કોરોનાની પોઝિટીવ ઇફેક્ટ : વિશ્વ વાતાવરણ શુદ્ધ બની રહ્યું છે

    ૨૫-માર્ચ-૨૦૨૦

Coronavirus and climate c
 
એક તરફ કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાયરસને કારણે પૃથ્વી પર એક સકારાત્મક પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે.
 
યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્ર્વમાં પ્રદુષણનું સ્તર ઘણું જ નીચું આવી ગયું છે. જે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ભારત-ચીન-અમેરિકા સહિતના દેશો વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા હતા જે કોરોનાના આ ખોફે એ કામ કરી દીધું છે કારણ કોરોના વાયરસને કારણે રસ્તાઓ પર દોડતા વાહનો, ફેકટરીઓ અને થર્મલ પાવર સ્ટેશન પાછળ અનેક કેટલાક સમયથી બંધ છે. યુરોપિયન યુનિયને તેની તસવીરો પણ બહાર પાડી છે. યુરોપની એક તસવીર જાન્યુઆરીમાં કોપરનિક્સ સેટેલેનિક ગેસની અસર ઈટલીમાં સૌથી વધુ દેખાઈ રહ્યું છે.

Coronavirus and climate c
 
 
જ્યારે ૧૧ માર્ચના રોજ લેવાયેલ અન્ય તસવીરમાં ઇટલી ઝેરીલા ગેસથી મુક્ત દેખાઈ રહ્યુ છે. ઈટલીમાં આ પરિવર્તન ક્વોરન્ટાઈન આવાને કારણે થયું છે.
 

Coronavirus and climate c 
 
બીજી એક તસવીર ઈટાલીના કેનેડીયન કેનાલની છે. પાણીના ઉંડાણથી તરતી માછલીઓ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે અહીં બોટિંગ બંધ છે.
 
અમેરિકન અંતરિક્ષ અનુસંધાન એજન્સીએ હાલમાં જ વુહાનમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડમાં કમી નોંધાઈ હોવાની વાત કરી હતી.