ભારત તેરે ટુકડે ગેંગ કઈ આઝાદીની ખોજમાં ?

    ૦૪-ફેબ્રુઆરી-૨૦૨૦

tukde tukde gang_1 &
 
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પુનઃ વધુ બેઠકો સાથે શ્રી મોદીજીની સરકાર સુપ્રતિષ્ઠ થઈ ત્યારથી વિશેષરૂપે, કથિત સેક્યુલર - બૌદ્ધિક - લિબરલ જમાતના સેક્યુલર સનેપાતે માઝા મૂકી છે. CAA- સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ પસાર કરવાનો અને તેને અમલીકૃત કરવાનો અધિકાર અનુક્રમે ભારતીય સંસદ અને નવી દિલ્હી સ્થિત ભારતની સંઘ-સરકારનો છે. તેમાં વિપક્ષ શાસિત રાજ્યોનો કોઈ જ રોલ હોઈ શકે નહીં. આ સંદર્ભે મમતા બેનર્જી જેવાઓની ધમકીભરી જાહેરાતો કે, અમારી રાજ્ય સરકાર તેનો અમલ નહીં કરે. એ સરાસર અજ્ઞાન છે અને આવાં ઉચ્ચારણો ગેરબંધારણીય છે. હવે તો કોંગ્રેસના આગેવાન શશિ થરૂરે પણ આ સંવૈધાનિક બાબત સ્વીકારી છે.
 
આમ છતાં ય ઉપર્યુક્ત કથિત સેક્યુલર લિબરલ જમાતે આ વખતે JNU, AMU જેવા યુનિવર્સિટી કેમ્પસમાં પોતાના વળના વિદ્યાર્થીઓને સક્રિય કરીને; CAA ના વિરોધને નામે દેશમાં અરાજકતા, હિંસા, જાહેર-ખાનગી સંસ્થાઓની મિલકતની બાળઝાળ સાથે ગેરીલા પદ્ધતિથી શેરીયુદ્ધો જેવી વિકટ પરિસ્થિતિ સર્જી છે... આ કથિત છાત્ર-યુવા આંદોલનકારીઓ જે સૂત્રોચ્ચાર કરે છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, પ્રગટ રીતે તો તેઓ CAAનો વિરોધ કરે છે. પરંતુ તેમનો હિડન એજન્ડા-પ્રચ્છન્ન હેતુ, ભારત તેરે ટુકડે હોંગે પ્રકારની જેહાદી માનસિકતા ફેલાવવાનો છે. આ કથિત છાત્ર-યુવા આંદોલનકારીઓ તેમની વિરોધ રેલીઓમાં જે સૂત્રોચ્ચારો કરે છે. તેના શબ્દો, તેની શૈલી અને પ્રસ્તુતિની ઢબછબ અદ્દલ JNU બ્રાન્ડ અફઝલ ગેંગ જેવી જ છે. ત્રણેક વર્ષ અગાઉ જેએનયુની આ જ ટુકડે ગેંગ દ્વારા આતંકી સરગણા અફઝલ ગુરુની વરસી નિમિત્તે જે સૂત્રોચ્ચારો કરાયા એ જ તરંગ લંબાઈ ઉપર; હાલના CAA વિરોધી કથિત છાત્ર-યુવા આંદોલનકારીઓ પણ એ જ નામીચાં સૂત્રોનું પુનરુચ્ચારણ કરે છે. ત્યારે ભારતવર્ષના જાગ્રત દેશભક્ત નાગરિકોએ પરિસ્થિતિની ગંભીરતાનો તકાજો સમજીને, આ પ્રકારનાં દેશવિઘાતક પરિબળોની શકુનિચાલને સમજી-પારખીને તેને નેસ્તનાબૂદ કરવી રહી...
 
આ ટુકડે-ગેંગના દરેક સૂત્રોચ્ચારમાં છેલ્લો શબ્દ આઝાદી હોય છે, જેમ કે;
 
હમેં ચાહિયે, આઝાદી ! હમ લે કે રહેંગે આઝાદી ! હમ છિન કે લેંગે આઝાદી, જિન્હાવાલી આઝાદી ! અફઝલવાલી આઝાદી!, બુરહાનવાલી આઝાદી ! કશ્મિર માંગે આઝાદી ! ભારત સે આઝાદી ! હિંદુરાષ્ટ સે આઝાદી ! એ.બી.વી.પી.સે આઝાદી ! ભાજપા સે આઝાદી ! RSS સે આઝાદી ! નાગપુર સે આઝાદી ! વ..વ અરે ભાઈ, તમને નાગપુર નાપસંદ હોય તો ભલે એવું બોલો. પરંતુ સાથે એ તો બોલી બતાવો : ઇટાલીયન સે આઝાદી ક્યારે ? એ જ રીતે પેકીંગ સે આઝાદી ક્યારે? આવા અણગમતા પ્રશ્નોના જવાબ આ કથિત લિબરલ સેક્યુલર ટુકડે-ટુકડે ગેંગ પાસે નથી જ નથી !
 
