ભારતીય સરહદે પોસ્ટિંગ થતાં જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચીની સૈનિકો જુવો વીડિઓ

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

china army cry_1 &nb
 
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ હજુ ચાલુ છે. બંને દેશો આ દુર્ગમ વિસ્તારમાં શિયાળો શરૂ થવાની તૈયારી હોવા છતાં પોતાના સૈનિકો વધારી રહ્યા છે. આ બધા વચ્ચે ચીની સેનાના જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
 
જેમાં દાવો કરવામાં આવે છે કે આ સૈનિકો ભારત સરહદે પોતાનું પોસ્ટિંગ થતાં રડી રહ્યા છે, તાઈવાન ન્યુઝ (Taiwan News)ની એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિઓ પહેલાં ચીનના સોશિયલ મીડિયા વીચેટ (WeChat) પર પોસ્ટ કરાયો હતો, પરંતુ બેઇજ્જતી થવાના ડરથી ચીની પ્રશાસને તેને ડિલિટ કરાવી દીધો હતો. જોકે સોશિયલ મીડિયા પર આ વીડિઓ હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ વીડિઓ ફૂયાંગ રેલવે સ્ટેશન જતા સમયે શૂટ કરવામાં આવ્યો હતો. સેનામાં ભર્તી થયેલા આ જવાનોને ટ્રેનિંગ પછી ભારત સાથે સંકળાયેલી સરહદ પર મોકલવામાં આવ્યા છે.