પાથેય । બીમારી કરતાં બીમારીનો ભય વધારે લોકોને મારે છે

    ૧૯-માર્ચ-૨૦૨૦

coronavirious_1 &nbs
 
દેશભરમાં કોરોના વાઈરસનો ભય ફેલાયેલો છે તેવામાં પૂજ્ય મોરારિબાપુએ પ્રયાગરાજ ખાતેની તેમની કથામાં પણ લોકોને પૂરતી સાવચેતી રાખવા અને કારણ વિના ડરવું નહીં તેવી વાત કહી હતી. લોકોમાં કારણ વિના ભય ફેલાય તો શું થાય તે વાત બાપુએ એક ચીની વાર્તાના ષ્ટાંત સાથે જણાવી હતી.
 
ચીની વાર્તાને ટાંકીને બાપુએ કહ્યું કે મહાત્મા કન્ફ્યુશિયસને એક વખત રસ્તામાં ભાગતો એક કાળદૂત મો. કન્ફ્યુશિયસે પૂું કે, તું આમ ક્યાં ભાગે છે ? ત્યારે કાળદૂતે જવાબ આપ્યો કે, તમારા દેશમાંથી એક લાખ લોકોને મારે લઈ જવાના છે એટલે કે એક લાખ લોકોનું મૃત્યુ થવાનું છે. એકાદ મહિના પછી ફરી એ કાળદૂત કન્ફ્યુશિયસને મળે છે, ત્યારે કન્ફ્યુશિયસ કહે છે કે તમે તો એક લાખની વાત કરતા હતા પણ અહીં તો બે લાખ માણસો મૃત્યુ પામ્યા. ત્યારે દૂતે કહ્યું કે, મેં તો એક લાખને જ માર્યા હતા, બાકીના એક લાખ તો બીકના માર્યા જ મરી ગયા !
 
આ વાર્તાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે, કોઈએ ખોટી બીક રાખવી નહીં. બીકના માર્યા ખોટી ભાગદોડ કરવી નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખવી. સ્વચ્છતા જરૂર જાળવવી.