જનતા કર્ફ્યુના દિવસે ગુજરાતની એસ.ટી સેવા બંધ રહેશે…

    ૨૦-માર્ચ-૨૦૨૦

st bus gujarat_1 &nb
 
ગુજરાતની એસ.ટી.ની પરિવહન સેવાઓ તા.૨૨/૦૩/૨૦૨૦ના રોજ સવારે ૭.૦૦ કલાકથી રાત્રીના ૨૧.૦૦ કલાક સુધી સ્થગિત રહેશે.
 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવશ્રી એ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાઇરસ (COVID-19) નાં સંક્રમણથી નિયંત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાઓ સંદર્ભે ભારત સરકારશ્રીએ જાહેર હિતમાં તા.૨૨/૦૩/૨૦૨૦ ના રોજ સવારે ૭.૦૦ કલાકથી રાત્રીના ૨૧.૦૦ કલાક સુધી ‘જનતા કર્ફ્યુ ‘ રાખવાનો નિર્ણય કરેલ છે. જેના સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારત સરકારશ્રીના આ નિર્ણયના સમર્થનમા તેમજ જાહેર જનતાના હિતોને ધ્યાને લઇ નિગમ દ્વારા સંચાલિત થતી તમામ પરિવહન સેવાઓ તા.૨૨/૦૩/૨૦૨૦ના રોજ સવારે ૭.૦૦ કલાકથી રાત્રીના ૨૧.૦૦ કલાક સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરેલ છે.
 
આ ઉપરાંત જે મુસાફરોએ તા.૨૨/૦૩/૨૦૨૦ના રોજની મુસાફરી માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ છે તે તમામ મુસાફરોને ૧૦૦ ટકા રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે.