લવ જેહાદ love jihad - આર્યપુત્રીઓ સાવધાન ! પ્રસ્તુત છે લવ જેહાદની કેટલીક હચમચાવી દેતી સત્યઘટનાઓ અને આંખ ઉઘાડનારા તથ્યો...

    ૧૨-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

love jihad_1  H 
 

લવ જેહાદ love jihad - આર્યપુત્રીઓ સાવધાન !

 
હાલ દેશમાં ‘લવ જેહાદ’ love jihad બાબતે ભારે ચકચાર મચી છે. અચાનક દેશના યુ.પી. (PU) , કેરલ સહિતનાં રાજ્યોમાં લવ જેહાદ મારફતે ગેરમુસ્લિમ (Muslim) યુવતીઓના મતાંતરણના કિસ્સાનો વધ્યા  છે. લવ જેહાદ અંતર્ગત બિન-મુસ્લિમ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ બનાવી દેવામાં આવે છે. આમ તો આવી ઘટના માત્ર એક મુસ્લિમ યુવકના હિન્દુ, શીખ કે ઈસાઈ યુવતી સાથે પ્રેમ અને લગ્નની ઘટના માત્ર જ લાગે, પરંતુ આ પ્રેમની આડમાં ચલાવાતી જેહાદને સમજવી જરૂરી છે. કેટલાક વિરોધી તત્ત્વો આવી ઘટનાને વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથે જોડીને ‘લવ મેરેજ’નું નામ આપે છે. પરંતુ આવી ઘટનાઓમાં યુવતીઓને ભોળવીને તેમનાથી પોતાનો ધર્મ છુપાવીને, પોતાની સ્થિતિ અને અસલિયત છુપાવીને તેમની સાથે છેતરપીંડીથી લગ્ન કરવામાં આવે છે. પ્રેમલગ્નમાં હંમેશા વિશ્ર્વાસ, ભરોસો, સચ્ચાઈ અને ખુલ્લાપણું હોય છે, જ્યારે લવ જેહાદમાં માત્ર છેતરપીંડી અને ષડયંત્ર હોય છે. દેશમાં વિકરાળ રૂપ લઈ રહેલ લવ જેહાદના શેતાનને નાથવા ઉત્તર પ્રદેશ લવ જેહાદ વિરોધી કાયદો બન્યો છે તો યોગી સરકારના પગલે હવે મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને આસામ સરકારો પણ લવ જેહાદ વિરુદ્ધ આકરા કાયદા લાવવાનું વિચારી રહી છે. તો ગુજરાત જેવા રાજ્યમાં પણ આ પ્રકારનો કાયદો લાવવાની વાત ચાલી રહી છે.
 
‘લવ જેહાદ’ આમ તો ઘણા સમય પહેલાંથી ચાલતી પ્રવૃત્તિ છે. રા.સ્વ.સંઘ ( RSS ) , વિશ્ર્વ હિન્દુ પરિષદ (VHP ) જેવા સંગઠનોએ આ બાબતે દેશને જાગ્રત કરવા પ્રયત્નો પણ કર્યા છે અને હજુ ચાલુ પણ છે. હવે ‘લવ જેહાદ’નું દુષ્કૃત્ય સપાટી પર આવ્યું છે. હિન્દુ Hindu યુવતીઓને ભોળવીને મતાંતરણ, દેહવિક્રય જેવા દોજખમાં નાંખવામાં આવે છે અને હત્યા પણ થવા માંડી છે ત્યારે આવા નાપાક તત્ત્વોથી આર્યપુત્રીઓ ભોળવાય નહીં એ જરૂરી છે. પ્રસ્તુત છે લવ જેહાદની કેટલીક હચમચાવી દેતી સત્યઘટનાઓ અને આંખ ઉઘાડનારા તથ્યો...
 

લવ જેહાદ Love Jihad ના તાબે ન થનાર નિકીતાની જાહેરમાં હત્યા

 
હરિયાણાના વલ્લભગઢમાં નિકિતા (Nikita and Love Jihad ) નામની એક હિન્દુ યુવતીની મોહમ્મદ તૌફીક નામના મુસ્લિમ યુવકે સરેઆમ ગોળીઓ ધરબી હત્યા કરી દીધી. બી.કોમ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી નિકિતા કોલેજમાંથી પરીક્ષા આપી બહાર નીકળી કે તરત જ તૌફિકે તેનું અપહરણ કરવાની કોશિશ કરી, જેમાં નિષ્ફળ જતાં તેણે તેને ગોળીઓ ધરબી દીધી. કેસની તપાસમાં જે જાણકારી સામે આવી તે ઘણી જ ચોંકાવનારી હતી. તૌફિકે અનેકવાર નિકિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવવાની કોશિશ કરી તેનું મતાંતરણ કરાવવાની કોશિશ કરી હતી. દોસ્તી અને બળજબરીપૂર્વક નિકાહ કરવાની ના પાડતાં તેણે ૨૦૧૮માં નિકિતાનું અપહરણ કરી લીધું હતું. તે સમયે લોકલાજને કારણે તોમર પરિવારે પંચાયતની હાજરીમાં મામલાને ઠંડો પાડી દીધો હતો, પરંતુ ત્યાર બાદ ન માત્ર તૌફિક બલ્કે તેની અમ્મી પણ નિકિતાને કહેતી કે મારા દીકરાએે તારું અપહરણ કરી લીધું છે, હવે તારી સાથે લગ્ન કોણ કરશે ? એમ કહી ઇસ્લામ કબૂલી તૌફિકની બીવી બની જવા દબાણ કરવામાં આવતું હતું. નિકિતા એકની બે ન થતાં તૌફિકે તેની હત્યા કરી દીધી હતી.
 

