ભૂ-સાંસ્કૃતિક એકતાનું સ્મરણ, ગૌરવ અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવાનો સંકલ્પ

    ૨૪-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

akhand bharat_1 &nbs
 
 
કેટલાક દિવસ પહેલાં મુંબઈમાં ‘કરાચી સ્વીટ માર્ટ’ નામની દુકાનના માલિકને એક શિવસૈનિકે દુકાનનું નામ બદલી નાખવા ધમકાવ્યો. તેનું કહેવું હતું કે, પાકિસ્તાન હંમેશાં ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવે છે. એટલા માટે કરાચી નામ બદલવું જોઈએ. તે દુકાન માલિકે પણ વિવાદ ટાળવા ‘કરાચી’ શબ્દને કાગળથી ઢાંકી દીધો. આ ઘટનાથી શિવસેનાએ અધિકારિકરૂપે કિનારો કરી લીધો છે એવું પણ વાંચવામાં આવ્યું છે.
 

તે શિવસૈનિકની કંગાળ મનોદશા, ઇતિહાસબોધનો અભાવ અને... 

 
આ સમાચાર સાંભળી તે શિવસૈનિકની કંગાળ મનોદશા, ઇતિહાસબોધનો અભાવ અને સત્તાના મદ પર દયા આવી. તેને થોડું ઘણું પણ ઇતિહાસનું જ્ઞાન હોત તો તે પેલા દુકાનદારના પૂર્વજ કેવી પરિસ્થિતિમાં કરાચીમાંથી પોતાનો વ્યવસાય છોડી ભારતમાં આવવા મજબૂર બન્યા તેનું ભાન તેને જરૂર થાત. બની શકે કે તેના જેવા દસ નોકર કરાચીથી પલાયન થવા મજબૂર બનવા પહેલાં પેલાં કારોબારીને ત્યાં કામ કરતા હોય. હિન્દુ સમાજ તરફની ભારતના નેતૃત્વની કમજોરી કે મજબૂરીના કારણે તેઓને પોતાના જ દેશમાં નિર્વાસિત થવું પડ્યું. તેઓએ અન્ય કોઈ જ ખોટા રસ્તે ન જવાને બદલે પોતાની મહેનતથી ધીરે-ધીરે તણખલે-તણખલે પોતાનો કારોબાર ઊભો કર્યો અને દેશની સમૃદ્ધિમાં, નવા રોજગાર નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપ્યું. સિંધ અને પંજાબથી આવેલા આ લોકોએ અનેક કષ્ટો સહીને સમગ્ર દેશના ભંડાર સમૃદ્ધ કર્યા છે. અનેક શૈક્ષણિક અને વ્યવસાયિક સંસ્થાન-પ્રતિષ્ઠાન ઊભા કર્યાં છે; જેનો લાભ સમાજના તમામ વર્ગો લઈ રહ્યા છે& જે સ્થાનેથી આપણે આવ્યા તે સ્થાનને યાદ રાખવું તે તો પ્રત્યેક નવી પેઢીની જવાબદારી છે, જેથી કરીને યોગ્ય સમય અને સામર્થ્ય આવતાં ફરી પાછા ત્યાં જઈ શકાય.
 
 
 
 
ખૂબ મોટા પ્રમાણમાં ભારતના યુવાઓ ૧૪ ઑગસ્ટના દિવસને ‘અખંડ ભારત સ્મૃતિ દિવસ’ તરીકે મનાવે છે અને ભારત વિભાજનની દર્દનાક કહાણી લોકોને જણાવે છે. કદાચ આ વાત પેલો શિવસૈનિક નહીં જાણતો હોય. યોગી અરવિંદે ભારત વિભાજન સમયે કહ્યું હતું.
 

...તેટલા માટે ‘કરાચી’ નામ રાખવામાં જરાય ખોટું નથી.  

 
આ વિભાજન કૃત્રિમ છે અને કૃત્રિમ વસ્તુ સ્થાયી નથી રહેતી. એકના એક દિવસે ભારત ફરીથી અખંડ બનશે. અમે કરાંચીથી આવ્યા છીએ, કે અમને મજબૂરીમાં અહીં આવવું પડ્યું છે અને અમે ફરીથી કરાંચી જઈશું જ. એવો સંકલ્પ રાખવો એ કોઈ અપરાધ નથી. પોતાની આવનારી પેઢીને પણ આ વાત યાદ રહે તેટલા માટે ‘કરાચી’ નામ રાખવામાં જરાય ખોટું નથી. ઇઝરાયલના લોકો ૧૮૦૦ વર્ષો સુધી પોતાની માતૃભૂમિથી દૂર હતા. દર વર્ષે નવા વર્ષના દિવસે ફરીથી જેરુસલેમ જવાનો સંકલ્પ ૧૮૦૦ વર્ષો સુધી પુનરાવર્તિત કરતા રહ્યા અને આજે ઇઝરાયલ એક શક્તિશાળી દેશ છે.
 
પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓ અને જેહાદી તત્ત્વોનું સમર્થન કરનારાં, રાષ્ટવિરોધી ઇરાદાઓને છૂપી સહાયતા કરનારી અનેક સંસ્થાઓ ભારતમાં અને મુંબઈમાં પણ છે. તેમની હરકતો જોઈ કોઈ પણ દેશભક્તનું લોહી જરૂરથી ઊકળી ઊઠવું જોઈએ. મુંબઈમાં રઝા અકાદમીના શહીદ સ્મારકને લાતો મારી નુકસાન પહોંચાડવાની તસવીરો પણ આવી જ હતી, પરંતુ તેના પર કોઈ ‘શિવસૈનિક’ને ગુસ્સો આવ્યો, એવું સાંભળવામાં નથી આવ્યું.
 

karachi sweets issue_1&nb કરાચી સ્વીટ્સનો માલિક અને શિવસૈનિક 
 

ભારત એ ભૂસાંસ્કૃતિક એકમ છે અને સદીઓથી રહ્યું છે 

 
અખંડ ભારતની વાત સાંભળતાં જ કેટલાક લોકોનાં ભવાં ઊંચાં થઈ જાય છે. આ રાજકીય વિસ્તારવાદની વાત નથી, તે સમજવું રહ્યું. અંગ્રેજોના એકછત્રીય શાસન હેઠળ આવતા પહેલાં સંપૂર્ણ ભારત પર એક જ રાજાનું રાજ ન હતું, છતાં પણ ભારત એક જ હતું. ભારત એ ભૂસાંસ્કૃતિક એકમ છે અને સદીઓથી રહ્યું છે તે સમજવું પડશે. આપણા સૌને જોડનારા જીવનની અધ્યાત્મ આધારિત એકાત્મ અને સર્વાંગીણ દૃષ્ટિ થકી ભારતની એક આગવી વિશેષ ઓળખ અને વ્યક્તિત્વ નિર્માણ થયું છે, જેને દુનિયા હજારો વર્ષોથી જાણતી આવી છે. ભારતની એ જ ઓળખ અને વ્યક્તિત્વને જ દુનિયા ‘હિન્દુત્વ’ તરીકે જાણે છે. ‘હિન્દુત્વ’ માત્ર કોઈ રાજનૈતિક દળની ઘોષણા બની રહી જવું એ અલગ વાત છે. વાસ્તવમાં આ ભૂસાંસ્કૃતિક એકતાની ઓળખ ને નાશ ‘હિન્દુત્વ’ સ્મરણમાં રહ્યું તો આવી હલકી પ્રતિક્રિયા ન આવે. એગસ મેડિસનના સંશોધન ગ્રંથ ‘World history of economic’માં એ પ્રખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રીએ દાવો કર્યો છે કે, ઈસુની પહેલી શતાબ્દીથી સત્તરમી સદી સુધી વિશ્ર્વ વ્યાપારમાં ભારતનો ભાગ સૌથી વધુ ૩૩% હતો. તે આ જે ભૂ-સાંસ્કૃતિક એકમવાળું ભારત હતું. બીજી શતાબ્દીમાં યદી, છઠ્ઠી શતાબ્દીમાં પારસી અને આઠમી શતાબ્દીમાં સિરિયન ઈસાઈ ભારતના અલગ-અલગ ભૂ-ભાગમાં આશ્રય મેળવવા માટે આવ્યા, ત્યાંના રાજાઓ અલગ અલગ હતા, લોકોની ભાષા અલગ હતી.
 

