પાથેય । સાચું શિક્ષણ । સ્વામી વિવેકાનંદ

    ૨૯-ફેબ્રુઆરી-૨૦૨૦

Swami Vivekananda_1  
 

સાચું શિક્ષણ |  Education |  Swami Vivekananda

 
એક દિવસ કેટલાંક બાળકો સ્વામી વિવેકાનંદ સાથે શિક્ષણ અંગે ચર્ચા કરી રહ્યાં હતાં. સ્વામીજીએ પૂછ્યું, તમારામાંથી મને કોઈ કહી શકશે કે શિક્ષણ એટલે શું ?'' એક વિદ્યાર્થીએ જવાબ મો, સ્વામીજી, વિદ્યા મેળવવી એ જ શિક્ષણ કહેવાય.'' તેઓએ પછી પૂછ્યું, શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? આ મુદ્દે તમામ વિદ્યાર્થીઓનાં મંતવ્યો અલગ-અલગ હતાં. તમામે તમામ મંતવ્યો જાણ્યા બાદ સ્વામીજીએ કહ્યું, શિક્ષણ એ છે કે જે મનુષ્યની શક્તિઓનો વિકાસ કરે. શિક્ષણ માત્ર શબ્દોનું રટણ જ નથી. શિક્ષણ વ્યક્તિની માનસિક શક્તિઓનો એવો વિકાસ છે જેનાથી તે સ્વતંત્રતાપૂર્વક વિચારી, કઈક નક્કર કરી શકે. ત્યારે જ એક વિદ્યાર્થી બોલ્યો, સ્વામીજી, શિક્ષણથી આપણને નવી નવી વાતો પણ શીખવા મળે છે. આ સાંભળી સ્વામીજી બોલ્યા, તારી વાત બિલકુલ સાચી છે, પરંતુ નવી જાણકારી મેળવવાનો અર્થ એ નથી કે તેમાં અધકચરી એવી વાતો હોય જેને તમે પચાવી ન શકો. શિક્ષણ જીવનનિર્માણ કરે છે. ચારિત્ર્યને સુગઠિત કરી વિચારોમાં સામંજસ્ય પેદા કરે છે. શિક્ષણ દુર્ભાવનાઓ પર નિયંત્રણ કરતાં શીખવે છે. શિક્ષણ ત્યારે જ સાર્થક બને જ્યારે વિપરીત પરિસ્થિતિમાં પણ શિક્ષણનો સદઉપયોગ કરી પોતાના કુટુબની સાથે સાથે સમગ્ર દેશનું ભલું કરે.
 
સ્વામીજીની વાતો સાંભળી ત્યાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ એક સ્વરે કહ્યું, સ્વામીજી, આજથી અમે શિક્ષણ ગ્રહણ કરી દરેક અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવાના પ્રયાસ કરીશું. જે ખોટી રૂઢિવાદીબળો લોકોમાં ભ્રમ બની ગયા છે. તેવી વાતોને દૂર કરવાનો પ્રયાસ કરીશું.
 
વિદ્યાર્થીઓની આ વાત સાંભળી સ્વામીજીએ કહ્યું, જો તમે આજથી જ આમ કરવાનું શરૂ કરી દેશો તો તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં યૌગિક જ્ઞાન તો ભરપૂર માત્રામાં હશે અને યાંત્રિક સ્તરે પણ ભારત વિશ્વ સમક્ષ આદર્શ ઉદાહરણ રજૂ કરશે.