જોગેન્દ્રનાથ મંડલ - પાકિસ્તાનના પ્રથમ કાયદામંત્રીના પદેથી રાજીનામું આપી ભારતમાં શરણાર્થી બન્યા અને...

    ૧૬-માર્ચ-૨૦૨૦
 
Jogendra Nath Mandal_1&nb
 

પાકિસ્તાનના પ્રથમ દલિત કાયદામંત્રી જોગેન્દ્રનાથની હૃદયદ્રાવક કહાની

 
હિન્દુ સમાજને વિભાજિત કરી કમજોર કરવાનું કામ આઝાદી પૂર્વેથી ચાલતું આવ્યું છે. વર્તમાન સમયના દલિત-મુસ્લિમ ગઠબંધન અને જય ભીમ-જય મીમના નારા લગાવનાર કથિત દલિત નેતાઓ ક્યારેય જોગેન્દ્રનાથ મંડલનું નામ નહીં લે. કારણ કે જો જોગેન્દ્રનાથ મંડલનો ચોપડો ખૂલે તો તેમની દલિત-મુસ્લિમ એકતાના બણગાં ફૂંકતા લોકોનાં મોઢા બંદ થઈ જાય. જોગેન્દ્રનાથ મંડલ એક સમયે બાબાસાહેબ આંબેડકરની હરોળના મોટા દલિત નેતા ગણાતા હતા. દલિત મુસ્લિમ ભાઈ ભાઈ - `હિન્દુ કોમ કહાં સે આયી' ના નારા લગાવનાર જેવા પ્રલોભનો દલિતોને આપી રહ્યા છે તેવા જ પાકિસ્તાન બન્યા પહેલાં પણ દલિતોને આવાં મુસ્લિમ લીગ દ્વારા આપવામાં આવ્યાં હતાં. જોગેન્દ્રનાથ મંડલે બાબાસાહેબ આંબેડકરની ઉપરવટ જઈ મુસ્લિમ લીગ સાથે એક સમજૂતી કરી જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતને વિભાજિત કરી દલિતો અને મુસ્લિમો માટે એક અલગ દેશ પાકિસ્તાન બનાવવો, જે મુજબ બાબાસાહેબના અનેક વિરોધ છતાં જોગેન્દ્રનાથ મંડળે ભારત વિભાજન સમયે પોતાના દલિત સમર્થકોને પાકિસ્તાનની તરફેણમાં મતદાન કરવાનું આહ્વાહન કર્યું. અવિભાજિત ભારતના પૂર્વી બંગાળ અને સિલહટ (હાલનું બાંગ્લાદેશ)માં લગભગ ૪૦ ટકા આબાદી હિન્દુ હતી. જેઓ પાકિસ્તાનના પક્ષમાં એક મોટો ભાગ મેળવવામાં સફળ રહ્યાં. મંડલ મોટા પ્રમાણમાં દલિત અનુયાયીઓ સાથે પાકિસ્તાન ગયા. મુસ્લિમ લીગનું સમર્થન કરવાના ઇનામ રૂપે તેઓને પાકિસ્તાનના પ્રથમ કાયદામંત્રી પણ બનાવ્યા. જ્યારે ભારતમાં બાબાસાહેબ આંબેડકર પ્રથમ કાયદામંત્રી બનાવવામાં આવ્યો. આમ બન્ને દેશોમાં પ્રથમ કાયદામંત્રી દલિત હતા. જોગેન્દ્રનાથને લાગ્યું કે મુસ્લિમ લીગ વાયદા મુજબ હવે દલિતોને અનેક સ્વતંત્રતા અને હક્કો આપશે. પરંતુ ઊલટાનું બાબાસાહેબની આગેવાની હેઠળ ભારતમાં રહેલા દલિતો માટે અનેક કાયદાઓ બન્યા જ્યારે પાકિસ્તાનમાં દલિતો પર સંગઠિત આક્રમણો અને ધર્માંતરણ કરવાનું શરૂ થઈ ગયું. દલિતોને વિશેષ સુવિધા આપવાની વાત તો દૂર તેમના મૂળભૂત અધિકારો પર પણ તરાપ મારવામાં આવી. પૂર્વી બંગાળમાં હિન્દુ મકાનમાલિકોને મુસ્લિમ ભાડૂઆતોએ ભાડાં આપવાનું બંધ કરી દીધું. નોકરીઓમાં પણ ભેદભાવ થતાં આ બધા અંગે જોગેન્દ્રનાથે વારંવાર પાક. સરકારમાં ફરિયાદ કરી, પરંતુ પાક. સરકારમાં હિન્દુઓ પર અત્યાચાર ઘટવાને બદલે વધવા લાગ્યા અને હવે લાગી રહ્યું હતું કે તેમનો સમાજ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી. અલગ પાકિસ્તાનનું સમર્થન કરી તેઓએ મોટી ભૂલ કરી દીધી છે, જેની કિમત સમગ્ર દલિત સમાજ ચૂકવી રહ્યો છે. તેઓના જીવ પર જોખમ તોળાતાં છેવટે પાકિસ્તાનના પ્રથમ કાયદામંત્રીના પદેથી રાજીનામું આપી દીધું અને ભારતમાં શરણ લઈ ૫ ઓક્ટોબર, ૧૯૬૮માં એક શરણાર્થી તરીકે ગુમનામીમાં જ છેલ્લા શ્વાસ લીધા.
 
