અમેરિકાના ન્યૂયોર્કમાં એક ગામનું નામ સ્વસ્તિક છે જેનું નામ બદલવાની કોશિશ થઇ પણ લોકોને ના પાડી દીધી

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
swastika toun_1 &nbs
 

ન્યૂયોર્કના એક ગામનું નામ છે સ્વસ્તિક, વિરોધ થતાં થયું મતદાન, એક પણ મત ન મળ્યો

અમેરિકાના ન્યૂયોર્કમાં એ ગામનું નામ સ્વસ્તિક છે, જેને લઈને કેટલાક લોકો દ્વારા તેનું નામાંતરણ કરવા પ્રશાસન પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. નામનો વિરોધ કરનારા લોકો સ્વસ્તિકને નાઝી શાસનની હિંસા અને અસહિષ્ણુતા સાથે જોડી રહ્યા હતા. છેવટે આ અંગે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં આ નામ વિરુદ્ધ એક પણ મત પડ્યો ન હતો અને તેનું નામ સ્વસ્તિક જ રાખવાનું નક્કી થયું હતું.
 
એવું કહેવાય છે કે આ ગામાનું નામ આ ગામના પૂર્વજોએ સ્વસ્તિક રાખ્યું હતું. આ નામ સંસ્કૃત શબ્દ પરથી જ રાખવામાં આવ્યું. અમેરિકાના ન્યૂયોર્કમાં એ ગામનું નામ સ્વસ્તિક હોય એમાં કોને વાંધો પડી શકે? ઘણાં લોકોને વાંધો પડે પડી રહ્યો છે. માટે આ ઘણા લોકો આ નામને બદલવાની કોશિશ પણ કરી પણ તેમને નિષ્ફળતા જ મળી. કેમ કે સ્થાનિક લોકોને આ જ નામ રાખવું છે.

swastika toun_1 &nbs 
 
અમેરિકાના આ જે શહેરમાં આ ગામ આવ્યું છે તેને સંભાળવાની જવાબદારી બ્લેક બ્રુક ટાઉ બોર્ડ પર છે. જેના એક અધિકારી જોન ડગલસે આ વિશેની માહિતી મીડિયાને આપી હતી.
 
ડગલસના મતે આ ગામનું નામ અહીંના મૂળ નિવસીઓએ ૧૮૦૦ વર્ષ પહેલા પાડ્યું હતું. આ નામ સંસ્કૃત ભાષામાંથી જ પસંદ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ કલ્યાણ થાય છે. આ વિસ્તારની બહાર રહેતા લોકોને આ વિશે માહિતી નથી. આથી જ તેઓ આ નામ વાંચી તેનો વિરોધ કરતા થઈ જાય છે. અમારા સમુદાય માટે તો આ નામ જ યોગ્ય છે જે અમારા પૂર્વજોએ પાડ્યું છે.