love jihad nikita_1  
 

લવ જેહાદ Love Jihad ની આગમાં હોમાઈ અંજના તિવારી ઉર્ફ આયશા

 
ક્યારેક હિન્દુ-મુસ્લિમની વાતોને સાંપ્રદાયિક ગણાવતી ઉત્તર પ્રદેશના મહારાજગંજની અંજના તિવારીએ પરિવાર અને સમાજની ઉપરવટ જઈ આસિફ નામના મુસ્લિમ યુવક સાથે નિકાહ પઢી ઇસ્લામ કબૂલી અંજનામાંથી આયશા બની ગઈ, પરંતુ નિકાહ પહેલાં મીઠી-મીઠી વાતો કરનાર આસિફ નિકાહ બાદ એકદમ બદલાઈ ગયો અને અંજનાને છોડી નોકરીના બહાને સઉદી અરબ ભાગી ગયો. ત્યાર બાદ આસિફના પરિવારજનો દ્વારા અંજનાને એટલી હદે પરેશાન કરવામાં આવી કે ન્યાય માટે અંજના ઉર્ફે આયશાએ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભાની સામે આત્મદાહ કરી લીધો અને તે પણ લવ જેહાદની આગમાં હોમાઈ ગઈ.
 

સોનુ બની દાનિશે હિન્દુ યુવતીને ફસાવી ભાગી ગયો વિદેશ

 
મેરઠમાં દાનિશ નામના મુસ્લિમ યુવકે સોનુ નામ રાખી હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવી, પરંતુ લગ્ન બાદ તેને ખબર પડી કે તે જેને સોનુ સમજે છે તે હકીકતમાં દાનિશ છે અને તેણે પોતાનો ધર્મ છુપાવી તેની સાથે લગ્ન કર્યાં છે. આમ છતાં જેવું મારું નસીબ કરી યુવતીએ દાનિશને જ પોતાનો ભવોભવનો સાથી માની સમગ્ર રીતે અપનાવી લીધો. આ દરમિયાન બન્નેને બે બાળકો પણ થયાં, પરંતુ આ દરમિયાન દાનિશે યુવતીનું જયપુરનું એક મકાન અને ઘરેણાં પણ વેચી દીધાં અને પૈસા પૂરા થતાં જ દાનિશ વિદેશ ભાગી ગયો.
 

આસિફ અને લકી ખાને નામ બદલી હિન્દુ યુવતીઓને ફસાવી

 
ઉત્તર પ્રદેશના કાનપુરમાં છેલ્લા કેટલાક સમયમાં લવ જેહાદનો વિસ્ફોટ થયો હતો. એક બાદ એક ૧૧ જેટલા કિસ્સાઓ બનતાં ન માત્ર કાનપુર જ બલ્કે સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો હતો. અહીંના ગોવિંદનગરમાં આસિફ શાહ નામના મુસ્લિમ યુવકે એક હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવી બ્રેઇન વોશ કરી તેને બળજબરીથી ઇસ્લામ કબૂલાવડાવ્યો હતો. હિન્દુ યુવતીના પરિવારજનોને તેમની દીકરી ચાર દિવસ બાદ માનસિક અને શારીરિક રૂપથી અસ્થિર હાલતમાં રસ્તે રઝળતી મળી હતી.
તો અન્ય એક ઘટના અહીંના બજરિયા પોલીસ સ્ટેશનની. અહીં લકીખાન નામના મુસ્લિમ શખ્સે પોતે હિન્દુ હોવાનું કહી એક મંદિર બહાર ફૂલની દુકાન લગાવી ફૂલ વેચતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી. એ કિશોરી સાથે કેટલીક આપત્તિજનક તસવીરો પાડી લીધી, જેના જોરે તે તેના પર ઇસ્લામ કબૂલી લેવાનું દબાણ કરવા લાગ્યો. તો કાનપુરની શાલિની યાદવ નામની યુવતીની પણ આ જ કહાની છે. તે પહેલાં ભાગી જઈ મુસ્લિમ યુવક ફૈઝલ સાથે નિકાહ પઢી શાલિનીમાંથી ફિઝા ફાતિમા બને છે અને બાદમાં પોતાની કરણી પર પસ્તાય છે.
 

ક્યારથી શરૂ થયું હતું લવ-જેહાદનું ષડયંત્ર ? – Love Jihad

 
‘લવ જેહાદ’ની ઘટનાઓ તાજેતરમાં ખૂબ બની રહી છે. પરંતુ આ ષડયંત્ર આજકાલનું નથી. તેનો ઇતિહાસ ખૂબ જુનો છે. ધ જન્મભૂમિના ૧૭ સપ્ટેમ્બર, ૨૦૦૯ના અંકમાં દર્શાવ્યા મુજબ પાકિસ્તાન સ્થિત લશ્કરે તોઈબાએ લગભગ ૧૯૯૬ની આસપાસમાં લવ-જેહાદના કાવતરાનું અમલીકરણ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનમાં તાલીમ પામેલા લવ-જેહાદી રોમિયોએ ઉત્તર પ્રદેશના મેરઠ સૌ પ્રથમ શરૂઆત કરી. સન ૧૯૯૬-૯૮ના સમયગાળામાં અખબારી રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં અનેક યુવતીઓ લવ જેહાદનો ભોગ બની. લવ જેહાદનો બીજો તબક્કો મહારાષ્ટમાં પૂણેની આસપાસ શરૂ થયો. સન ૨૦૦૪માં આ ઓપરેશન બેંગ્લોરમાં થયુ અને ત્યાંથી આ ષડયંત્ર સમગ્ર કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વાવાઝોડાની માફક વ્યાપી ગયું. આની અનેક ઘટનાઓ ધીમે ધીમે પત્રકારો બહાર લાવતા ગયા.
 