૮ ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ પાકિસ્તાનની સરકારમાંથી રાજીનામું આપીને તે ભારતના પશ્ચિમ બંગાળમાં એક શરણાર્થી તરીકે મૃત્યુ પામ્યા. પાકિસ્તાનના વડાપ્રધાનને લખેલા તેમના રાજીનામાના પત્રમાંથી આપણને પાકિસ્તાનની લઘુમતીઓ પર કેટલી હદે ગંભીર અત્યાચારો થયા હતા તે જાણવા મળે છે. તેમના રાજીનામા પત્રના અહીં કેટલાક અંશો આપવામાં આવ્યા છે, જેનાથી આપણને ખ્યાલ આવે છે કે નહેરુ-લિયાકત સંધિ કે જે શ્રી મંડલે રાજીનામું આપ્યું તેના છ મહિના પહેલાં અમલમાં આવ્યું તે કેટલી મોટી ઐતિહાસિક ભૂલ હતી.
 

Jogendra Nath Mandal_1&nb 
 

પ્રસ્તુત છે જોગેન્દ્રનાથ મંડલની હૃદયદ્રાવક કહાની તેમના જ શબ્દોમાં

પૂર્વ બંગાળના દલિત હિન્દુ સમાજના ઉત્થાન માટે માટેના મારા જીવનના કર્તવ્યમાં મારી નિષ્ફળતાને કારણે હું આપની સરકારમાંથી ખૂબ ભારે હૈયે તથા અત્યંત હતાશા સાથે રાજીનામું આપું છું. આ નિર્ણય મારે લેવો પડ્યો તેની પાછળનાં કારણો આપને જણાવું છું તે યોગ્ય રહેશે.
 
