની મદદથી ભારતીય વાયુસેનાએ 26 મે એ ‘ઑપરેશન સફેદ સાગર’ શરૂ કર્યું. ‘ઑપરેશન સફેદ સાગર’ની શરૂઆતમાં વાયુસેનાને ગંભીર ઝટકાઓ લાગ્યા, કારણ કે તેમની પાસે યુદ્ધ લડી ચૂક્યા હોય તેવા અનુભવી સૈનિક ન હતા. 30 વર્ષ પછી યુદ્ધમાં વાયુસેનાનો ઉપયોગ થયો હતો. આથી વાયુસેનાની પહેલી ઉડાન ભરતું મિગ 27 એન્જિનની ખરાબીને કારણે પાકિસ્તાની સીમામાં તૂટી પડ્યું. આ ઉપરાંત પાકિસ્તાની સૈન્યએ સ્ટિંગર મિસાઈલથી વાયુસેનાનું એક એમઆઈ-17 હેલિકાપ્ટર, એક મિગ-21 વિમાનને તોડી પાડ્યું.
 
મિગ-27ના પાઇલટ ફ્લાઇટ લે. નચિકેતાને પાકે યુદ્ધબંદી બનાવી અનેક યાતનાઓ આપી અને બીજા પાઇલટ સ્કવોડ્રન લીડર અહુજાને નજીકથી ગોળી મારી પાકિસ્તાનીઓએ ખત્મ કરી નાખ્યો. પરંતુ ત્યાર પછી જ્યારે મિરાજ વિમાનોએ લડાઈ લડવા ઉડાન ભરી તો યુદ્ધનું પાસું બદલાઈ ગયું. ભારતીય વાયુસેનાએ એવી કાર્યવાહી કરી કે પાકિસ્તાની લશ્કર સહિત પાકિસ્તાની સરકાર પણ હચમચી ગઈ. મિરાજના હુમલાથી ગભરાઈને પાકિસ્તાને પોતાના સૈન્યને બચાવવા તરત જ જિંદગીની રહેમ માટે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના શરણે જવું પડ્યું.
 

 operation safed sagar,_1 
 

માત્ર ૧૨ કલાકથી પણ ઓછા સમયમાં આ ઓપરેશન પાર પાડી એક ઇતિહાસ રચ્યો છે.

 
તત્કાલીન વાયુસેનાધ્યક્ષ અને એયર ચીફ માર્શલ અનિલ યશંવતએ આ સંદર્ભે જણાવ્યું હતું કે અમને જ્યારે આ સંઘર્ષમાં જોડાવાની પરવાનગી મળી એટલે પહેલા તો સરહદ પર અમે રડાર સિસ્ટમ સક્રિય કરી. અમને શંકા હતી કે દુશ્મન આપણી ઉડાનને નુકશાન પહોંચાડી શકે છે. તેમનું કહેવું હતું કે આવી પરિસ્થિતિઓમાં આ બધુ કામ કરવા ધણો સમય જોઇએ પરતું ભારતીય વાયુ સેનાએ માત્ર ૧૨ કલાકથી પણ ઓછા સમયમાં આ ઓપરેશન પાર પાડી એક ઇતિહાસ રચ્યો છે.
Powered By Sangraha 9.0