Valentine Day | વિદેશી તહેવારો ઉપભોક્તાવાદની ઉપજ!!

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૨૦

velentine day_1 &nbs 
 
 
પીટર એન સ્ટર્ન્સે કન્ઝ્યૂમરિઝમ ઇન વર્લ્ડ હિસ્ટરી: ધ ગ્લૉબલ ટ્રાન્સ્ફૉર્મેશન ઑફ ડિઝાયર પુસ્તકમાં લખ્યું છે: ઉપભોક્તાવાદે જીવનમાં વધારાનાં પાસાંમાં ભૂમિકા ભજવવાની શરૂઆત કરી. તેણે મોટા ભાગની રજાઓ (તહેવારો) ઘૂસાડ્યા.
 
૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન્સ ડેનો તહેવાર મનાવાયો. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ભારતમાં આ તહેવાર મનાવાતો નહોતો. પરંતુ ઉદારીકરણના દરવાજા ખુલ્યા અને તેની સાથે આવી બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિદેશી ટીવી ચેનલો અને સાથે પગરણ માંડ્યા વિદેશી સંસ્કૃતિએ.
 
વિદેશી સંસ્કૃતિમાં જો સારું હોય તો તે અપનાવવું જોઈએ પરંતુ જે ભારત પાસે છે- હિન્દુ સંસ્કૃતિ પાસે પહેલેથી જ રહેલું છે તે શા માટે અપનાવવું જોઈએ? વસંત ઋતુ પ્રેમની ઋતુ મનાય છે અને વસંત પંચમી એ માતા સરસ્વતીના પૂજનની સાથે કામદેવ અને રતિના પૂજનનો તહેવાર પણ છે.
 

બાળકોની નિર્દોષતા છીનવાઈ રહી છે


velentine day_1 &nbs 
 
આજે મોબાઇલ અને ટીવીના કારણે બાળકોમાં એ નિર્દોષતા ક્યાં રહી છે? સંગીતના રિયાલિટી શૉમાં બાળકોને સ્પર્ધક બનાવવામાં આવે છે અને જો જજ નેહા કક્કડ જેવી મહિલા હોય તો બાળક (જયસ કુમાર)ને કહેવામાં આવે કે પૂછવામાં આવે કે શું આ તારી ગર્લફ્રેન્ડ છે? આદિત્ય નારાયણ નેહા કક્કડને પ્રેમની દરખાસ્ત કરવા જાય પણ નેહા જયસની ભેટ સ્વીકારી લેઆ બધું મસ્તી-મજાકમાં સારું લાગે પરંતુ બાળકનો વિચાર કર્યો છે? શું એ બાળકને અત્યારથી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની વાત કરીને તેનામાં જાતીયતા જગાડી નથી રહ્યા ને? આ જ લિટલ ચેમ્પ શૉમાં જયસ કુમારને અભિનેત્રી ક્રૃતિ સેનનને પ્રેમની દરખાસ્ત કરાવાઈ હતી.
 
આ વેલેન્ટાઇન્સ ડે પાછળ ખરેખર તો ઉપભોક્તાવાદ રહેલો છે. અને આ વાત કોઈ હિન્દુ સંગઠનના નેતા કહેશે તો બુદ્ધુજીવી લેખકો, કૉલમિસ્ટો જડતાનું નામ આપી દેશે પરંતુ પીટર એન સ્ટર્ન્સે કન્ઝ્યૂમરિઝમ ઇન વર્લ્ડ હિસ્ટરી: ધ ગ્લૉબલ ટ્રાન્સફૉર્મેશન ઑફ ડિઝાયર પુસ્તકમાં લખ્યું છે:
 

બજારીકરણે નવાં નવાં તહેવારો ઉપજાવ્યાં છે

 
ઉપભોક્તાવાદે જીવનમાં વધારાનાં પાસાંમાં ભૂમિકા ભજવવાની શરૂઆત કરી. તેણે મોટા ભાગની રજાઓ (તહેવારો) ઘૂસાડ્યા. અમેરિકી લોકોએ ૧૮૩૦ના દાયકામાં ક્રિસમસ ભેટો એકબીજાને આપવાની શરૂઆત કરી. સદીના અંત સુધીમાં, ક્રિસમસ પર ખરીદી મોટા પ્રમાણમાં થવા લાગી. પરંતુ ભેટો ખરીદવી એ પારિવારિક લાગણીનું પ્રદર્શન હતું. તે પછી વેલેન્ટાઇન્સ ડે આવ્યો. બ્રિટનમાં સૌ પ્રથમ કૉમર્શિયલ કાર્ડ ૧૮૫૫માં દાખલ થયા.
 