માર્ચ ૧૯૪૬માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં શ્રી એચ. એસ. સુહરાવર્દી લીગ પાર્લામેન્ટથી પાર્ટીના નેતા ચૂંટાયા અને તેમણે એપ્રિલ ૧૯૪૬માં લીગ મંત્રીમંડળની રચના કરી. ફેડરેશન ટિકિટ પર ચૂંટાયેલો હું એક માત્ર શિડ્યુઅલ કાસ્ટનો સભ્ય હતો. સુહરાવર્દી કેબિનેટમાં મારો સમાવેશ કરવામાં આવ્યો. એ વર્ષે ઓગસ્ટની ૧૬મી તારીખ કલકત્તામાં સીધા પગલાં દિવસ તરીકે મુસ્લિમ લીગની હાકલ સાથે ઉજવવામાં આવી. તમે જાણો છો એ મુજબ તેના પરિણામે ભારે કત્લેઆમ થઈ. લીગ સરકારમાંથી મારા રાજીનામા માટે હિન્દુઓ માંગણી કરવા લાગ્યા. મારો જાન જોખમમાં હતો. લગભગ દરરોજ મને ધમકીના પત્રો મળતા હતા. તેમ છતાં હું મારી નીતિઓ પર મક્કમ રહ્યો. તદઉપરાંત મેં, મારા જાનના જોખમે પણ અમારા સામયિક જાગરણ ના માધ્યમથી દલિતોને કોંગ્રેસ તથા મુસ્લિમ લીગના લોહિયાળ જંગથી દૂર રહેવાની અપીલ કરી હતી. મારે કહેવું જોઈએ કે ગુસ્સે થયેલા હિન્દુ ટોળાથી મને મારી જ્ઞાતિના હિંદુ પાડોશીઓએ બચાવ્યો. કલકત્તા ખૂનરેજી પછી ૧૯૪૬ના ઓક્ટોબર મહિનામાં નોઆખલીનાં લ્લડો ફાટી નીકાં. આ લ્લડોમાં મારી જ્ઞાતિના લોકો સહિત અસંખ્ય હિન્દુઓ માર્યા ગયા અને સેંકડો લોકોને ઇસ્લામ ધરમમાં વટલાવવામાં આવ્યા. હિન્દુ સ્ત્રીઓને બળજબરીથી ઉઠાવી જવામાં આવી તથા તેમના પર બળાત્કાર કરવામાં આવ્યા. મારી જ્ઞાતિના લોકોનું પણ જાનમાલનું ઘણું નુકસાન થયું. આ ઘટનાઓ પછી તરત જ મેં ટીપ્પેરાહ તથા ફેનીની મુલાકાત લીધી તથા લ્લડગ્રસ્ત વિસ્તારો જોયા. હિન્દુઓની ભયાનક યાતનાઓથી હું ડઘાઈ ગયો, તેમ છતાં મેં મુસ્લિમ લીગ સાથે સહકારની મારી નીતિ ચાલુ રાખી.
 
પ્રથમ ઘટના જેનાથી મને આઘાત પહોંચ્યો તે ઘીઘરકુલ ગામ (રોપાલગંજની પાસે) ઘટી. આ ઘટનામાં એક મુસ્લિમની મોટી ફરિયાદના પગલે સ્થાનિક નમાહશૂદ્રો પર અત્યાચારો કરવામાં આવ્યા. વાત એમ હતી કે એક મુસલમાન જે એક હોડીમાં જઈ રહ્યો હતો તેણે માછલી પકડવા માટે તેની જાળ પાણીમાં ફેંકી. એક નમાહશૂદ્ર જે પહેલાંથી જ ત્યાં હતો તેણે તેની સામે જાળ ફેંકવા માટે વિરોધ કર્યો. ત્યાર પછી થોડી બોલાચાલી થઈ જેનાથી તે મુસલમાન ગુસ્સે થઈ ગયો અને તેણે નજીકના ગામમાં જઈ ફરિયાદ કરી કે તેની અને તેની હોડીમાં બેઠેલી એક સ્ત્રી પર નમાહશૂદ્રોએ મલો કર્યો. તે વખતે ગોલાપગંજના એસ.ડી.ઓ. હોડીમાં બેસીને ત્યાંથી જઈ રહ્યા હતા. તેણે ઘટનાની કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના નમાહશુદ્રોને શિક્ષા કરવા માટે હથિયારબંધ પોલીસ મોકલી દીધી. હથિયારબંધ પોલીસ આવી અને સ્થાનિક મુસલમાનો પણ તેમાં જોડાયા. તેમણે નમાહશૂદ્રોના મકાનોમાં છાપા માર્યા એટલું જ નહીં તેમણે નમાહશૂદ્ર સ્ત્રી-પુરુષોને નિર્દયતાપૂર્વક માર્યા અને તેમનો કીમતી સામાન લૂંટી ગયા. નિર્દય મારઝૂડના કારણે એક ગર્ભવતી સ્ત્રીને ગર્ભપાત થઈ ગયો. સ્થાનિક સત્તાવાળાઓના આવા ઘાતકી વ્યવહારથી ખૂબ મોટા વિસ્તારમાં લોકો ભયભીત થઈ ગયા.
 
