યુએન United Nations @ ૭૫ : પરિવર્તનની તાતી જરૂરિયાત

    ૦૬-નવેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

United Nations_1 &nb 
 
યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણમુખી ગીતાએ જેમ નવી આશાઓ જગાવી હતી તેમ ૭૫ વર્ષ પહેલાં યુદ્ધના ભયાનક વાતાવરણમાં યુનાઈટેડ નેશનના સ્થાપનથી નવી આશા જાગી હતી. માનવ-ઇતિહાસમાં પહેલી વાર આખી દુનિયાને એક સૂત્રમાં સાંકળતી સંસ્થાના સર્જને સમગ વિશ્ર્વને સધિયારો આપેલો.
 
યુએનના મુખ્ય ઉદેશ્યો વિશ્ર્વશાંતિ, વિશ્ર્વકલ્યાણ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, અસમાનતાનો અંત, માનવ અધિકારોનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના પાલનના છે. લશ્કરી અને આર્થિક રીતે શક્તિશાળી દેશોને કાયમી સભ્યપદ આપીને આ વૈશ્ર્વિક સંસ્થાને વધુ અસરકારક બનાવી શકાય તેમ છે. સાથે ડિજિટલ ટેક્નોલોજીનું સામંજસ્ય અને યુવા વિચારોનો સમાવેશ પણ જરૂરી છે.
 
ભારત, યુએનના આરંભથી શીતયુદ્ધનો અંત, ૧૯૮૯ સુધીના તબક્કામાં પરમાણુ શસ્ત્રોનો અંત લાવવાની દિશામાં યુએનમાં ભારતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ૧૯૯૦થી ૨૦૦૦ના બીજા તબક્કામાં ભારતમાં રાજકીય અસ્થિરતા, કોંગ્રેસ સરકારે સોનું ગીરવે મૂકતાં યુએનની સુરક્ષા પરિષદમાં ભારતની પ્રતિષ્ઠા ઝંખવાઈ છતાં કાશ્મીર આતંકવાદમાં પાકની સંડોવણીને આંતરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરી અને અણુ અપ્રસાર સંઘિના સંદર્ભમાં યુએનમાં ભારતે લીધેલા સ્પષ્ટ વલણ પછી વાજપાઈ સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી સૌને સ્તબ્ધ કરી દીધા. ત્રીજા તબક્કામાં વાજપાઈજીના શાસનમાં જ ભારતે યુએનમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતનો યુએનમાં સહભાગ વધ્યો.
 
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે હંમેશાં વિશ્ર્વકલ્યાણની વિચારધારાને અગ્રતા આપી છે. વિશ્ર્વશાંતિ માટે ભારતના અનેક વીરોએ શહીદી આપી છે.
 
યુએન સરક્ષા પરિષદમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાંસ - પાંચ કાયમી સભ્યો અને બ્ો વર્ષના કાર્યકાળ માટે ભારત સહિત દસ અસ્થાયી સભ્યો છે. કાયમી સભ્યોના અબાધિત અધિકારોના દુરુપયોગને કારણે વિશ્ર્વના દેશો રોષે ભરાયા છે. ભારત ઉપરાંત જાપાન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને જર્મની પણ કાયમી સભ્યપદના ઉમેદવાર, પણ કાયમી સભ્યોના અબાધિત અધિકારો અને રાજકીય કાવાદાવાને કારણે વિશ્ર્વના ૧૯૦માંથી ૧૮૭ દેશોએ ભારતને કાયમી સભ્ય બનાવવાની તરફેણમાં મત આપ્યો હોવા છતાં ભારતને કાયમી સભ્યપદ મળતું નથી. ચીન ભારતને વીટોપાવરવાળું સ્થાયી સભ્યપદ મળે એ માટે રાજી નથી. જો કે તાજેતરમાં જ ભારત - અમેરિકા વચ્ચેની ત્રીજી ૨+૨ બ્ોઠક બાદ અમેરિકી વિદેશમંત્રી માઈકલ પોમ્પીઓએ કહ્યું, ‘ચીની સામ્યવાદી પક્ષ લોકતંત્ર માટે લેશમાત્ર મિત્રતાપૂર્ણ નથી. ભારતના સાર્વભૌમત્વ પર આવનારા પડકારોમાં અમેરિકા ભારત સાથે જ છે.’
 