velentine day_1 &nbs 
 
અહીં પીટરભાઈની વાત અટકાવીએ. વેલેન્ટાઇન્સ ડેના કૉમર્શિયલ કાર્ડ ૧૮૫૫માં બ્રિટનમાં સૌ પ્રથમ દાખલ થયા હતા. આ તહેવાર ભારતમાં આવતાં કેટલાં વર્ષ લાગ્યા? ૧૩૫ વર્ષ! ઉદારીકરણ માટે ભારતે ૧૯૯૧માં દરવાજા ખોલ્યા તે પછી આ બધું શરૂ થયું. અને હવે તેની ગતિ પૂરજોશમાં વધી રહી છે. જો વિરોધ નહીં કરવામાં આવે તો થોડાં વર્ષોમાં ભાદરવા વદ પક્ષમાં થતા શ્રાદ્ધ, ચૈત્રમાં પિતૃતર્પણ ભૂલાઈ જશે અને હેલોવીન તેનું સ્થાન લઈ લેશે.
 
પીટર લખે છે, ઉપભોગની ચીજો સાથે જન્મદિવસ ઉજવવાનો વિચાર એક અન્ય નવીન શોધ હતી. ૧૯૦૦ પછી માત્ર ઉપભોક્તાવાદને આગળ ધપાવવાના ઉદ્દેશ્યથી તહેવારો શોધાવા લાગ્યા.
 
અહીં આ શબ્દ પર ભાર મૂકવો જોઈએ કે તહેવારો હતા નહીં, પરંતુ ઉપભોક્તાવાદને આગળ વધારવા, પોતાની ચીજોને લોકો ખરીદે તે માટે કંપનીઓ નવા-નવા તહેવારો ઉપજાવવા લાગી.
 
પીટર કહે છે, પરંતુ આ તહેવારોમાં પારિવારિક હેતુ જોડાયેલો હતો. અમેરિકામાં આ રીતે ૧૯૧૪માં મધર્સ ડેનો પ્રારંભ થયો.
જોકે માતા પ્રત્યેના પ્રેમના કારણે જેણે આ તહેવાર શોધ્યો તે અન્ના જાર્વિસ નામનાં મહિલાએ જ આ તહેવારનો વિરોધ કર્યો! કારણ? પીટર લખે છે: અન્ના જાર્વિસે ૧૯૨૩માં પોતે જ શોધેલા તહેવારનો વિરોધ કરતા કહ્યું કે આ એ રીતની ઉજવણી નથી જેવી મેં વિચારી હતી. હું તેને ભાવનાનો તહેવાર બનાવવા માગતી હતી, વેપારનો નહીં.
 
આજે આપણે જોઈએ છીએ કે જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય કોઈ પણ પ્રસંગ, મોંઘાદાટ બનતા જાય છે. જન્મદિવસની ઉજવણીમાં પણ સંસ્કૃતિના બદલે વિકૃતિ ઝળકે છે. તિથિના બદલે તારીખે ઉજવણી થાય. અડધી રાત્રે ઊંઘવાના બદલે મિત્રો-સગાસંબંધીઓ જગાડે. દીવા પ્રગટાવવવાના બદલે કેક પર મીણબત્તી ઓલવાય. કેક ખવાય તેનો પણ વાંધો નથી પરંતુ મોઢા પર લગાડવામાં આવે. અને મસ્તીમાં ઘણી વાર વાત આગળ વધે તો જન્મદિવસની ઉજવણી ઘર કે બહાર જ્યાં પણ થતી હોય ત્યાં કેકથી જગ્યા બગાડવામાં આવે.
 
જન્મદિવસે માતાપિતાને પગે લાગવું, મંદિરે દર્શન કરવા જવું, ગાયને ઘાસ નાખવું, જરૂરિયાતવાળા લોકોને દાન કરવું આ પદ્ધતિથી પહેલાં જન્મદિવસ ઉજવાતો હતો. પરંતુ હવે તેવું થતું નથી. જે લોકો દિવાળી પર, શ્રાવણમાં ફટાકડા ફોડવાના બદલે, શિવલિંગ પર દૂધ ચડાવવાના બદલે ગરીબોને દાન આપવાની વાત કરે છે તે લોકો પણ જન્મદિવસે દાન આપવાની વાત નથી કરતા કારણકે તેઓ નથી ઈચ્છતા કે જન્મદિવસની ઉજવણી સાચી રીતે થાય. તેમનો ઉદ્દેશ્ય તો માત્ર પશ્ચિમી વિકૃતિને આગળ ધપાવીને હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવાનો હોય છે.
 