પોલીસ અત્યાચારની બીજી ઘટના ૧૯૪૯ની શરૂઆતમાં બારીસાલ જિલ્લાના ગુરનાડી પોલીસ સ્ટેશનની નજર હેઠળ બની. અહીં યુનિયન બોર્ડના સભ્યોનાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો. પોલીસની રહેમનજરવાળા એક જૂથે બીજા જૂથ માટે કાવતરું ઘડ્યું અને આક્ષેપ મૂક્યો કે તેઓ સામ્યવાદીઓ છે. પોલીસ સ્ટેશન પર મલો થવાનો છે એવી માહિતી આગળ કરીને ગુરનાડીના ઓ.સી.એ. મુખ્ય મથકેથી હથિયારબંધ પોલીસ બોલાવી. પોલીસ તથા લશ્કરના માણસોએ તે વિસ્તારનાં મકાનોમાં છાપા માર્યા અને તેમની કીમતી જણસો ઉઠાવી ગયા. તેમણે બંધ મકાનો પણ તોડીને લૂંટ ચલાવી અને જે લોકો સામ્યવાદી પાર્ટી તો ઠીક રાજકારણમાં પણ ન હતા તેમનાં મકાનો લૂંટી લીધાં. આખા વિસ્તારના મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી. ઘણી અંગ્રેજી હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સામ્યવાદી હોવાની શંકા પર પરેશાન કરવામાં આવ્યા. આ વિસ્તાર મારા વતનના ગામથી ખૂબ નજીક હોવાના કારણે મને તેની જાણ કરવામાં આવી. મેં જિલ્લા મેજિસ્ટ્રેટને તથા એસ.પી.ને જાણ કરી તથા તપાસ કરવા કહ્યું. સ્થાનિક લોકોમાંના કેટલાકે એસ.ડી.ઓ. દ્વારા તપાસની માંગણી કરી પરંતુ કોઈ તપાસ થઈ નહીં. જિલ્લા અધિકારીઓને મેં લખેલા પત્રોનો જવાબ પણ આપવામાં ન આવ્યો. ત્યાર પછી મેં તમારા સહિત, પાકિસ્તાનના સર્વોચ્ચ અધિકારીઓના ધ્યાન પર આ વાત મૂકી પરંતુ તેનું પણ કોઈ પરિણામ મું નહીં.
 

Jogendra Nath Mandal_1&nb 
 
ઢાકામાં મારા ૯ દિવસના રોકાણ દરમિયાન મેં શહેર તથા તેના પરાવિસ્તારોની મુલાકાતો લીધી. તેજગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મીરપુરની પણ મેં મુલાકાત લીધી. સેંકડો નિર્દોષ હિન્દુઓની ટ્રેનોમાં ઢાકા તથા ચિત્તગોંગ વચ્ચેની રેલવે લાઈનો પર થયેલી હત્યાથી મને ભયંકર આઘાત પહોંચ્યો. ઢાકા લ્લડોના બીજા દિવસે ં પૂર્વી બંગાળના મુખ્યમંત્રીને મો અને તેમને જિલ્લા અધિકારીઓને જિલ્લાનાં નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં લ્લડો ફેલાય નહીં તે જોવા તેમને આદેશો આપવા વિનંતી કરી. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦ના રોજ હું બારીસાલ નગરમાં ગયો અને બારીસાલમાં બનેલી ઘટનાઓથી હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ જિલ્લા મથકના નગરમાં સંખ્યાબંધ હિન્દુઓનાં મકાનો સળગાવી દેવામાં આવ્યાં હતાં અને મોટી સંખ્યામાં હિંદુઓને મારી નાખવામાં આવ્યા હતા. જિલ્લાનાં લગભગ તમામ હિંસાગ્રસ્ત ગામોની મેં મુલાકાત લીધી અને ં એ વાતથી સાવ મૂંઝાઈ ગયો કે જિલ્લા મથકના નગરથી માત્ર ૬ માઈલના ઘેરાવામાં આવતા કાશીપુર, માધવપુરામાં આતંક મચાવ્યો હતો અને જે ગામો પાકા રસ્તાઓથી જોડાયેલાં હતા માધવપાશામાં જમીનદારના મકાનમાં ૨૦૦ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા અને ૪૦ ઇજાગ્રસ્ત બન્યા. મુલાડી નામના ગામે ભયાનક ઘટનાઓ જોઈ. મુલાડી બંદરમાં જ ત્રણસોથી વધારે લોકોને મારી નાંખવામાં આવ્યા. આ વાત મને સ્થાનિક મુસ્લિમોએ તથા કેટલાક અધિકારીઓએ જણાવી. મેં મુલાડી ગામની પણ મુલાકાત લીધી જ્યાં મેં કેટલીક જગ્યાએ મૃતદેહોનાં હાડપિંજરો જોયાં. નદીકિનારે મેં કૂતરા તથા ગીધોને મૃતદેહો ખાતા જોયા. મને મળેલી માહિતી પ્રમાણે પહેલાં પુખ્ત વયના પુરુષોની મોટાપાયે કત્લેઆમ કર્યા પછી આ તોફાનીઓના નેતાઓની વચ્ચે ગામની યુવાન છોકરીઓને વહેંચી દેવામાં આવી હતી. રાજપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામ કૈબરઆલીમાં ૬૩ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનથી પથરો નાંખી એ એટલા અંતરે આવેલા હિન્દુ મકાનોને લૂંટી લેવામાં તથા બાળી મૂકવામાં આવ્યાં તથા તેમના નિવાસીઓની હત્યા કરી નાખવામાં આવી હતી. બાબુગંજ બજારની હિન્દુઓની તમામ દુકાનો બાળી નાખવામાં આવી અને મોટી સંખ્યામાં હિન્દુઓને મારી નાંખવામાં આવ્યા. માર્યા ગયેલા લોકોના માત્ર બારીસાલ જિલ્લાનો મર્યાદિત આંકડો ૨૫૦૦૦નો, ઢાકા અને પૂર્વી બંગાળના લ્લડોમાં માર્યા ગયેલા લોકોનો આંકડો અંદાજિત ૧૦,૦૦૦નો છે. સ્ત્રીઓ તથા બાળકો જેમણે પોતાના સગા-વ્હાલા તથા સર્વસ્વ ગુમાવ્યું હતુ તેમની રોકકળથી મારું હૃદય પીગળી ગયું. મેં મારી જાતને પ્રશ્ન કર્યો. ઇસ્લામના નામે પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે ?
 
