શાંતા - શ્રી રામના બહેન

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

shanta_1  H x W
 
 
વાલ્મીકિ રામાયણ મુજબ શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની પુત્રી હતી. તેણીને કૌશલ્યાની બહેન વર્શિણી અને તેમના પતિ અંગ દેશના રાજા રોમપદે દત્તક લીધી હતી. કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. જ્યારે શાંતા મોટી થઈ, તો તેણીને વેદ, કળા અને શિલ્પનું ઘણું જ્ઞાન હતું. એક દિવસ રાજા રોમપદ શાંતા સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે એક બ્રાહ્મણ વરસાદના દિવસોમાં રાજા પાસે ખેતી માટે મદદ માગવા આવ્યો. રોમપદે બ્રાહ્મણની વિનંતી તરફ ધ્યાન આપ્યું નહીં. તેની ઉપેક્ષાથી ગુસ્સે થઈને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.
 
ઇન્દ્રદેવ પોતાના ભક્તના આ અપમાનથી ક્રોધિત થયા. તેથી અંગ દેશમાં એ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો. દુષ્કાળને કારણે હાહાકાર ફેલાઈ ગયો. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે, રોમપદ શ્રુંગી ઋષિ પાસે ગયા. રોમપદ શ્રુંગી ઋષિને યજ્ઞ કરવા માટે વિનંતી કરે છે. શ્રુંગી ઋષિ યજ્ઞ કરે છે અને અંગ દેશમાં વરસાદ પડે છે. આને કારણે દેશમાં દુષ્કાળની સમસ્યા સમાપ્ત થઈ જાય છે.
 
ત્યાર પછી રાજા રોમપદે તેમની દત્તક લીધેલી પુત્રી શાંતાના લગ્ન શ્રુંગી ઋષિ સાથે કરી દીધાં. આ બાજુ રાજા દશરથને કોઈ સંતાન થયું ન હતું. તે એક પુત્ર ઇચ્છતા હતા જેથી તેમના રાજવંશને આગળ વધારે. તેમણે તેમના મંત્રી સુમંતના કહેવા પર શ્રુંગી ઋષિને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવા માટે બોલાવ્યા. ત્યારબાદ રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. વાલ્મીકિ રામાયણમાં તે શાંતાનો ઉલ્લેખ છે.