શું તેના સમાજને વધારે પડતી અપાયેલી આઝાદીનું પરિણામ ભોગવી રહ્યું છે યુરોપ?!

    ૨૫-માર્ચ-૨૦૨૦

Europe people_1 &nbs
 
કોરોના વાઈરસની શરૂઆત ચીનથી થઈ છતા તેની ભયાનક અસરો યુરોપના દેશોમાં શા માટે વધુ દેખાઈ રહી છે? ચીન જોડે જે કંઇ પણ થયુ તે પછી યોગ્ય સમય હોવા છતાં આ મહામારી કેમ યુરોપના દેશોમાં ફેંલાઈ ગઈ? જાણકારોનું માનવું છે કે યુરોપના દેશો તેની મજબૂત લોકતાંત્રિક વ્યવસ્થા અને તેના સમાજની વધારે પડતી આઝાદીનું પરિણામ હાલ ભોગવી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે આ દેશોમાં લોકોને વધારે પડતી આઝાદી આપવામાં આવી છે. અહી લોકોને પોતાના નિર્ણયો જાતે લેવાનો અને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સરકાર પણ કડકઈ ભર્યા નિર્ણય લેતા ડરે છે. પણ ચીનમાં એવું નથી. ચીનમાં આ મહામારી દરમિયાન મેડિકલ અને ખાદ્ય સંદર્ભની વસ્તુઓ લેવા સિવાય બહાર નીકળવાની મંજૂરી અપાઈ ન હતી. વિશેષજ્ઞોનું તો માનવું છે કે ચીન આનાથી પણ આગળ વધવા તૈયાર હતું. આનાથી ઉલટું યુરોપમાં કોરોનાને રોકવા જે પગલાં ભરવામાં આવ્યા તે ચીન જેવા કડક ન હતા.
 
ઇટલીએ જ્યારે પહેલીવાર લોકડાઉન જાહેર કર્યુ ત્યાં સુધીમાં અહી ૭૩૦૦ કેસ કોરોના નોંધાઈ ચૂંક્યા હતા. ફ્રાંસ અને સ્પેનની હાલત પણ એવી જ રહી. યુરોપના દેશોને તેના સમાજને મળેલી વધુ પડતી આઝાદી પર ત્યાંની સરકારો રોક ન લગાવી શકે, પહેલા અઠવાડિયામાં જે સોશિયલ ડિસ્ટેંસિંગની કામ થવું જોઇતું હતું તે થયું નહી અને યુરોપના દેશોને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડ્યું છે. હજી આ આઝાદી ઓછી નહી કરાય તો બધું ગંભીર પરિણામ ભોગવું પડે તેવી સ્થિતિ અહી ઉભી થઈ છે.
 
ઉલ્લેખનીય છે કે એશિયાના દેશો આ સંદર્ભે અલગ રણનીતિ અપનાવી રહ્યા છે અને તેનું યુરોપ કરતા સારુ પરિણામ મળી રહ્યું છે. ભારતે તો ૨૧ દિવસનું લોકડાઉન પણ જાહેર કરી દીધુ છે…