...કારણ કે ભારત ભૂ-સાંસ્કૃતિક દૃષ્ટિએ એક હતું 

 
લોકો ઉપાસના પણ અલગ-અલગ દેવતાઓની કરતા હતા, છતાં પણ સાંપ્રદાયિક, ભાષિક અને વાંશિક દૃષ્ટિએ ‘પરકીય’ એવાં પ્રતાડિત અને આશ્રય માટે આવેલ એ લોકો સાથે ભારતનો વ્યવહાર એકસમાન, સ્વાગત, સન્માન અને સ્વીકારનો જ રહ્યો હતો, કારણ કે ભારત ભૂ-સાંસ્કૃતિક દૃષ્ટિએ એક હતું. માટે જ ભારતીયોના શ્રદ્ધાસ્થાન આ સંપૂર્ણ ભૂ-સાંસ્કૃતિક એકમમાં વ્યાપ્ત છે. હિંગલાજ દેવીનું મંદિર, નનકાના સાહિબ ગુરુદ્વારા આજના પાકિસ્તાનમાં, ટાકેશ્ર્વરી દેવી મંદિર આજના બાંગ્લાદેશમાં છે, તો પશુપતિનાથનું મંદિર, સીતા માતાનું જન્મસ્થાન જનકપુરી આજના નેપાળમાં, રામાયણ સંબંધિત કેટકેટલાંય સ્થળો હાલના શ્રીલંકામાં છે. બ્રહ્મદેશ, શ્રીલંકા, તિબેટ, ભૂટાન વગેરે પ્રદેશોમાં રહેનારા બૌદ્ધ મતાવલંબીઓનાં શ્રદ્ધાસ્થાનો ભારતમાં છે. કૈલાસ માનસરોવર યાત્રા ભારતીયો વર્ષોથી કરતા આવ્યા છે. આ તમામ તીર્થસ્થાનોની યાત્રા આ ભૂ-સાંસ્કૃતિક એકમમાં રહેનારા લોકો વર્ષોથી શ્રદ્ધાપૂર્વક કરતા આવ્યા છે.
 

akhand bharat_1 &nbs 
 

આની પાછળનો વિચાર આ જ ભૂસાંસ્કૃતિક એકતાની ભાવનાનો છે 

 
એટલું જ નહીં, આ ભૂ-સાંસ્કૃતિક એકતાનું દર્શન ભારતીય પરિવારોમાં બાળકોના નામાંકરણમાં પણ થાય છે. કર્ણાટકનો એક પરિવાર ગુજરાતમાં રહેતો હતો. તેમની બે પુત્રીઓનાં નામ સિંધુ અને સરયૂ હતાં. સરયૂ નદી કર્ણાટકમાં નથી અને સિંધુ નદી તો આજના ભારતમાં જ નથી, તે પાકિસ્તાનમાં વહે છે. પાકિસ્તાનમાં વહેતી નદીનું નામ તમે ન રાખી શકો, કારણ કે તે આપણા દેશમાં આતંકવાદ ફેલાવે છે, એવી માનસિકતા કેટલે અંશે યોગ્ય છે ? કર્ણાવતીમાં કાર્યરત એવાં ઉત્તરપ્રદેશનાં ફૈજાબાદના એક વૈજ્ઞાનિકની પુત્રીનું નામ કાવેરી હતું. ગુજરાતના ભાવનગરના એક પરિવારની પુત્રીનું નામ ઝેલમ છે. વિદર્ભમાં એક પરિવારે પોતાની પુત્રીનું નામ રાવી રાખ્યું છે. આ બધું આપણે ત્યાં સહજતા કે આનંદથી થતું આવ્યું છે અને આની પાછળનો વિચાર આ જ ભૂસાંસ્કૃતિક એકતાની ભાવનાનો છે.
 

‘‘ભારતનું ચીન પર ૨૦૦૦ વર્ષો સુધી સાંસ્કૃતિક સામ્રાજ્ય રહ્યું હતું  

 
આજે ભારતના પડોશી દેશોને જુઓ. ભારત સાથેના પોતાના સાંસ્કૃતિક સંબંધ નકારી કોઈ પણ દેશ સુખી નથી. આ તમામ દેશોની સુખ-સંપન્નતા અને સમૃદ્ધિ ભારતની સાથે રહેવામાં જ છે, કારણ કે તે માત્ર ભારતના પડોશી દેશો જ નથી, તે તમામ ભૂતકાળમાં ભારતની સદીઓ જૂની ભૂ-સાંસ્કૃતિક એકમનાં અવિભાજ્ય અંગો હતાં, પરંતુ આ વાતને પ્રત્યક્ષ સાકાર કરવામાં ભારતની ભૂમિકા ન બરાબર રહી છે. વર્ષ ૨૦૧૪ બાદ આ દૃષ્ટિએ ભારતની પહેલ ઉલ્લેખનીય કહી શકાય તેવી છે. ૨૦૧૪માં પ્રધાનમંત્રી શપથગ્રહણ સમારોહમાં ભારતના તમામ પડોશી દેશોના પ્રમુખોની ઉપસ્થિતિ અને ત્યારબાદ સૌ મળી એક આર્થિક શક્તિના નાતે ઊભરવા માટે પરસ્પર સહાયતા માટે ભારતની પહેલ દુનિયા જોઈ રહી છે. આ તમામનું રાજકીય અસ્તિત્વ જેમનું તેમ રાખી ભૂ-સાંસ્કૃતિક એકમના ભાવને મજબૂત કરવામાં આવે છે તો તે પૂર્વની જેમ એક આર્થિક શક્તિ બની વિશ્ર્વ સમક્ષ ઊભરી શકે છે. આજના પશ્ર્ચિમના તથાકથિત વિકસિત દેશોની આર્થિક સમૃદ્ધિ, અત્યાચાર, લૂંટ અને ગુલામોના અમાનવીય વ્યાપાર પર આધારિત છે. ઇતિહાસ કહે છે, પરંતુ ભારતના આ ભૂસાંસ્કૃતિક એકમની આર્થિક સંપન્નતાનો આધાર લૂંટ, અત્યાચાર, જબરજસ્તીથી જમીનો પડાવી લેવી એ ક્યારેય નહોતો રહ્યો. ભારતીયોએ ત્યાં જઈ ત્યાંના લોકો સાથે મળી તેમને સંસ્કૃત અને સમૃદ્ધ બનાવ્યાં, તેની મધુર સ્મૃતિ આજે પણ ત્યાંના લોકોના મનમાં અંકિત છે. અમેરિકામાં રહી રહેલા ચીનના રાજદૂત શ્રી હે-શી એટલે જ કહે છે કે, ‘‘ભારતનું ચીન પર ૨૦૦૦ વર્ષો સુધી સાંસ્કૃતિક સામ્રાજ્ય રહ્યું હતું અને તે પણ એક પણ સૈનિક મોકલ્યા વગર.’’
 
કેરેબિયન દેશોમાં ૧૫૦ વર્ષો પહેલાં અંગ્રેજો દ્વારા ભારતીય મૂળનાં લોકોને મજદૂરી માટે લઈ જવામાં આવ્યા. ત્રિનિદાદ, ગયાના, સૂરીનામ, જમૈકા અને બારબાડોસ જેવા દેશોમાં પણ પોતાના ભૂસાંસ્કૃતિક એકમના નાતે એક ઓળખ બનાવી રાખી છે. તેનો ઇતિહાસ બહુ જૂનો નથી, પણ ઇતિહાસબોધ એક છે. માટે શાસનવ્યવસ્થા, મુદ્રા, સેના વગેરે અલગ-અલગ હોવા છતાં પણ એક ભૂ-સાંસ્કૃતિક એકમના નાતે કેટલીક વાતો તેમની સહિયારી છે, પરસ્પર પૂરક છે.
 

ઇઝરાયલે ૧૮૦૦ વર્ષો સુધી આ અસંભવ લાગતું કાર્ય સંભવ કરી બતાવ્યું છે તે આપણે યાદ રાખવું રહ્યું 

 
ભારતનાં ભૂસાંસ્કૃતિક એકમનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો, આર્થિક સમૃદ્ધિનો, સાંસ્કૃતિક સંપન્નતાનો, માનવજીવન માટે દીપસ્તંભ સમાન દિશાદર્શક રહ્યો છે. એ બૃહત્ ભારતનું તે જ સ્થાન ફરી પ્રાપ્ત કરવું હશે તો ભારતના તે ભૂ-સાંસ્કૃતિક એકમને યાદ રાખવું પડશે. સ્થાનો અને વ્યક્તિઓના નામથી તો નામથી તેની સ્મૃતિ સંગ્રહી રાખવી જરૂરી છે. ક્ષુદ્ર માનસિકતા, ઇતિહાસબોધનો અભાવ અને સત્તાને કારણે આવી ગયેલ છીછરાપણું તે તમામ બાબતોનો આકરા શબ્દોમાં વિરોધ કરી દરેક ઉપાય કરી આ ભૂ-સાંસ્કૃતિક એકતાનું સ્મરણ, ગૌરવ પુનઃ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવાના સંકલ્પનું વારંવાર પુનરાવર્તન થવું જરૂરી છે. ઇઝરાયલે ૧૮૦૦ વર્ષો સુધી આ અસંભવ લાગતું કાર્ય સંભવ કરી બતાવ્યું છે તે આપણે યાદ રાખવું રહ્યું.
 
- મનમોહન વૈદ્ય ( અ.ભા. સહ સરકાર્યવાહ, રા.સ્વ.સંઘ)