પ્રારંભમાં કેરળમાં લવ જેહાદનું દૂષણ ખૂબ વકર્યું હતું. કેરળમાં લવ જેહાદમાં માત્ર હિન્દુ યુવતીઓ જ નહીં, મોટા પ્રમાણમાં ઇસાઈ યુવતીઓને પણ ફસાવવામાં આવી હતી. જેના કારણે અનેક ચર્ચોના અગ્રણીઓ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે ભેગા થઈ આ યુવતીઓને બહાર લાવવા તથા સમસ્યાનાં નિરાકરણ માટે પ્રયત્નો કર્યા હતા.
 

કોંગ્રેસી મુખ્યમંત્રી ઓમન ચાંડીનો સ્વીકાર - oman chandi

 
૨૫ જૂન, ૨૦૧૪ના રોજ કેરલના તત્કાલીન મુખ્યમંત્રી ઓમન ચાંડીએ વિધાનસભામાં જાણકારી આપી હતી કે, ૨૦૦૬થી માંડી ૨૦૧૪ સુધી ૨૬૬૭ બિનમુસ્લિમ યુવતીઓ પ્રેમવિવાહ કરી ઇસ્લામ કબૂલી ચૂકી છે, જ્યારે કેટલીક કેથોલિક બિસપ કાઉન્સિલ ૨૦૦૬થી ૨૦૦૯ સુધી ૪૫૦૦ બિનમુસ્લિમ યુવતીઓ ઇસ્લામમાં મતાંતરિત થઈ હોવાનું કહ્યું હતું. આ સિવાય કર્ણાટકની એક સંસ્થાએ તો ૩૦ હજાર બિનમુસ્લિમ યુવતીઓ લવ જેહાદનો ભોગ બની હોવાની વાત કરી હતી. ૨૦૦૯માં કર્ણાટકની તત્કાલીન સરકારે લવ જેહાદને એક ગંભીર મુદ્દો માની તેની સીઆઈડી તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારે તત્કાલીન ડીજીપી જેકબ યૂનુઝએ પણ સ્વીકાર્યું હતું કે, તપાસમાં એવા અનેક મામલાઓ આવ્યા હતા.
 

love jihad nikita_1  
 

વીએસ અચ્યુતાનંદને પણ લવ જેહાદ પર ચિંતા વ્યક્ત કરી હતી – vs achuthanandan

 
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ૨૬ જુલાઈ, ૨૦૧૦માં પ્રકાશિત એક સમાચારમાં કેરલના તત્કાલીન મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને પણ આ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને કેંપસ ફ્રન્ટ જેવાં સંગઠનો અન્ય ધર્મની યુવતીઓને ફોસલાવી તેમની સાથે નિકાહ કરી ઇસ્લામમાં મતાંતરિત કરવાના ષડયંત્રમાં લાગેલા છે અને કેરલના સંપૂર્ણ ઇસ્લામીકરણ કરવાના એજન્ડા પર કામ કરી રહ્યા છે.
કેરલના સૌથી પ્રભાવશાળી ચર્ચે કહ્યું - લવ જેહાદ કલ્પના નહીં વાસ્તવિકતા છે
 
કેરલના સૌથી પ્રભાવશાળી ચર્ચ એવા સાયરો મલાબાર કેથોલિક ચર્ચે પણ કેરલમાં લવ જેહાદ ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું સ્વીકાર્યું છે. ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલનચેરીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કેરલમાં ખૂબ જ સુનિયોજિત રીતે લવ જેહાદને અંજામ અપાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઝડપથી લવ જેહાદ પોતાનાં મૂળિયાં જમાવી રહી છે. ઈસાઈ સમુદાયની યુવતીઓને લવ જેહાદનો શિકાર બનાવી ઇસ્લામિક સ્ટેટની જાળમાં ફસાવાઈ રહી છે અને તેમનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓમાં કરવામાં આવી રહ્યો છે. તેઓએ પોલીસ રેકોર્ડનો હવાલો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં ઇસ્લામિક સ્ટેટમાં જે ૨૧ લોકોના ભરતી થવાના સમાચાર હતા તેમાંથી અડધોઅડધ યુવાઓ ઈસાઈ મતમાંથી મતાંતરિત થઈ ઇસ્લામ કબૂલેલા છે. ઈસાઈ સમુદાયની યુવતીઓને ફસાવી ઇસ્લામમાં મતાંતરિત કરવામાં આવી રહી છે. તેના પરથી સાફ છે કે લવ જેહાદ કોરી કલ્પના નથી, એક હકીકત છે.
 
દર વર્ષે ૨૦,૦૦૦થી વધુ બહેન-દીકરી લવ જેહાદનો ભોગ બને છે 
 

ડૉ. સુરેન્દ્ર જૈન (કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી વિહિપ) – Dr. Surendra Jain VHP