velentine day_1 &nbs 

પ્રેમના નામે જાહેરમાં અશ્લિલતા

 
અત્યારે વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ એટલા માટે કરવામાં આવે છે કે પ્રેમના બહાને માત્ર વાસનાની તૃપ્તિનો જ ઉદ્દેશ્ય હોય તેવું જણાય છે. બાગ-બગીચામાં પરિવાર સાથે જવું ઘણી વાર તો મુશ્કેલ બની જાય છે. મર્યાદા તોડીને યુગલો જે પ્રકારનું વર્તન કરતા હોય છે તે જોઈને આઘાત લાગે છે. શેરીઓમાં પણ ઘણી વાર સ્કૂટર પર આવાં દૃશ્યો જોવાં મળતાં હોય છે અને આવા વિવેકહીન યુગલોને કંઈ કહી શકાતું પણ નથી કારણકે સમાજનો કોઈ ડર રહ્યો નથી. જો વાત વણસી જાય તો મિડિયા પણ આવા ટકોર કરનારાને પ્રેમના દુશ્મન તરીકે ચિતરે! આ યુગલ પાછાં પુખ્ત હોય તો પણ એક વાર સ્વીકારી લઈએ.
 
બુધ્ધિજીવીઓ દ્વારા અને હિન્દી સિરિયલ-ફિલ્મોમાં ઘણી વાર તર્ક અપાતો હોય છે કે પ્રેમીઓને મળવા માટે કોઈ જગ્યા નથી બચી. સાચા પ્રેમીને મળવું હોય તો જગ્યા જ જગ્યા છે. પરંતુ પ્રેમના નામે જાહેરમાં બીભત્સ્તા ફેલાવો તો સમાજના કેટલાક સમજુ લોકો વિરોધ કરવાના જ કારણકે તેની બાળકો પર ખરાબ અસર પડે. તરુણ-તરુણીઓ પર પણ પડે.
 
બાકી, હિન્દુ સમાજ ક્યારેય પ્રેમનો વિરોધી નથી રહ્યો. હીરરાંઝાની વાર્તા વારિસ શાહ નામના સૂફીએ લખી છે. આ વાર્તા નિષ્ફળ પ્રેમની છે. લૈલા અને કૈસ (મજનૂ) અરબ જગતની નિષ્ફળ પ્રેમની કથા છે. આપણે ઘણા પ્રેમીને મજનૂ કહીએ છીએ પણ મજનૂનો અરબીમાં અર્થ પાગલ અથવા જિને જેના પર કબજો મેળવ્યો છે તેવી વ્યક્તિ થાય છે. લૈલાના લગ્ન બીજા સાથે કરી દેવામાં આવ્યા તો તેણે કહ્યું કે તે મજનૂની જ છે. બખ્તે તેને છૂટાછેડા આપી દીધા અને મજનૂ પાસે ચાલી ગઈ. લૈલાની માએ લૈલાને મજનૂથી અલગ કરી અને ઘરે લઈ ગઈ. મજનૂના વિરહમાં લૈલા મરી ગઈ અને પછી મજનૂ પણ મરી ગયો.
 
આવા વિવાહેતર સંબંધની કથાને આપણે ત્યાં અમર પ્રેમની કથા કહેવામાં આવી છે. પ્રેમ હોય તેમાં શરીરનું મળવું જરૂરી છે? રાધાકૃષ્ણનો પ્રેમ આપણે ત્યાં અમર મનાય છે કારણકે તે દેહનો પ્રેમ નહોતો. રુક્મિણીએ શ્રીકૃષ્ણને પોતાને પરણવા માટે જે પત્ર લખ્યો તે સૌ પહેલો પ્રેમ પત્ર મનાય છે. સીતાજીએ રામના પ્રેમ માટે મહેલના સુખ-ભોગ ત્યાગી વલ્કલ પહેલી વનવાસ પસંદ કર્યો. શ્રી રામે પણ આજીવન એકપત્નીવ્રત પાળ્યું અને શૂર્પણખા જેવા પ્રલોભનને વશ ન થયા. આ સાચો પ્રેમ છે. આવો સાચો પ્રેમ આજે કયા પતિ-પત્ની કરતા હશે? પ્રેમની સાચી નિશાની તાજમહલ નથી, રામસેતુ છે જે ભગવાન શ્રી રામે સીતાજીને પાછાં મેળવવા માટે બનાવડાવ્યો. આપણે ત્યાં દુષ્યંત અને શકુંતલાના સમાજથી છુપાઈને કરેલા ગાંધર્વવિવાહ (પ્રેમ વિવાહ)ને માન્યતા મળી અને તેમના પુત્ર ભરત પરથી આ દેશનું નામ ભારત પડ્યું.
 
ગુજરાતમાં તો જેસલ-તોરલ જેમાં આખી આધ્યાત્મિક વાત છે, શેણીવિજાણંદ, રાંકનું રતન રોળાયું (જેના પરથી ભાદર તારા વહેતા પાણી ફિલ્મ બની હતી), રાણકદેવી જેવી અનેક પ્રેમકથાઓ છે.
 
- જયવંત પંડ્યા