માંડવી અને શ્રુતકીર્તિ - માતા સીતાની બહેન

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

mandavi and shrutakirti_1
 
 
વાલ્મીકિ રામાયણ મુજબ સીતાની બહેન ઊર્મિલા હતી. આ સિવાય પણ સીતાને માંડવી અને શ્રુતકીર્તિ નામની બે બહેનો હતી. આ બન્ને કન્યાઓ જનક રાજાના નાના ભાઈ કુશદ્વાજની પુત્રી હતી. આ સિવાય સીતાને મંગલદેવ નામનો એક ભાઈ પણ હતો. તે પણ ધરતી માતાનો પુત્ર હોવાનું મનાય છે.
 
જનકપુરીમાં શિવધનુષ તોડ્યા બાદ સ્વયંવરમાં માતા-સીતાનાં લગ્ન શ્રીરામ સાથે થાય છે અને ત્યાર બાદ રાજા જનક પોતાની અન્ય પુત્રીઓનાં લગ્ન કરાવે છે. ઊર્મિલાનાં લક્ષ્મણ સાથે, માંડવીનાં લગ્ન શ્રીરામના ભાઈ અને કૈકયીના પુત્ર ભરત સાથે થયાં હતાં. તે પણ ભરતના શ્રીરામ પ્રત્યેના સમર્પણ ભાવને માન આપતાં હતાં. જેમ ભરત શ્રીરામ પ્રત્યે સમર્પણભાવ ધરાવતો તેવો જ સમર્પણભાવ માંડવી પણ બહેન સીતા પ્રત્યે ધરાવતાં હતાં. ઉપરાંત તેઓ એક પતિવ્રતા સન્નારી પણ હતા. જે રીતે શત્રુઘ્ન મોટાભાઈ શ્રીરામ અને પૂ. ભાભી મા સીતા માટે અપાર આદર ધરાવતા હતા. તેવી જ રીતે માંડવી પણ શ્રીરામ અને સીતાને માતા-પિતા સમાન માનતા તેમણે કદી પણ જીવનમાં કોઈની ઇર્ષા કરી નહીં. ભારતીય સંસ્કૃતિમાં વર્ણવેલ સન્નારીનાં તમામ સદ્ગુણો માંડવીમાં ઉપસ્થિત હતા. તેઓ આજીવન સદ્ગુણોને વરેલા રહ્યા અને તપસ્વીની જેવું જીવન જીવ્યા. તેઓ હંમેશા ભરતના પ્રત્યેક કામમાં સમર્થન કરતાં હતાં અને પરિવારના ગૌરવ પ્રમાણે વર્તતાં હતાં. તેઓને તક્ષ અને પુષ્કલ નામના બે પુત્રો હતા.
 
શ્રુતકીર્તિ રાજા કુશધ્વાજની પુત્રી એટલે કે સીતાજીના કાકાની પુત્રી અને તેમની પિતરાઈ બહેન હતાં. તેમનાં લગ્ન ભગવાન શ્રીરામના નાના ભાઈ શત્રુઘ્ન સાથે થયાં હતાં અને તેમના શત્રુઘ્તી અને સુબહુ નામના બે પુત્રો હતા.