સક્ષમ અને તત્પર ભારતીય સેનાની ત્રણેય તાકાતો

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૦   

indian sena, vayusena, th
 
 
ભારતની સ્વતંત્રતા, અખંડિતતા સરહદો પર જાળવતી સંરક્ષણ સેવાઓ માટે સરકારે આ બજેટમાં, ગત વર્ષ કરતાં ૫.૮% વધારા સાથે રૂા. ૩.૩૭ લાખ કરોડ ફાળવ્યા, જે કુલ બજેટના ૧૫.૪૯% અને કુલ જીડીપીના અંદાજિત ૧.૫% છે. વિપક્ષોની ટિપ્પણીયે આવી, વધારો ખૂબ ઓછો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, શ્રી બીપીન રાવતે આ તથા અન્ય સંદર્ભે કહ્યું ખરું, બજેટ, ઓછા-વત્તા અંશે સંચાલનનો મુદ્દો છે, ફંડનો નથી.
 
ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સંયોજિત મિલિટરી કમાન્ડ સ્થાપિત કરવાનો તેમની સામે મોટો પડકાર છે. અત્યાર સુધી ભૂમિ, હવાઈ, નેવી બધી સર્વિસ, સિંગલ સર્વિસ તરીકે લડાઈ કરતી હતી, પરંતુ કારગિલ, ડોકલામ કે બાલાકોટની લડાઈના અનુભવે, આ માત્ર વિશાળ મિલિટરી લડાઈ ન હતી તેમ અનુભવ્યું. ત્વરીત પ્રતિભાવ, આતંકવાદી એટેક હોય કે હવાઈ મહેલો, સહિયારો પુરુષાર્થ જ પરિણામ આપે છે. નવું ટ્રાઈ સર્વિસ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું, તેના માટેના ઓફિસરની કેડર ઉભી કરવાની. ટેકનોલોજી અને દૂરસંચાર સિસ્ટમનો સમન્વય ઉભો કરવાનો, ભૌગોલિક તથા સ્ટ્રક્ચરલ માળખું ઊભું કરવાનું તથા વ્યુહાત્મક દૃષ્ટિએ કોઈપણ એક કમાન્ડ પ્રભાવી રહે અને અન્ય તેની સાથે રહી, ક્ષમતાવર્ધન પૂર્ણ થાય તે પડકાર ખરો જ. આમ છતાં ભૂમિ, હવાઈ અને નેવી સંરક્ષણ વ્યવસ્થા એકસૂત્રમાં રહી કાર્યરત રહે તે માનસિકતા અને માળખું તૈયાર કરવાના છે.
 
આ કમાન્ડનું માળખું માત્ર ઊભું કરવું તેમ નહીં તો તે કાર્યરત, કાર્યદક્ષ પણ રહે અને ત્રણેય સેનાઓની તાકાતનો માત્ર સરવાળો નહીં તો તેથી વિશેષ સાબિત થાય તો જ આ વ્યવસ્થાનું મહત્ત્વ.
 
ગત સપ્તાહમાં જ સંરક્ષણ સંસાધન ઉત્પાદકોનો મહાકુભ લખનૌમાં યોજાયો. આ પહેલાં ગોવા તથા મદ્રાસમાં યોજાયેલ મેળા કરતા વિશેષતા એટલે ૨૩ નવેમ્બરમાં અંદાજીત રૂા. ૫૦ હજાર કરોડના મુડીનિવેશ સાથે ઉત્પાદકો નવા યુનિટો સ્થાપવા તૈયાર થયા છે. ૪૦ દેશના સંરક્ષણ મંત્રીઓ આવ્યા. વિદેશના બે હજાર પ્રતિનીધિઓ તથા કુલ ૭૦ દેશમાંથી તે આવ્યા. રૂા. ૧૭ હજાર કરોડની સંરક્ષણ ઉત્પાદનોની નિર્યાત ભારત કરે જ છે. પ્રધાનમંત્રીએ આવતા વર્ષે બમણું એટલે રૂા. ૩૫ હજાર કરોડનો પડકાર, વિદેશીઓનો ઉત્સાહ જોતાં ભારતીય ઉત્પાદકોને આપ્યો છે.
 
આ સાથે સંરક્ષણ સંસ્થાઓને પડકારો ઓછા નથી. જનરલ નરવણે પ્રમાણે ભારત બે સરહદે સંભવિત લડાઈ લડી શકે. પશ્ચિમમાં બાલ્ટીસ્તાન જે પાક.ના કબજામાં છે અને ઉત્તર શક્સગામ વેલી જે ચાઇનીઝના કબજામાં છે. બંને સૈન્યો સૌથી નજીક આ વિસ્તારમાં છે અને આરપાસની લડાઈના સંજોગોમાં તેમની જુગલબંધી સૌથી ખતરનાક બની શકે. ભારતે આ દુશ્મનોની સંભવિત તાકાત ધ્યાને લઈ ક્ષમતા નિર્માણ અંતર્ગત નવા રસ્તા બનાવવા. શસ્ત્રોના ભંડાર નજીકમાં રાખવા, લશ્કરનો જમાવડો વિગેરે પગલા લીધા છે. અન્ય સંજોગોમાં તેમણે લશ્કરનો ઢ સંકલ્પ પણ બતાવ્યો છે. થોડાક વર્ષ પહેલા ભારતીય સંસદે પાકિસ્તાનના તાબાનું કાશ્મીર પણ, જમ્મુ-કાશ્મીરનો એટલે ભારતનો જ ભૂભાગ છે અને તે યોગ્ય સમયે આપણને પાછો મળવો જ જોઈએ તેમ સંકલ્પ કર્યો છે. તે અંતર્ગત, જ્યારે પણ સંસદ તરફથી આદેશ મળે ત્યારે સંવિધાન પ્રત્યેની આસ્થા, નિષ્ઠાના ઢીકરણ સાથે તે લાવીશું તેમ પણ જાહેર કર્યું છે.
 
આ સમગ્રતા જોતા ન્યુક્લિઅર પાવર્ડ સબમરીન, 3rd એરક્રાફ્ટ કેરિયર કે મોર્ટેઈન સ્ટ્રાઇક કોર્પ્સ વિ.માં ફંડના અસલી સ્થાનો અને સામરિક જરૂરિયાત પ્રમાણેના નિર્ણયો, આવતા મહિનાોમાં થવાથી સંરક્ષણ સેવાઓનું સમતુલન તથા ફરીથી પ્રાથમિકતાઓ થશે. પાકિસ્તાન તરફથી મોકલાતા આતંકવાદીઓની સંખ્યા તથા એટેકમાં ફેર જરૂર પડ્યો છે. કાશ્મીરમાં ૩૭૦ કલમ નાબૂદી પછીની પરિસ્થિતિએ સુધારા પર છે અને પાક. મિલિટરીના તેવર બદલાયા હોય ત્યારે ભારતીય સેના, દુશ્મન હસ્તક આપણા ભૂભાગને લેવા સક્ષમ અને તત્પર છે તે કાર્યાન્વિત ક્યારે થાય તેની નાગરિકો રાહ જરૂર જોશે.