ભારતે કોરોનાના ટેસ્ટ ઓછા કરાવ્યા છે માટે કેસ ઓછા નોંધાયા છે તેનો જવાબ સરકારે આપ્યો છે

    ૨૩-માર્ચ-૨૦૨૦

corona balaram bhargav_1&
 
 
મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે અને ભારત પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભારતે કોરોના માટે ટેસ્ટ ખૂબ ઓછા કરાવ્યા છે માટે કોરોનાના પોસેટિવ કેસ ઓછા નોંધાયા છે. તમને જણાવી દઈએ કે ૧૭૦૦૦ જેટલા ટેસ્ટ ભારતે કરાવ્યા છે જેમાંથી ૪૨૮ કેસ કોરોનાના નોંધાયા છે. એટલે એવું કહેવાય છે કે માત્ર ૧૬થી ૧૭ હજાર ટેસ્ટ ઓછા કહેવાય. પણ આનો જવાબ ખુદ સરકારે આપ્યો છે.
 
ICMR ના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે કોરોના ટેસ્ટ કરાવવાની ભારતની ક્ષમતા ઓછી નથી ભારત દિવસના ૧૦ થી ૧૫ હજાર ટેસ્ટ કરાવી શકે છે અને જરૂર પડે તો આ ક્ષમતામાં વધારો પણ કરી શકે છે. એટલે ભારત અઠવાડિયે ૫૦થી ૬૦ હજાર ટેસ્ટ કરાવી શકે છે.
 
ટેસ્ટ કરાવવામાં આપણી તુલના અન્ય દેશો સાથે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં ફ્રંસે ૧૦ હજાર, યુકેએ ૧૬, અમેરિકાએ ૨૬, ઇટલીએ ૫૨ અને સાઉથ કોરિયાએ ૮૦ હજાર ટેસ્ટ કરાવ્યા છે. ભારત પણ અઠવાડિયે ૫૦ થી ૬૦ હજાર ટેસ્ટ કરાવવાની ક્ષમતા ધરવે છે પણ અમે ફાલતું સ્ક્રિનિંગ કરાવામાં માનતા નથી.