વાસ્તવમાં જેને અંગ્રેજીમાં Liberty - સ્વતંત્રતા કહીએ છીએ એ અર્વાચીન રાજકીય વિભાવના, ફ્રાન્સની ૧૭૮૯ની ક્રાંતિ દ્વારા આવી. જેને ઓગણીમી સદીમાં લોકમાન્ય ટિળક મહારાજે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે કહીને તેને ભારતીય સંદર્ભમાં પ્રયોજી...
 

tukde tukde gang_1 & 
 
પરંતુ સ્વતંત્રતા, સ્વાધીનતા, વિમુક્તિ એ કેવળ રાજકીય વિભાવના નથી. ભારતીય દર્શન - ચિંતનમાં તેનો મૂળગામી વિચાર થયો છે. સા વિદ્યા યા વિમુક્તયે એ ગીતાવચનનો મર્મ એ છે કે, વિદ્યા એ છે જે મુક્તિ અપાવે અને અવિદ્યા કહેતાં અજ્ઞાન એ છે જે બંધનોમાં જકડે ! અટલજીએ લખ્યું હોકર સ્વતંત્ર, કબ ચાહા ? કર લૂં જગ કો ગુલામ. મૈંને તો સદા સિખાયા હૈ, કરના નિજ કે મન કો ગુલામ ! ભૂભાગ નહીં, શત-શત માનવહૃદય જીતને કા નિશ્ચય, રગ-રગ હિંદુ મેરા પરિચય !
એટલે કે સ્વતંત્રતા-સ્વાધીનતા એ કોઈ પાસેથી મેળવવાની કે છીનવી લેવાની બાબત નથી. પરંતુ એ એક ઊંડી, પ્રબળ, સ્થિર છતાંયે સક્રિય આધ્યાત્મિક અનુભૂતિ છે. ગીતામાં કહ્યા મુજબ : યુદ્ધસ્વ વિગત જ્વર હે અર્જુન, તું યુદ્ધ કર. પરંતુ એમાં કોઈ તનાવ-રાગ દ્વેષની તાણરૂપ ભાવ હોવો જોઈએ નહીં. એટલે જે ફળની આશા વિના કેવળ સ્વકર્તવ્યભાવથી કર્મ કરે છે, એને કોઈ રાગ-દ્વેષ હોઈ શકે નહીં. પ્રવાહપ્રાપ્ત સ્વધર્મના રાજમાર્ગને નિષ્કટક કરવા માટે, સ્વરાજ-સ્વતંત્રતા-સ્વાધીનતા અનિવાર્ય છે. મહાત્મા ગાંધીજી કહેતા : હું અંગ્રેજો પ્રત્યે દ્વેષભાવ રાખતો નથી. પરંતુ અંગ્રેજોનું રાજ, મારા આત્મરાજ્યના માર્ગની આડે આવે છે, માટે  તેને ઇચ્છતો નથી. આવો વિધાયક અભિગમ એ ભારતીય દર્શનચિંતનનો આધાર છે. આ રીતે સ્વતંત્રતાની વિભાવના અલબત્ત અર્વાચીન સંદર્ભમાં રાજકીય હોઈ શકે છે. પરંતુ સ્વતંત્રતાની આ વિભાવના કેવળ રાજકીય વિભાવનાથી આગળ જઈ, આર્થિક - સામાજિક - સાંસ્કૃતિક પડાવથી પણ આગળ જઈ... આધ્યાત્મિક મુકામ પર પણ પહોંચે છે અને ત્યારે જ સ્વતંત્રતાની વિભાવના પરિપૂર્ણ રીતે તેની દિવ્ય-પ્રભા વિસ્તારી રહે છે...
 
સ્વાતંત્ર્યની વિભાવના અબ્રાહ્મ લિંકનના શબ્દોમાં સુપેરે અભિવ્યક્ત થાય છે. As I would not be a slave. I should not be master. મારે જો ગુલામ ન થવું હોય તો મારાથી માલિક પણ ન થવાય !
 
સ્વતંત્રતાની વિભાવના, અર્વાચીન રાષ્ટ-રાજ્ય શાસન પ્રણાલી જે આદર્શની રીતે લોકશાહી-બંધારણીય અધિષ્ઠાન પર સુપ્રતિષ્ઠ હોય છે, ત્યાં જ મ્હોરી ઉઠે છે આવી સ્વતંત્રતા કહેતાં લિબર્ટી એ લાયસન્સ નથી. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાને અલગ કરતી વિભાજક-રેખા બ જ સૂક્ષ્મ હોય છે. મહાત્મા ગાંધીજીએ આ સંદર્ભમાં નોંધ્યું છે કે : મારી નિરક્ષર માતાએ મને શીખવ્યું છે કે, પોતાનાં કર્તવ્યોનું યથાયોગ્ય પાલન કરવા થકી જ આપણને અધિકારો સહજ રીતે આવી મળે છે. આ રીતે સ્વતંત્રતા એ ક્યારેય Absolute-લગામ વગરની, નિરકુંશ હોઈ શકે જ નહીં...
 
આ સંદર્ભમાં ભારતીય સંવિધાનમાં નાગરિક સ્વાતંત્ર્ય - નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર અનિવાર્ય વ્યાજબી નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે. જેમાં રાષ્ટની એકતા-અખંડતા-સુરક્ષા-પબ્લિક ઓર્ડર કહેતાં નાગરિકોના વ્યાપક હિતમાં કાયદો-વ્યવસ્થા, સ્વાસ્થ્ય અને સુચારુ નાગરિક જીવનને અડચણ કે વિઘ્નરૂપ ન હોય એવા પ્રકારની જ ગતિવિધિઓની સ્વતંત્રતાનો નિર્દેશ થયો છે...
 
આ અંગે એક રમૂજી પણ બ સૂચક ટિપ્પણી થઈ છે. એક રાહદારી તેની વોકીંગ-સ્ટીક હવામાં હલાવતો હલાવતો ફૂટપાથ પર ચાલી રહેલો. એ જ વખતે એક બીજો રાહદારી પણ તેની સામે આવી પહોંચ્યો. આ રાહદારીએ કહ્યું કે, ભાઈ, તું તારી આ લાકડી મને ઈજા કરે એ રીતે હલાવીશ નહીં. પેલાએ પ્રત્યુત્તરમાં કહ્યું, લાકડીને હવામાં વીંઝવાનો મારો અધિકાર છે. ત્યારે બીજા રાહદારીએ સૂચકપણે કહ્યું, ભલા ભાઈ, તને તારી લાકડી હવામાં વીંઝવાનો હક્ક છે, પરંતુ જ્યાંથી મારું નાક કે માથું શરૂ થાય છે ત્યાંથી મારી સ્વતંત્રતાનો ઇલાકો શરૂ થાય છે. તારી લાકડી એમાં ધસી આવી શકે નહીં ! આ સંદર્ભમાં આપણે જેએનયુ બ્રાન્ડ કુખ્યાત ગેંગને કહી શકીએ કે, તમને આઝાદી છે અને છે જ; પરંતુ જેહાદી આતંકી પ્રવૃત્તિઓ અને ભારતના ટુકડા કરવાની આઝાદી તમને ભારતીય સંવિધાને કદીયે આપી નથી. ભારતીય સંવિધાન પ્રત્યે નિષ્ઠા અને વફાદારીપૂર્વક જ તમારા સહિત ભારતના સ નાગરિકોને વ્યાજબી નિયંત્રણો સાથે અધિકારો અને આઝાદી પ્રાપ્ત થયેલ છે. આ આઝાદી ઘણી મૂલ્યવાન છે. ભારે ત્યાગ-બલિદાન-સંઘર્ષ પછી મેળવેલી આ આઝાદી નિરંકુશ નથી જ. નાગરિક કર્તવ્યોના પૂર્ણ પરિપાલન થકી જ એ પ્રાપ્ય અને ઇષ્ટ છે. નાગરિક આઝાદી એ રાષ્ટ-રાજ્ય-સમાજની મર્યાદામાં રહીને વિનિયોગની કીમતી જણસ છે. એ રાષ્ટ, રાજ્ય કે સમાજ વિરુદ્ધ વર્તવાની બાબત જ નથી...
 
CAA અને સૂચિત NRC (નાગરિકતા સંશોધન કાનૂન અને નેશનલ રજિસ્ટર ફોર ઇન્ડિયન સિટિઝન્સ) અંગે જાણીબૂઝીને ઊભી કરાતી ગેરસમજ, અફવાઓ દ્વારા પરિચાલિત કથિત નાગરિક - યુવા મહિલા, બાળકોનાં હિંસક પ્રદર્શનો કોઈ પણ સંજોગોમાં ચલાવી લઈ શકાય નહીં જ.
 
કાનૂનની મર્યાદા - લક્ષ્મણરેખાને ઓળંગતા હર કોઈ જેહાદી ઉપદ્રવીઓને, ભારતીય સંવિધાન અંતર્ગત કાનુની પ્રક્રિયાથી સખ્ત હાથે દડિત કરવાની અનિવાર્યતા હવે વિપળ વાર પણ વહેલી નથી. ઇનફ ઇઝ ઇનફ ! ધસ ફાર, નોટ ફર્ધર કહેવાનો સમય પાકી ગયો છે. આપણા ભારતીય રાષ્ટ-રાજ્ય અને સંસદીય ગણતંત્રની સુરક્ષા-સંવર્ધનના આ પવિત્ર યજ્ઞમાં, કથિત આંદોલનકારીઓ હવનનાં હાડકાં નાખી રહ્યા છે. એ સામે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે, જે રીતે રામ-લક્ષ્મણે ધનુષ્યબાણ ઉઠાવેલ; એ જ રીતે વર્તમાન શાસકો માટે પણ ધનુષ્ય-બાણ ચલાવવાની અનિવાર્યતા ઊભી થઈ છે.
 
સ્વાતંત્ર્ય લક્ષ્મીનો
જય હો !
વંદે માતરમ્...!
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક