આજે બજેટ દરમિયાન નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો તે “બ્લૂ ઇકોનોમી” એટલે શુ?

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૦

nirmala sitaraman_1 
 
આજે બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમને મત્સ્ય ઉદ્યોગ માટે ખાસ કરીને માછુઆરાઓ માટે “સાગર મિત્ર યોજના”ની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે બ્લૂ ઇકોનોમીને આગળ વધારવા આ યોજના બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સાગર મિત્ર યોજના અંતર્ગત ૫૦ સાગર ખેડૂઓનું સંગઠન બનાવવામાં આવશે. જેનાથી દરિયા કાંઠે રહેતા યુવાનો માત્સ્ય ઉદ્યોગ સાથે જોડાશે અને તેમને રોજગાર મળશે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં માછલીનું ઉત્પાદન ૨૦૦ લાખ ટન સુધી વધારવાનું લક્ષ્ય છે.
 

nirmala sitaraman_1  
  

શું છે આ બ્લૂ ઇકોનોમી?

 
વર્ષ ૨૦૧૦માં ગુંટર પૉલીની એક પુસ્તક પ્રકાશિત થઈ જેનું નામ હતું ‘The Blue Economy: 10 years, 100 innovations, 100 million jobs’. આ પુસ્તક થકી જ બ્લૂ ઇકોનોમીના વિચારને હવા મળી. આ બ્લૂ ઇકોનોમી દરિયા સાથે જોદાયેલા સંસાધનોનો સુયોગ્ય ઉપયોગ સાથે જોડાયેલી છે. આનો અર્થ એવો થાય કે દરિયાની ઇકો સિસ્ટમને નુકસાન પહોંચાડ્યા વગર આ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે, તેમાથી ફાયદો મેળવવામાં આવશે. જેને દરિયઈ અર્થવવ્યવસ્થા પણ કહી શકાય. તમને ખબર છે એમ કે આ પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી છે એટલે ત્રણ ભાગનો દરિયો છે. આ પૃથ્વી પરનું ૯૭ ટકા પાણી દરિયામાં છે. ગ્લોબલ GDP નો ત્રણથી પાંચ ટાકા હિસ્સો આ દરિયો નક્કી કરે છે. ભારતની પણ ત્રણ બાજીની સરહદે દરિયો જ છે. તમને જણાવી દઈએ કે ભારતનો ૯૦ ટકા જેટલો વેપાર આ દરિયાઈ માર્ગે જ થાય છે. માટે બ્લૂ ઇકોનોમી ભારત માટે ખૂબ જરૂરી છે.