આ સંદર્ભમાં મારા દૃઢ મતનો હું પુનરોચ્ચાર કરવા માગું છું કે પૂર્વી બંગાળની સરકાર એ પ્રદેશમાંથી હિંદુઓને તગેડી મૂકવાની સુયોજિત નીતિને અનુસરી રહી છે. તમારી સાથેની મારી અનેક પ્રસંગોએ થયેલી ચર્ચાઓમાં મેં મારા આ મંતવ્યને આપની સમક્ષ રજૂ કર્યું છે. મારે કહેવું જોઈએ કે પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓને મારી ભગાડવાની આ નીતિ સંપૂર્ણપણે સફળ થઈ છે અને પૂર્વી પાકિસ્તાનમાં પણ તે સફળ થવાની તૈયારીમાં છે. ડી. એન. બારારીની મંત્રી તરીકેની નિમણૂક તથી પૂર્વી બંગાળ સરકાર દ્વારા મારી ભલામણો માટેનો અનૈતિક વિરોધ એ ઇસ્લામિક રાજ્યના નામને સમર્થન આપે છે. પાકિસ્તાને હિન્દુઓને સંતોષ તથા સુરક્ષાની ભાવના પૂરી પાડી નથી. તેઓ હવે હિન્દુ શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગથી છુટકારો મેળવવા માંગે છે જેથી પાકિસ્તાનનું રાજકીય, સામાજિક તથા આર્થિક જીવન કોઈ પણ રીતે તેમના પ્રભાવથી મુક્ત રહે. જ્યાં સુધી હિન્દુઓને લાગેવળગે છે ત્યાં સુધી આ પાકિસ્તાનનું એકદર ચિત્ર છે તેથી  કહીશ કે પાકિસ્તાનના હિન્દુઓને રાજ્યવિહીન બનાવી મૂકવામાં આવ્યા છે. તેઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે તે સિવાય તેમનો બીજો કોઈ વાંકગુનો નથી. મુસ્લિમ લીગના નેતાઓ દ્વારા અવારનવાર જાહેરાતો કરવામાં આવે છે કે પાકિસ્તાન ઇસ્લામિક દેશ છે અને રહેશે. તમામ દુન્યવી દૂષણોના સર્વોચ્ચ ઇલાજ તરીકે ઇસ્લામને રજૂ કરવામાં આવે છે.
 
- જે. એન. મંડલ
(૮, ઓક્ટોબર, ૧૯૫૦) (ભાવાનુવાદ : કર્દમભાઈ દવે)