આજે વિશ્ર્વના પ્રશ્ર્નો જુદા છે. આતંકવાદ, પરમાણુ હથિયારો, ક્લાયમેટ ચેન્જ જેવા ઘણા નવા પ્રશ્ર્નો ઉદ્ભવ્યા છે. તેનો ઉકેલ યુએન દ્વારા આવવો જ જોઈએ. યુએન પર અમુક દેશોનું આધિપત્ય રહ્યું છે અને હજુય અમુક દેશો આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિકસિત અને શક્તિશાળી દેશો યુએનને ગંભીરતાથી નથી લેતા એ ય દેખાયું. આજે વિશ્ર્વમાં સામ્રાજ્યવાદનો પ્રભાવ વધી રહ્યો છે અને લોકકલ્યાણની નીતિની અવગણના થઈ રહી છે.
 
વિશ્ર્વના મોટાભાગના દેશો યુએનની ભૂમિકાને વધારે તર્કસંગત અને અસરકારક બનાવવા અંગે ભાર મૂકવા માંડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫ વર્ષ નિમિત્તે વિડિયો કોન્ફરન્સથી કરેલા ઉદ્બોધનમાં વિશ્ર્વના અવાજનો પડઘો પાડતાં પ્રશ્ર્ન કર્યો કે,‘જે સંસ્થાની રચના તે સમયની સ્થિતિ મુજબ થઈ હોય તેનું સ્વરૂપ શું આજે પ્રાસંગિક છે ખરું? સદી બદલાય અને આપણે ના બદલાઈએ તો પરિવર્તનની તાકાત કમજોર થઈ જાય. યુએનમાં સુધારાની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોને યુએનમાં પ્રાધાન્ય મળવું જોઈએ. આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણાયક માળખાથી જુદું રખાશે ?
 
સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જે આદર્શો સાથે થઈ હતી એ ભારતની મૂળભૂત વિચારધારા જ છે. વસુધૈવ કુટુંબકમ્ની ભારતીય સંસ્કૃતિની ભાવના સમગ વિશ્ર્વમાં પ્રસરે તેવા અવાજો યુએનના સભાગૃહમાં દાયકાઓથી ગુંજ્યા છે.
 
સંયુક્ત રાષ્ટ્રમાં સમતુલા અને તેનું સશક્તિકરણ વિશ્ર્વકલ્યાણ માટે જરૂરી છે. લોકકલ્યાણની ભાવના વિકસિત થાય અને શક્તિશાળી દેશોને વિશ્ર્વકલ્યાણ માટે અન્ય રાષ્ટ્રોનું શોષણ, વિસ્તારવાદ, પરમાણુ, બાયોલોજિકલ યુદ્ધની ધમકીઓ આપી ઘૂંટણિયે પાડવાની હોડ વગેરેથી દૂર કરી, આત્મનિર્ભર બનાવવા તરફ વાળવાની તાતી જરૂરિયાત છે. કોરોના કાળ તેના ઉત્તમ ઉદાહરણ સાથે માનવીય અભિગમ દ્વારા મહત્તમ મદદનો સૌથી મોટો પડકાર છે.
 
વૈશ્ર્વિક શાખ અને વૈશ્ર્વિક નેતૃત્વ ક્ષમતા ધરાવતું ભારત યુએનનું કાયમી સભ્યપદ પ્રાપ્ત કરી વિશ્ર્વ શાંતિ, વિશ્ર્વ કલ્યાણ, આંતરરાષ્ટીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને સમગ્ર વિશ્ર્વના માનવ અધિકારોનું રક્ષણ કરશે જ.