 
વિશ્ર્વ હિન્દુ પરિષદ પણ વારંવાર લવ જેહાદનો શિકાર બનેલી યુવતીઓની આત્મહત્યા, હત્યા અને દુર્દશાની વધી રહેલી ઘટનાઓ પર ચિંતા અને આક્રોશ વ્યક્ત કરી સરકાર સમક્ષ અનેક વખત લવ જેહાદ વિરુદ્ધ કઠોર કાયદો બનાવવાની માંગણી કરી ચૂક્યું છે. તાજેતરમાં જ વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા લવ જેહાદનો ભોગ બનેલ ૧૭૦ ઘટનાઓની એક સૂચિ પણ જાહેર કરી હતી. વિશ્ર્વહિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે લવ જેહાદના મામલાનું જાણે ઘોડાપૂર આવ્યું છે. લખનઉમાં પીડિત મહિલા દ્વારા આત્મદાહ કરી પ્રાણોની બલિ આપવાની ઘટના હોય કે, સોનભદ્રમાં પીડિતાનું માથું કપાયેલો મૃતદેહ મળવો. કેટલાક સમયથી મોટા પ્રમાણમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. કેરલથી માંડી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સુધી આ ષડયંત્રકારીઓએ પોતાની જાળ બિછાવી રાખી છે. બિનમુસ્લિમ બહેન-દીકરીઓને યોજનાબદ્ધ રીતે બળજબરીપૂર્વક કે છેતરીને પોતાની જાળમાં ફસાવવાની ઘટનાઓ કોઈપણ સભ્ય સમાજનું ચિંતન ન હોઈ શકે. આ માત્ર જનસંખ્યા વધારવા માટેની ભદ્દી રીત જ નથી. આતંકવાદનો જ એક પ્રકાર છે. કેરલ ઉચ્ચ ન્યાયાલયે આને ધર્માંતરણની સૌથી બીભત્સ રીત ગણાવી તેને લવ જેહાદનું નામ આપ્યું હતું.
 

love jihad surendra jain  
 
એક અનુમાન મુજબ દર વર્ષે ૨૦,૦૦૦થી વધુ બિનમુસ્લિમ દીકરીઓ આ ષડયંત્રનો શિકાર બની જાય છે. જેહાદીઓની જાળમાં ફસાયા બાદ તેમનું ન માત્ર બળજબરીથી ધર્મપરિવર્તન થાય છે, બલ્કે તે યુવતીને નરકીય જિંદગી જીવવા માટે મજબૂર કરવામાં આવે છે. વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાની ઘટનાઓ ઉપરાંત સમગ્ર પરિવાર અને પુરુષો અને મિત્રો દ્વારા બળજબરીપૂર્વક યૌનશોષણ કરવાની ઘટનાઓ પણ સમાચાર પત્રોમાં આવતી રહે છે અને જ્યારે આ અમાનવીય અત્યાચારો હદ વટાવે છે, ત્યારે તે યુવતી આત્મહત્યા કરવા મજબૂર બને છે, પરંતુ પોલીસમાં ફરિયાદ કરવાનો અવસર ખૂબ જ ઓછી યુવતીઓને મળે છે. એક ન્યાયાલયે તો એમ પણ પૂું હતું કે લવ જેહાદનો શિકાર થનારી યુવતીઓ ગાયબ કેમ થઈ જાય છે ?
 
લવ જેહાદથી સંપૂર્ણ માનવતા ત્રસ્ત છે. ક્યાંક આને રોમિયો જેહાદ તો ક્યાંક તેને પાકિસ્તાની સેક્સ ગેંગ નામે સંબોધવામાં આવે છે. મુસ્લિમ દેશોમાં તો બિનમુસ્લિમ મહિલાઓને યૌન દાસી માનવાની પરંપરા છે. જ્યારે બાકી દેશોમાં પણ તેમને માલે-ગનીમત સમજી પોતાની કામુકતાનો શિકાર બનાવવામાં આવે છે. હવે વિશ્ર્વના અનેક દેશો તેનાથી ત્રસ્ત થઈ લવ જેહાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. મ્યાંમારની ઘટનાઓનાં મૂળિયાંમાં લવ જેહાદ જ છે. શ્રીલંકામાં ૧૦ દિવસની કટોકટી લગાવી ત્યાંની જનતાના આક્રોશને શાંત કરવો પડ્યો હતો. જ્યારે સ્વભાવે શાંત પ્રકૃતિના બૌદ્ધ સમાજનો આક્રોશ આવું ભયાનક રૂપ ધારણ કરી શકે તો બાકી સમાજનો આક્રોશ કેવો હશે ? આ વાતને ધ્યાનમાં રાખી લવ જેહાદીઓએ પોતાના ઇરાદા બદલી નાખવા જોઈએ.
 
લવ જેહાદના ફંડિંગના સમાચારો પણ સામે આવી રહ્યા છે. PFI, SIMI, ISI જેવી સંસ્થાઓ આની પાછળ છે. માટે જ ક્યાંક કોઈ ઘટના બને છે કે તરત જ મોટા-મોટા વકીલ આરોપીનો બચાવ કરવા પહોંચી જાય છે, જેમની ફીસ લાખો કરોડોમાં હોય છે. કેરલના હાદિયાના ઉચ્ચ ન્યાયાલયમાં એક વકીલ દ્વારા મસમોટી ફી વસૂલવાનો દાખલો સૌની સામે જ છે. અનેક મામલામાં પકડાયેલા આરોપીઓએ સ્વીકાર્યું પણ છે કે, તેમને આ કામ માટે મૌલવીઓ તરફથી પૈસા મળે છે. વોટબેન્ક કે પછી નિહિત સ્વાર્થોને કારણે ભારતમાં કથિત સેક્યુલર જમાત હિન્દુઓ અને દેશના ભવિષ્યની ચિંતા કરવાને બદલે આવા જેહાદીઓનું ખુલ્લું સમર્થન કરે છે.
 

હિન્દુ યુવતીઓ માટે ‘લવ કૃષ્ણ’ અને ઇસાઈ યુવતીઓ માટે ‘લવ જિસસ’ કોડવર્ડ

 
૩ ઓગસ્ટ, ૨૦૧૪માં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવતીએ મીડિયામાં નિવેદન આપી સનસની મચાવી કે, તેના ગામના એક મદ્રેસાના હાફિઝ અને મુસ્લિમ સમુદાયના કેટલાક યુવકોએ તેનું અપહરણ કર્યું અને ત્યાર બાદ તેના પર બળાત્કાર કર્યો અને બળજબરીપૂર્વક ધર્મ-પરિવર્તન કરવાનું દબાણ કર્યું. મેરઠની આ યુવતી પોતાના ગામના મદ્રેસામાં ૧૫૦૦ રૂપિયાના માસિક વેતન પર અંગ્રેજી શીખવતી હતી. જ્યાં મદ્રેસાના લોકો તરફથી વારંવાર ઇસ્લામ કબૂલી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તેણે ન માનતાં તેને મદ્રેસામાં બંધક બનાવી દીધી. ત્યાં તેના સિવાય પણ અનેક મહિલાઓ બંધક હતી. કદાચ તે તમામને વિદેશ મોકલવાનું ષડયંત્ર હશે.
 
લવ જેહાદની ચુંગાલમાંથી છૂટી આવેલી કેરલની કેટલીક યુવતીઓએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, કેરલ સહિતનાં દક્ષિણનાં રાજ્યોમાં લવ જેહાદનું ષડયંત્ર બે ભાગમાં ચલાવાઈ રહ્યું છે. પહેલું હિન્દુ યુવતીઓ માટે ‘લવ કૃષ્ણ’ કોડવર્ડ છે, જ્યારે ઈસાઈ યુવતીઓ માટે ‘લવ જિસસ’ કોડવર્ડ આપવામાં આવ્યો છે.
 

બિન મુસ્લિમ યુવતીઓને ફસાવવાની અલગ-અલગ કિંમત

 
સોશિયલ મીડિયા પર પણ સમયે સમયે બિનમુસ્લિમ યુવતીઓને ફસાવવા માટેની પુરસ્કાર યાદી વાળી પરચીઓ વાયરલ થતી રહે છે. ૨૦૧૬માં ગુજરાતમાં ફરતી આવી એક યાદીએ ચકચાર જગાવી હતી. લવ જેહાદ મિશન ફોર યુનિવર્સલ એન્ડ ગ્લોબલ ઇસ્લામ, લવ ઇઝ નોટ ક્રાઇ એન્ડ જેહાદ ઇઝ અલ્લાઝ વર્ક નામનો સંદેશ અંગ્રેજી ને ઉર્દુભાષાઓમાં ફરી રહ્યો હતો. જેમાં અલગ અલગ ધર્મ જાતિની યુવતીઓ માટે અલગ અલગ કિંમત હતી. વાયરલ મેસેજ મુજબ હિન્દુ (બ્રાહ્મણ) યુવતીની કિંમત પાંચ લાખ, હિન્દુ (ક્ષત્રિય) યુવતી માટે ૪.૫ લાખ, હિન્દુ (ઓ.બી.સી., એસસી, એસટી) યુવતીની ૨ લાખ, હિન્દુ ગુજરાતી કચ્છી યુવતી ૩ લાખ, શીખ યુવતીના ૭ લાખ, ઇસાઈ (રોમન કેથલિક) યુવતીના ૪ લાખ તેમજ બૌદ્ધ ધર્મની યુવતીનાં ૧.૫ લાખની કિંમત વાળા ભાવોનું લીસ્ટ ફરતું થયું હતું. સ્ટુડન્ટ ઓફ મુસ્લિમ યુથ ફોરમ નામના મુસ્લિમ સંગઠન નામે ફરતા થયેલ આ લિસ્ટમાં ગુજરાતના અલગ અલગ શહેરોના ફોન નંબર પણ આપવામાં આવ્યા હતા. લવ જેહાદના સફળ થયા બાદ ઇનામની રકમ મેળવવા માટે આ નંબરો આપવામાં આવ્યા હતા.
 

love jihad _1   
 

ન્યૂઝ ચેનલે કર્યો પરદાફાશ

 
જાણીતી ન્યૂઝ ચેનલ્સ ઝી ન્યૂઝની ટીમે કાનપુર કેવી રીતે લવ જેહાદનું કેન્દ્ર બની ગયું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને લવ જેહાદનો ભોગ બનેલી ૧૧ હિન્દુ યુવતીઓની મુલાકાત લીધી હતી, જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી અને બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને ફસાવવા માટે હાથમાં કલવા બાંધી રહ્યા છે અને કેવી રીતે નફીશ શાહ બબુઆ બની જાય છે, તો ફતેહખાન હાથે કલવા અને માથે તિલક લગાવી લે છે, તો કોઈ મુસ્તાર રાહુલસિંહનું રૂપ ધરી લે છે.
 
આ તમામમાં ચોંકાવનારી માહિતી એ આવી છે કે, લવ જેહાદનાં આ ષડયંત્રોમાં ન માત્ર યુવક જ બલ્કે તેના પરિવારજનો, ત્યાં સુધી કે તેમની પત્નીઓ પણ સામેલ હતી. ખુદને બબુઆ તરીકે બતાવનાર નફીશ શાહ તો તેની પ્રથમ પત્નીને તેની બહેન ગણાવતો હતો અને તેની હાજરીમાં જ..., આ આખી ઘટનાનો ઘટસ્ફોટ થતાં તેની પત્નીએ જ હિન્દુ યુવતીને કહ્યું હતું કે હા, અમે મુસલમાન છીએ, તું પણ હવેથી મુસ્લિમ જ છે અને મારા અને તારા શોહરની ત્રણ પત્નીઓ છે. અને તારે હવે અહીં જ અમારી સાથે રહેવાનું છે. આમ કહી તેણે તેને ઘરમાં પૂરી દીધી હતી અને બળજબરીથી કલમો પઢાવી ઇસ્લામ કબૂલાવડાવી દીધો હતો અને આ યુવતી સાથે નફીશની ઓળખાણ તેની સહેલી રિઝવાનાએ કરાવી હતી. તેણે જ નફીસને બબુઆ બતાવી તેની સાથે દોસ્તી કરાવી હતી.
 
ઝી ન્યૂઝની ટીમની તપાસમાં બહાર આવ્યું હતું કે કાનપુર પોલીસને લવ જેહાદની આવી ૧૪ ફરિયાદો મળી હતી, જેમાં ૧૧ કેસ એવા હતા, જેમાં મુસ્લિમ યુવકોએ પોતાની હિન્દુ ઓળખ આપી હિન્દુ યુવતીઓને ફસાવી હતી અને તેમનું મતાંતરણ કરાવ્યું હતું. આ ૧૧માંથી પણ ૮ તો કિશોરવયની હતી. એ તમામ કિશોરીઓનું પ્રેમના નામે જેહાદી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું અને વધુ એક ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે આ તમામ કિસ્સામાં ૪ લવ જેહાદીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા એટલે કે કાનપુરમાં સંગઠિત રીતે લવ જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે તે વાતને બળ મળે છે.
થોડા સમય પહેલાં ભારતમાં લવ જેહાદને લઈ એક અન્ય ખાનગી રાષ્ટીય ન્યૂઝ ચેનલ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે, આ માત્ર લવ નથી, જેહાદી ષડયંત્ર છે અને એક આંતરરાષ્ટીય ષડયંત્ર પ્રમાણે સમગ્ર વિશ્ર્વને ઇસ્લામમાં મતાંતરિત કરવાનું આહ્વાન છે.
 

ભારતના ઇસ્લામીકરણ માટે લવ જેહાદનું ષડયંત્ર ?

 
હાલ દેશમાં કેટલાંક સંગઠનો લવ જેહાદના પ્રચાર-પ્રસારમાં તન-મન અને ધનથી લાગેલા છે. આ સંગઠનો ભાવનાત્મક રૂપથી કમજોર અને કિશોરવયની બિનમુસ્લિમ ખાસ કરીને હિન્દુ દીકરીઓનું બ્રેઇન વોશ કરવાથી માંડી, ઘરથી ભગાડી તેમના રહેવાની અને નિકાહ કરાવવા સુધી હરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઊભા રહે છે. આ લવ જેહાદનો એક ભાગ છે અને પોતાના ધર્મના પ્રસારની આ એક આધુનિક રીત ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે.
 
લવ જેહાદ એક ષડયંત્ર છે, જે અંતર્ગત મુસ્લિમ યુવક અને પુરુષ બિનમુસ્લિમ યુવતીઓ સાથે પ્રેમનું નાટક કરી તેમનું બ્રેઈન વોશ કરી મતાંતરણ કરાવે છે.
 

માત્ર યુવતીઓ જ નહીં, યુવકો પણ શિકાર

 
લવ જેહાદની બીજી વિશેષતા એ છે કે માત્ર યુવતીઓ જ નહીં, યુવકોને પણ લવ-જિહાદના ફાંસલામાં ફસાવવામાં આવે છે. તાલીમ પામેલી મુસ્લિમ યુવતી બિન-મુસ્લિમ યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને મુસ્લિમ બનાવે છે. ઇસ્લામનું શિક્ષણ આપી આ યુવકના મનમાં તેના પોતાના ધર્મની વિરુદ્ધ વિષ ભરવામાં આવે છે. તેનામાં ઇસ્લામ માટે અહોભાવ ઉત્પન કરવામાં આવે છે. દુનિયામાં મુસ્લિમો પ્રત્યે થતા અન્યાય અને તેમની ઉપર ગુજારાતા ત્રાસની વિડિયો ફિલ્મ બતાવી તેનું બ્રેઈન-વૉશ કરવામાં આવે છે. મુસ્લિમ બનેલ આ યુવકની આંખોમાં ઝનૂન અને જિહાદનું ઝેર આંજવામાં આવે છે. આખરે આ યુવક હાથમાં ધારણ કરે છે હથિયાર અને બની જાય છે ત્રાસવાદી. બસ, ખેલ ખતમ. આ જિહાદીઓને મરવા માટે જે બકરો જોઈએ છે તે આસાનીથી મળી જાય છે.
 

પ્રાણેશ બન્યો જાવેદ

 
હિન્દુ મટી મુસલમાન ત્રાસવાદી બનેલ યુવકોમાં સૌથી ચોંકાવનારી ઘટના પ્રાણેશ પિલ્લાઈની છે. કેરળનો આ પ્રાણેશ પિલ્લઈ ૧૫ જૂન, ૨૦૦૪ના રોજ કેટલાક આતંકવાદી તથા પાકિસ્તાની નાગરિકો સામે કારમાં બેસી ગુજરાતમાં આવ્યો હતો અને ગુજરાતની પોલીસે પ્રાણેશ તથા અન્ય ત્રાસવાદીઓને ઠાર માર્યા, કારણ કે તે બધા ગુજરાતના મુખ્યમંત્રીની હત્યા કરવાના બદઇરાદાથી આવ્યા હતા. પ્રાણેશ નામના આ હિન્દુ યુવકને સાજિદા નામની મુસ્લિમ યુવતીએ લવ-જિહાદમાં ફસાવ્યો. સાજિદાને પરણવા માટે પ્રાણેશે 1995માં મુસ્લિમ ધર્મ અપ્નાવ્યો અને તે પ્રાણેશમાંથી જાવેદ બની ગયો. મુસ્લિમ બન્યા પછી તેનું બ્રેઈન-વૉશીંગ કરવામાં આવ્યું.
 
તેને ઘોર હિન્દુ-વિરોધી બનાવી દેવામાં આવ્યો. ૧૯૯૭માં પ્રાણેશ ઉર્ફે જાવેદ સામે રાયૉટીંગના ચાર કેસ નોંધાયા હતા. આ પ્રાણેશ ઉર્ફે જાવેદને મુંબઈની ઈશરત જહાઁ નામની મુસ્લિમ યુવતી સાથે પણ સંબંધ હતા. આ ઈશરતે જાવેદને પ્રેમપાશમાં બાંધી ગુજરાતમાં આતંક સર્જવા માટે ઉશ્કેર્યો હતો તેવું મનાય છે. ઈશરત આતંકવાદી યુવતી હતી જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જાવેદ અને ઈશરત પતિ-પત્નીના સંબંધો બતાવી હોટેલમાં રોકાતાં. ઈશરત જહાઁ હકીકતમાં પ્રાણેશ (જાવેદ)ની બીજી પત્ની હતી. ઑક્ટોબર ૧૩, ૨૦૦૯ના ’The Hindu’ દૈનિક પત્રિકા અનુસાર પ્રાણેશ અને ઈશરત લખનૌની મેજબાન હોટેલમાં ૨૦૦૪ના મે મહિનામાં એક જ રૂમ નંબર-૨૦૪માં પતિ-પત્ની તરીકેની ઓળખ સાથે રોકાયાં હતાં. ઈશરત જહાઁને ગુજરાતમાં ઠાર માર્યા બાદ લશ્કરે તોઈબાના માઉથપીસ જેવા GHAZWA Timesએ જુલાઈ, ૨૦૦૪માં લખ્યું છે કે ઈશરત જહાઁ લશ્કરે તોઈબાની સક્રિય કાર્યકર (activist) હતી.
 

માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ લવ જેહાદ

 
વધુ ચોંકાવનારી બાબત એ છે કે લવ જેહાદ માત્ર ભારતમાં જ નથી ચાલતી. યુરોપના અનેક દેશોમાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે. અલબત્ત જે દેશમાં મુસ્લિમોની પ્રભાવી વસતિ છે ત્યાં પ્રભાવી ઢંગથી લવ જેહાદની ગતિવિધિ ચાલે છે. બ્રિટનમાં આ પ્રવૃત્તિ ધમધમે છે. જે શહેરોમાં હિન્દુ -શીખ પરિવારો મોટી સંખ્યામાં વસે છે ત્યાં હિન્દુ - શીખ તરુણીઓને ફસાવવાનું કામ યોજનાબદ્ધ રીતે ચાલે છે.
 
૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ યુ.કે.ના પોલીસ રિપોર્ટની નોંધ આ પ્રમાણે હતી ‘Police protect girls forced to convert to Islam’ મટ્રોપોલિટન પોલીસના વડા સર લાન ર્બ્લર તાજેતરમાં એક હિન્દુ કૉન્ફરન્સમાં મહેમાન તરીકે આવ્યા હતા. આ સમારંભમાં એ મુદ્દો ખૂબ ચર્ચાયો કે બ્રિટનમાં ખાસ કરીને લંડન જેવાં શહેરોમાં લવ જેહાદી રોમિયો દ્વારા ત્યાંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી ભોળી અસુરક્ષિત હિન્દુ - શીખ તરુણીઓ સાથે સંબંધો સ્થાપી તેમની સાથે લગ્ન કરી તરુણીઓને મુસ્લિમ બનાવવામાં આવે છે. સંપર્ક કરતી વખતે આ મુસ્લિમ રોમિયો પોતાનું અસલી મુસ્લિમ નામ છુપાવે છે અને શીખનું કડું પહેરી, રૉકી કે રાજ જેવાં હિન્દુ નામ બતાવી સરળતાથી યુવતીને ફસાવી દે છે.
 

છેક અરબ દેશો સુધી અડે છે લવ જેહાદના છેડા

 
પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા એટલે કે, પીએફઆઈ અને સથ્ય સરાની આ બે સંગઠનોની હાલ સમગ્ર દક્ષિણ ભારતમાં ને થોડા ઘણા અંશે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ એક વ્યવસ્થિત મિશનરી દેશમાં ઇસ્લામના પ્રચાર-પ્રસારના વાજબી-ગેરવાજબી કામોમાં લાગેલી છે, જેમાં એક લવ જેહાદ અને મતાંતરણ પણ છે. બિનમુસ્લિમ યુવા યુવક-યુવતીઓનું મતાંતરણ કરાવી તેમને કટ્ટરપંથ અને આતંકવાદની દુનિયામાં ધકેલી સામે આવ્યા છે અને આના માટે અરબ દેશોથી તેમને મસમોટું ફંડ પણ મળે છે. સ્ટિંગ ઓપરેશનમાં આ વાતનો પણ ખુલાસો થયો છે, જેમાં પીએફઆઈના સંસ્થાપક સદસ્ય અને તેના મુખપત્ર ‘ગલ્ફ થેજીસ’ના પ્રબંધક સંપાદક અહમદ શરીફે આ વાતને સ્વીકારી છે કે આ માટે અમને અરબ દેશોમાંથી ફન્ડિંગ મળે છે અને તે રૂપિયા હવાલા મારફતે અમારા સુધી પહોંચે છે.
  

‘પીએફઆઈ’ કરે છે લવ જેહાદીની મદદ

 
સ્ટિંગમાં અહમદ શરીફે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, તેઓ ભારતમાં ઇસ્લામિક સ્ટેટની સ્થાપનાના છૂપા એજન્ડા પર કામ કરી રહ્યા છે. તેમના મુજબ માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં ઇસ્લામિક સામ્રાજ્ય સ્થાપવાનું તેમનું લક્ષ્ય છે, જેના માટે આરબ દેશોમાંથી મદદ મળે છે. તેઓએ સ્વીકાર્યું હતું કે ઇસ્લામમાં મતાંતરિત થનારા અને લવ જેહાદ કરનારા મુસ્લિમ યુવકોને તેમની સંસ્થા સંપૂર્ણ મદદ કરે છે. થોડાં વર્ષો પહેલાં કેરલ સહિત સમગ્ર દેશમાં ‘કિસ ઓફ લવ કેમ્પેન’ શરૂ કરવામાં આવ્યું હતું. તેના આયોજન પાછળ પણ પીએફઆઈ હતું. આ અભિયાનમાં ભાગ લેનાર ૯૦ ટકા યુવતીઓ હિન્દુ હતી, જ્યારે યુવક મુસ્લિમ.
 

કથિત બુધ્ધિજીવીઓ ગુન્હેગારોના બચાવમાં સક્રિય

 
લવ જેહાદ ભારતને ઇસ્લામિક-શરિયા શાસન અંતર્ગત લાવવાના એક વિશાળ ષડયંત્રનો નાનો ભાગ છે. હકીકતમાં આજે પણ સરહદની અંદર અને સરહદ પારથી કેટલાક કટ્ટરવાદીઓ ગજવા-એ-હિન્દ એટલે કે હિન્દુસ્તાની ઇસ્લામિક રાજ્યની સ્થાપનાની એક રાજનૈતિક જેહાદ ચલાવી રહ્યા છે. તેનો મતલબ છે ઇસ્લામનો ભારત પર વિજય અને આ ષડયંત્રને સેક્યુલરિઝમના સુંદર વાઘા પહેરાવી દેવામાં આવ્યા છે. જેવો આ કટ્ટરપંથીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાનો સળવળાટ શરૂ થાય છે કે, તરત જ સેક્યુલર શરાબના નશામાં ઝૂમતાં આપણા દેશનાં માધ્યમો, કથિત બુદ્ધિજીવીઓ, વામીઓ અને મતબેન્ક, ભૂખ્યા રાજકીય પક્ષોની જમાત તેમના બચાવમાં ઊતરી આવે છે અને આખા મુદ્દાને અલગ જ રૂપ આપવામાં મચી પડે છે. સીએએ અને એનઆરસી મુદ્દે આવું જ થઈ રહ્યું છે. આમ આ આખું ષડયંત્ર દેશની બહાર જ નહીં, દેશની અંદર પણ ચાલી રહ્યું છે.
 

love jihad _1   
 

ન્યાયાલયોએ પણ અનેક વાર માન્યું છે કે, લવ જેહાદ થાય છે

 
સમગ્ર દેશમાં લવ જેહાદનો સૌથી વધુ ભોગ કોઈ રાજ્ય બની રહ્યું હોય તો તે છે કેરલ. એક અનુમાન મુજબ અહીં પાછલાં દસ વર્ષોમાં દસ હજારથી પણ વધુ ગેર-મુસ્લિમ યુવતીઓનું ઇસ્લામમાં મતાંતરણ થયું છે. ૯ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ કેરલ હાઈકોર્ટના ન્યાયાધીશ કે. ટી. શંકરને લવ જેહાદ અંતર્ગત પકડાયેલા બે મુસ્લિમ યુવકોની જમાનત પર સુનવણી કરતાં કહ્યું હતું કે, પોલીસ રિપોર્ટ એ બાબત પર ઇશારો કરે છે કે પાછલાં ત્રણ-ચાર વર્ષોમાં જ ૩થી ૪ હજાર યુવતીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ બની છે. તપાસમાં એ સાબિત થયું છે કે આ યુવતીઓને યુવકોએ પોતાની ઓળખ છુપાવી તેમની સાથે સંબંધો બાંધ્યા છે અને બળજબરીથી મતાંતરણની ઘટનાઓ પણ સામે આવી છે. તેઓએ કહ્યું હતું કે, હજારો યુવતીઓનું આ રીતે મતાંતરણ થતું હોવાની વાત સામે આવે છે, પરંતુ સબૂતોના અભાવે એ સાબિત નથી થઈ શકતું કે આ બધું એક ષડયંત્ર અને આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. ૨૦૦૬માં ઉત્તર પ્રદેશની ઇલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાકેશ શર્માએ પણ તત્કાલીન પ્રદેશ સરકારને પૂું હતું કે, માત્ર હિન્દુ યુવતીઓ જ આટલા મોટા પ્રમાણમાં ઇસ્લામ કેમ કબૂલી રહી છે ? પ્રેમ વિવાહ માટે ક્યારેય કોઈ મુસ્લિમ યુવક કેમ અન્ય ધર્મ અપનાવતા નથી ? ન્યાયાલયોની આ પ્રકારની ટિપ્પણીઓ લવ જેહાદને કાલ્પનિક ગણાવનારા કથિત વામી-સેક્યુલરવાદીઓના મોં પર તમાચા સમાન છે.
 

આર્ય પુત્રીઓ સાવધાન...

 
‘લવ જેહાદ’ એની ચરમ સીમાએ છે. સરેઆમ હિન્દુ, શીખ અને ઇસાઈ યુવતીઓનું અપહરણ થઈ રહ્યું છે. રાજ્ય સરકારો - દેશની પોલીસ અને સંગઠનો સજાગ છે અને કાર્ય કરી રહ્યાં છે. કાયદાઓ પણ ઘડાઈ રહ્યાં છે અને દેશની બહેન-દીકરીઓનું રક્ષણ પણ ચોક્કસ થશે જ. પરંતુ આ મામલે બહેન-દીકરીઓએ પણ સજાગ રહેવાની આવશ્યક્તા છે. આ પ્રકારનો કોઈપણ વ્યક્તિ નજરે ચડે, તેમને ભોળવવાનો પ્રયત્ન કરે તો તરત જ પરિવાર કે પોલીસને જાણ કરવી. આ નરાધમોથી ડરવાનું નથી. તેમની સામે લડવાનું છે અને તેમને કડકમાં કડક સજા કરાવવાની છે. આર્યપુત્રીઓ સાવધાન રહે એજ વિનંતી.